Get The App

હોસ્ટેલમાં ચાલતાં ટયુશન કલાસ પર દરોડો, 4 ઝબ્બે

- કાલાવડ રોડ પરનાં રૂબી પાર્કમાં

- પખવાડિયાથી ટયુશન કલાસ ચાલતાં હતાં

Updated: Jul 8th, 2020

GS TEAM

Google News
Google News
હોસ્ટેલમાં ચાલતાં ટયુશન કલાસ પર દરોડો, 4 ઝબ્બે 1 - image


કોઈ નાગરીકે આપેલી માહિતીનાં આધારે પોલીસની કાર્યવાહી

રાજકોટ, તા. 8 જુલાઈ, 2020, બુધવાર

કાલાવડ રોડ પરનાં રૂબી પાર્કમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનાં ધજ્જીયા ઉડાડી આશીર્વાદ હોસ્ટેલમાં ધમધમતાં ટયુશન કલાસ પર ગાંધીગ્રામ - ૨ પોલીસે દરોડો પાડી હોસ્ટેલનાં બે સંચાલકે અને બે શિક્ષકો સહિત ચારની ધરપકડ કરી 

કોઈ નાગરીકે પોલીસ કંટ્રોલ રૂમમાં આર્શીવાદ હોસ્ટેલમાં ટયુશન કલાસ ધમધમતાં હોવાની જણ કરતાં ત્યાંથી ગાંધીગ્રામ-૨ પોલીસને જાણ કરાતાં એએસઆઈ એચ.એન. રાયજાદાએ દરોડો પાડયો હતો. 

તે વખતે ત્યાં ધો.૫થી લઈ ધો.૧૧નાં લગભગ ૪૦ વિદ્યાર્થીઓને ભણાવાતા હતાં. પોલીસે આ છાત્રોની  પુછપરછ કરતાં કહ્યું કે, આ સ્થળે લગભગ ૧૫ દિવસથી ટયુશન કલાસ ચાલે છે. પોલીસે આઈપીસી કલમ ૧૮૮ અને જીપીએકટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. 

જેમાં હોસ્ટેલ સંચાલક વિપુલ અમૃતલાલ ચાવડા (ઉ.વ.૩૮, રહે. શેરેનટી ગાર્ડન, કોસ્મોપ્લેક્ષ સિનેમા પાછળ) તેનાં ભાગીદાર નિખજ રોહીતભાઈ ઉપાધ્યાય (ઉ.વ.૩૭, રહે. રાવલનગર-૫, લક્ષ્મીનગર પાસે) ઉપરાંત હોસ્ટેલમાં રહેતા અને શિક્ષક તરીકે સેવા આપતાં હિતેષ બાબુલાલ ચૌહાણ (૨૪) અને રોહન સુરેશભાઈ કયાડા (૨૮)નો સમાવેશ થાય છે. પોલીસે જણવ્યું કે, સ્થળ પરથી જે ૪૦ છાત્રો મળ્યા છે તે તમામને આ કેસમાં સાહેદ બનાવવામાં આવ્યાં છે.

Tags :