રાજકોટમાં 43 કરોડની જમીન ઉપરથી દબાણો હટાવાયા
રાજકોટ, તા.24 જુલાઇ 2020, શુક્રવાર
રાજકોટમાં અનલોક અમલી થવા સાથે દબાણકર્તાઓ પણ અનલોક થયા છે અને મોકો મળતા જ મહાપાલિકાની અથવા તો સરકારની ખુલ્લી જમીનમાં ઘુસી જઇને દબાણ કરી લેતા હોય છે. આવી ફરિયાદોને પગલે રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગએ એક્શનમાં આવી મહામારી વચ્ચે ડિમોલિશન હાથ ધર્યું હતું.
રાજકોટના રૈયા વિસ્તારમાં તથા મવડી વિસ્તારમાં ટીપી સ્કીમ હેઠળ મહાપાલિકાને પ્રાપ્ત થયેલા રૂપિયા 43 કરોડની જમીન ઉપરથી 5 ઝુપડા, ફેન્સીંગ મકાન, દુકાનો, વગેરે... ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. તો ઇસ્ટ ઝોનમાં મોરબી રોડ વિસ્તારમાં ખુલ્લી જમીન પર વધુ એક દેરીનું અનઅધિકૃત બાંધકામ પણ તોડી પાડ્યું હતું.