Get The App

દિવાળી પર્વ પૂર્વે નગરસેવકો મહાપાલિકામાં દેખાતા નથી

- મોટાભાગના નગરસેવકો અને સભ્યો રજાના મુડમાં

Updated: Oct 22nd, 2019

GS TEAM

Google News
Google News
દિવાળી પર્વ પૂર્વે નગરસેવકો મહાપાલિકામાં દેખાતા નથી 1 - image


- સરકારી કચેરી શરૂ છે તે પૂર્વે જ મનપા અને જિલ્લા પંચાયતના સભ્યોએ દિવાળી પર્વનુ વેકેશન પાડી દીધુ હોય તેવો માહોલ  ઃ કામગીરી માટે આવતા અરજદારોને ધક્કા

ભાવનગર, તા. 22 ઓક્ટોબર 2019, મંગળવાર

સરકારી કચેરીઓમાં આગામી દિવસોમાં દિવાળી પર્વની રજા પડશે પરંતુ હજુ સરકારી કચેરીઓમાં કામગીરી શરૂ છે તેથી અરજદારો જુદી જુદી કામગીરી માટે આવતા હોય છે. ભાવનગર મહાપાલિકામાં મોટાભાગના નગરસેવકો દેખાતા નથી અને જિલ્લા પંચાયતમાં પણ ચૂંટાયેલા મોટાભાગના સભ્યો જોવા મળતા નથી તેથી રાજકિય સભ્યોએ દિવાળી પર્વ પૂર્વે વેકેશન પાડી દીધુ હોય તેમ જણાય રહ્યુ છે તેથી અરજદારોને ધક્કા થતા હોવાનુ જાણવા મળેલ છે.  

દિવાળી પર્વ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે અને આગામી શનિવારથી સરકારી કચેરીઓમાં છ દિવસનુ મીની વેકેશન પડશે તેથી રજા પૂર્વે કામગીરી પૂર્ણ કરાવવા માટે અરજદારો સરકારી કચેરીએ આવી રહ્યા છે. આગામી શુક્રવાર સુધી સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે પરંતુ મહાપાલિકામાં મોટાભાગના નગરસેવકોએ દિવાળી પર્વનુ વેકેશન પાડી દીધુ હોય તેમ ઘણા નગરસેવકો જોવા મળતા નથી. 

આ ઉપરાંત ભાવનગર જિલ્લા પંચાયત કચેરીમાં પણ ચૂંટાયેલા મોટાભાગના સભ્યો દેખાતા નથી. રાજકિય સભ્યોએ કચેરી આવવાનુ બંધ કરતા અરજદારો મૂશ્કેલીમાં મૂકાય ગયા હોવાનુ કહેવાય છે. અરજદારો રજા પૂર્વે કામ કરાવવા માટે કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કચેરીઓમાં મોટાભાગના રાજકીય સભ્યો જોવા મળતા નથી તેથી અરજદારો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.  

મહાપાલિકામાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, વિરોધ પક્ષના નેતા સહિતના કેટલાક નગરસેવકો હજુ આવે છે અને અરજદારોના પ્રશ્નો સાંભળી કામ કરતા હોય છે, આવુ જ જિલ્લા પંચાયતમાં પણ જોવા મળી રહ્યુ છે પરંતુ મોટાભાગના નગરસેવકો અને સભ્યો નહી દેખાતા અરજદારો રોષ ઠાલવતા હોય છે ત્યારે અરજદારોના કામ દિવાળી પર્વ પૂર્વે થઈ જાય તેવુ આયોજન નગરસેવકો અને સભ્યો કરવુ જરૂરી બની રહે છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.

Tags :