ભાવનગર: હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલ કેદી પોલીસ જાપ્તો તોડી ફરાર
ભાવનગર, તા. 14 નવેમ્બર 2019, ગુરૂવાર
બોટાદ પોલીસના હાથે લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનામાં ઝડપાયેલ મુંબઇના શખસને ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે મોકલાયો હતો દરમિયાન આજે તેને સારવાર અર્થે પોલીસ જાપ્તા સાથે સર ટી. હોસ્પિટલ લવાતા કેદી જમાદારને ધક્કો મારી હાથકડી સાથે ફરાર બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી અને ફરાર કેદીને ઝડપી પાડવા ચોમેર નાકાબંધી હાથ ધરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ પોલીસ મથકના ફર્સ્ટ ગુના નં. 73/18 IPC 392, 452, 347, 114, 506(2) તેમજ આર્મ્સ એક્ટ 27(1-બી)(એ), 27(1) અને 135 મુજબના ગુનાના કામે બોટાદ પોલીસે ધર્મેન્દ્રસિંહ પપ્પુસિંહ જાટ (ઉ.વ.24, રે.આશિર્વાદ ઓસ્વાલ નગરી, નાલાસોપારા, મુંબઇ)ની ગત તા. 07-06-2018ના રોજ ધરપકડ કર્યા બાદ બોટાદ સબ જેલથી ગત તા.29-03-2019ના રોજ ભાવનગર જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
દરમિયાન આજે સવારે 11.30 કલાકના અરસા રમિયાન હેડ ક્વાટરના પોલીસ જાપ્તા સાથે કાચા કામના કે ી ધર્મેન્દ્રસિંહને સારવાર અર્થે અત્રેની સર ટી. હોસ્પિટલ લવાતા સિવીલ હોસ્પિટલના આંખના વિભાગ પાસે કે ી જાપ્તામાં રહેલ હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ ચુડાસમાને ધક્કો મારી પછાડી ઇ હાથકડી સાથે જાપ્તો તોડી નાસી છુટયો હતો. ઉક્ત બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.
દરમિયાન ફરાર કે ીને ઝડપી પાડવા ભાવનગરને જોડતા તમામ હાઇવે માર્ગો પર નાકાબંધી હાથ ધરવામાં આવી હતી. ઉક્ત બનાવ અનુસંધાને હેડ ક્વાટરના હે.કો. મહાવિરસિંહ ફતેસિંહ ચુડાસમાએ નિલમબાગ પોલીસ મથકમાં કાચા કામના કેદી ધર્મેન્દ્રસિંહ પપ્પુસિંહ વિરૂધ્ધ ફરિયા નોંધાવતા નિલમબાગ પોલીસે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.