રાજકોટમાં ત્રણ સ્થળે દરોડા, જુગાર રમતા કુલ 28 ઝડપાયા
થોરાળા, ભક્તિનગર, આજી ડેમ પોલીસની કાર્યવાહી
મોટાપાયે રમાતા શ્રાવણીયા જુગારની સાથે પોલીસ પણ મોટાપાયે સક્રિય
રાજકોટ : રાજકોટમાં મોટાપાયે શ્રાવણીયો જુગાર રમાઈ રહ્યો છે. તે સાથે જ પોલીસ પણ મોટાપાયે સક્રિય થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે ત્રણ સ્થળે દરોડા પાડી પોલીસે બે મહિલા સહિત કુલ ર૮ને જુગાર રમતા ઝડપી લીધા હતા.
બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં.૩માં રહેતા વિપુલ કુરજી રાઠોડના મકાનમાં મધરાત્રે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાહિલ રામજી બાવળીયા, સંદિપ કુરજી રાઠોડ, મેહુલ શામજી ચૌહાણ, શાહરૂખ ઈસ્માઈલ લીંગડીયા, ગણપત કુરજી રાઠોડ, રોહિત વિજય સોલંકી, ભાવેશ સુરેશ પરીયા, પ્રવિણ આંબાભાઈ વાઘ, બાદલ રાજુ બાળા, અતુલ રૂપસીંગ શીંગાળા, પ્રદિપ દેવજી ટુડીયા અને મનસુખ બાબુ ફતેપરાને ઝડપી લઈ રૂા.ર૮પ૦૦ રોકડા, રૂા.૮૪ હજારની કિંમતના ૮ મોબાઈલ મળી કુલ રૂા.૧.૧ર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભક્તિનગર પોલીસે હરી ધવા રોડ પર ભવનાથ સોસાયટીમાં આવેલા વિપુલ ઉર્ફે અલ્પેશ હંસરાજ મકવાણાના મકાનમાં ગઈકાલે રાત્રે દરોડો પાડી જુગાર રમતા હાર્દિક કરશન ચાવડા, રાજેશ માધાભાઈ જેઠવા, મહેશ ગોરધન કાચા, પ્રદિપ હંસરાજ મકવાણા, વિશાલ નાનજી રાઠોડ, દયાબેન હંસરાજ મકવાણા અને સવિતાબેન મંગળશી મકવાણાને ઝડપી લઈ રૂા.૧૭ર૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આજી ડેમ પોલીસે ગઈકાલે મોડી રાત્રે સરધાર ગામમાં હરીપર રોડ પર વાડી વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા રામજી અવચર વીરજા, આશિષ કાંતિલાલ મહેતા, મનોજ મનસુખ જોષી, સાગર ચંદ્રકાંત માંડલીયા, ગુણવંત જેસંગભાઈ પરમાર અને નરેન્દ્ર