Get The App

'બી' પોઝીટીવ બ્લડ ગ્રુપમાં કોરોનાનાં દર્દીઓ સર્વાધિક

- રાજકોટ જિલ્લામાં 60ના બ્લડ સેમ્પલનું તારણ

- 2.61 લાખ લોકો જણાય હાઈ-રીસ્ક ગ્રુપમાં

Updated: Jul 9th, 2020

GS TEAM

Google News
Google News
'બી' પોઝીટીવ બ્લડ ગ્રુપમાં કોરોનાનાં દર્દીઓ સર્વાધિક 1 - image


કોરોનાના કેસોમાં ૭૯% ૧૮થી ૬૦ વર્ષના વયજૂથનાંં

રાજકોટ, તા. 9 જુલાઈ, 2020, ગુરૂવાર 

કોરોનાના કેસોનું જૂદા - જુદા વયજૂથમાં કેટલું પ્રમાણ, કો-મોર્બિડીટી ધરાવતા લોકોની સંખ્યા કેટલી, વગેરેનું સર્વેલન્સ ભલે ધીમી ગતિએ પણ આગળ ચાલી રહ્યું છે. ખરૂં. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અત્યાર સુધી જે ૬૦ દર્દીના સેમ્પલ લેવાયા, તેનાં પરથી તબીબોએ પ્રાથમિક અનુમાન  બાંધ્યું છે કે અત્યાર સુધીનો કેસોમાં તો 'બી' પોઝીટીવ બ્લડ ગુ્રપવાળા દર્દીઓની સંખ્ય વધુ છે.

જિલ્લામાં સાજા થઈ જવાનો રેટ પણ સારો હોવાથી હકારાત્મક અભિગમના કોલ સાથે તબીબી અધિકારીઓ કહે છે ક 'ચોક્કસ બ્લડ ગુ્રપમાં કોરોનાનું પ્રમાણ વધુ હોવાના આ પ્રાતમિક તારણને નિશ્ચિત કે પ્રમાણભૂત માની લેવાની ભૂલ ન કરવી જોઈએ, આ બ્લડ ગુ્રપ આમ પણ મોસ્ટે કોમન હોવાથી દેખીતી રીતે જ આવી કોઈ મહામારીમાં પણ તેની સંખ્યા વધુ દેખાય. ૧૦૦ જેટલાં સેમ્પલ થઈ જશે પછી કેટલાંક તારણો પર પહોંચી શકાશે. 

કોરોના વ્યાપ મામલે આઈસીએમઆર દ્વારા સેરો સર્વેલન્સની માર્ગદર્શિકા સૂચવાઈ છે, જેનો અમલ સૌરાષ્ટ્રના વિવિધ વસિતારમાં કયારથી અને કઈ રીતે કરાશે તે વિગતો હજુ જાહેર  થઈ નથી. દરમિયાન, રાજકોટ જિલ્લામાં જુલાઈના પ્રારંભ સુધીમાં આરોગ્ય તંત્રની ટુકડીઓએ કરેલી મોજણીમાં ૨.૬૧ લાખ લોકો હાઈ-રીસ્ક ગુ્રપમાં જણાયા છે, જેમાં ૬૦ વર્ષ કે તેથી વધુ વયના ૧.૧૭ લાખ, ઈન્ફલુએન્ઝા જેવી બીમારીવાળા ૫૫૫, બ્લડ પ્રેશરના ૨૭ હજાર અને ડાયાબિટીસના ૨૪ હજારથી વધુ દર્દીઓ, ૦થી ૧૦ વર્ષના ૮૨ હજાર બાળકો પણ સમાવિષ્ટ છે. સર્વે હજુ પૂરો થવો બાકી છે. જુલાઈના પ્રારંભ સુધી નોંધાઈ ચૂકેલા કોવિડ-૧૯ કેસોમાં ૭૯ ટકા પ્રમાણે ૧૮થી ૬૦ વર્ષના વય જૂથવાળા લોકોનું તથા ૬૦થી વધુ ઉમરવાળામાં ૧૨ ટકા પ્રમાણ માલુમ પડયું છે

Tags :