Get The App

મોતી તળાવમાં ભાઈ-બહેન અને માતા ઉપર નવ શખસનો હુમલો

- યુવતી સાથે યુવાનની મિત્રતા શખસને પસંદ ન પડતા બઘડાટી બોલાવી

- ત્રણ શખસે યુવાનને માર મારી ધમકી આપ્યા સંદર્ભે સામા પક્ષે નોંધાવાઈ ફરિયાદ: એકટીવાને તલવારના ઘા મારી કરાઈ તોડફોડ

Updated: Jan 17th, 2020

GS TEAM

Google News
Google News
મોતી તળાવમાં ભાઈ-બહેન અને માતા ઉપર નવ શખસનો હુમલો 1 - image


ભાવનગર, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર

ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં યુવતી સાથે યુવાનની મિત્રતા શખસને પસંદ ન હોય જે મામલે નવ શખસોએ યુવાન અને તેના માતા-બહેન પર હુમલો કરી ધોકા વડે માર મારી ઈજા પહોંચાડયા બાદ એકટીવાને તલવારના ઘા ઝીંકી નુકસાન પહોંચ્યું હતું. જ્યારે સામા પક્ષે ત્રણ શખસે યુવાનને માર મારી ધમકી આપ્યા સંદર્ભે ફરિયાદ નોંધાવા પામી હતી. ઉક્ત મારામારીના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં આવેલ શાળા નં. ૬ના ખાંચામાં રહેતા કેતનભાઈ મનજીભાઈ મકવાણાએ બોરતળાવ પોલીસ મથકમાં અક્રમ ઈલિયાસભાઈ, આશીફ ઈલિયાસભાઈ, સહજાદ અબ્બાસભાઈ ઓડદરિયા, સાહિલ દિલાવરભાઈ, આદિલ અબ્બાસભાઈ, રીઝવાન ઉર્ફે કાદર બસારભાઈ માકડ, ઈલિયાસ મહમદભાઈ, મુબારક ઉર્ફે ગોયો હૈદરભાઈ, અનિસ માકડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે આજે સવારે ૧૧ કલાકના અરસા દરમિયાન મોતીતળાવ વિસ્તારમાં વી.આઈ.પી. ડેલામાં તેઓ કામ કરી રહ્યા હતા તે વેળાઅ તેઓને યુવતી સાથે મિત્રતા હોય જે અકરમને ગમતુ ન હોય જેથી ઉક્ત તમામે ગેરકાયદે મંડળી રચી ધસી આવી તેઓને તેમજ તેના માતા- બહેન કાજલબેનને ધોકા પાઈપ જેવા હથિયારોથી માર મારી ઈજા પહોંચાડી તેઓના એકટીવાને તલવારના ઘા મારી નુકસાન પહોંચાડયું હતું. ઉક્ત બનાવ અનુસંધાને પોલીસે તમામ સામે આઈપીસી ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૩૩૭, ૪૨૭, ૧૧૪ તેમજ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો. 

જ્યારે સામા પક્ષે મોતીતળાવ વિસ્તારની શેરી નં. ૭માં રહેતા અકરમભાઈ ઇલિયાસભાઈ ઓડદરિયા (ઉ.વ.૨૪)એ બોરતળાવ પો.સ્ટે.માં કેતન ઉર્ફે ખેમરો મનાભાઈ મકવાણા, કાનો ઉર્ફે સંજય મનાભાઈ મકવાણા અને એક અજાણ્યા શખસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, બે માસ પૂર્વે થયેલ ઝઘડાની દાઝ રાખી આજે સવારે ૧૧ કલાકના સુમારે મોતીતળાવના વીઆઈપી ડેલા પાસે ઉક્ત શખસોએ તલવાર વડે તેમજ ઢીકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો. મોતીતળાવમાં થયેલ મારામારીના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. 

Tags :