ધંધુકા વિધાનસભા બેઠકની ચૂંટણી જીતવા રસાકસી


- ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

- ધંધુકા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ સહિત 11 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ

ધંધુકા : અમદાવાદ જિલ્લાની ૫૯ ધંધુકા વિધાનસભા ચૂંટણીમાં માન્ય રાજકીય પક્ષો અને અપક્ષો સહિત ૧૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જીત મળવવા દિવસ રાત લોક સંપર્ક કરી રહ્યા છે. સૌને જીતવાની આશા છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી, માર્કસવાદી પાર્ટી અને વ્યવસ્થાપ પરિવર્તન પાર્ટી સહિતના ઉમેદવારો વચ્ચે રસાકસી ભરી ચૂંટણીનો રંગ જોવા મળી રહ્યો છે.

ધંધુકા વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો અને અપક્ષો સહિત ૧૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઇ ઉમેદવાર મેદાન મારી જશે અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો ભાજપ અને કોંગ્રેસની જીત હાર માટે નિર્ણાયક બની રહેશે. બન્ને રાજકીય પાર્ટી જીતવા માટે દિવસ રાત પ્રચાર કાર્યમાં કામે લાગી છે. ભાજપ કોંગ્રેસ ૫૯ ધંધુકા વિધાનસભા વિસ્તારના બોટાદ તાલુકાના રાણપુર અને બરવાળા તાલુકા ઉપરાંત અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા વિસ્તારમાં નાગરિકો મતદારો માટે કરેલા કામોનો પ્રચાર કરી વોટ આપવાની માંગણી કરી રહ્યા છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફીસર આચારસંહિતાનું ચુસ્ત પાલન કરાવવા ઉપરાંત ચૂંટણીની કામગીરી માટે ઝોનલ ઓફીસર, પ્રિસાઇન્ડીંગ ઓફીસર તથા પુલિંગ કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરીમાં વ્યસ્ત છે. ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવાની કામગીરી પણ ધમધમાટ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે ઘરે પ્રસંગ કરવો સહેલો છે પણ વહિવટી તંત્ર અને રાજકીય પક્ષો અને અપક્ષોને ચૂંટણીનો પ્રસંગ પૂર્ણ કરવો ખુબ અઘરો થઇ પડે છે.

City News

Sports

RECENT NEWS