For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આગામી 30-31 જાન્યુ. દરમિયાન ભાવનગરની 12 બેંકો હડતાળ પાડશે

Updated: Jan 24th, 2023

Article Content Image

- યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનનો આદેશ

- પડતર માંગણીઓને હલ નહી થતા 125 બ્રાન્ચનાં 5500 કર્મચારીઓમાં રોષ : કરોડોના ટ્રાન્જેકશન અટકી પડશે

ભાવનગર : યુનાઈટેડ ફોર્મ ઓફ બેંક યુનિયને તા. ૩૦-૩૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ બે દિવસની બેંક હડતાલનું એલાન આપેલ છે. જેમાં ભાવનગર શહેર-જિલ્લાની ૧૨ બેન્કોની ૧૨૫ બ્રાન્ચનાં ૫૫૦૦ કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે.

બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં અઠવાડીયામાં પાંચ દિવસનું બેંકનું કામકાજ અત્યારનાં સમયમાં ટેકનોલોજીને કારણે બેકીંગ કામકાજમાં બદલાવ આવેલ છે. ટેકનોલોજીની ઉપલબ્ધીને કારણે બેંકોમાં પાંચ દિવસનો વ્યવહાર રાખવો જરૂરી છે.

૧૯૮૬ પછી નિવૃત્ત થયેલ કર્મચારીઓને ત્યાર પછી પાંચ દ્વિપક્ષીય કરાર થયા તેમાં થયેલ પગારમાં વધારાનો લાભ આપી આ કર્મચારીઓને પેન્શન અપડેટ કરવામાં આવતું નથી. ૨૦૧૦ પચી બેંક કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના અમલમાં આવી છે. બજાર આધારીત આ પેન્શન યોજનાથી નિવૃત્તી સમયે કર્મચારીઓને ક્ષુલક પેન્શન મળે છે જે નિવૃત્તી બાદનું જીવન દોઝખ થઈ જાય છે તેથી નવી પેન્શન યોજના રદ કરી મોંઘવારી સાથેની જુની પેન્શન યોજના અમલમાં મુકવા માંગ કરાઈ છે. 

કર્મચારીઓની પુરતા પ્રમાણમાં ભરતી કરવી જોઈએ. બેંકોમાં લગભગ એક લાખ ઉપર કર્મચારીોની જગ્યા ખાલી છે. બેંકોમાં પટાવાળાની ભરતી લગભગ નહીં જેવી છે અને મોટાભાગનું કામ કરારી કર્મચારી મારફત કરવામાં આવે છે. તા. ૧૧-૧૧-૨૦૨૦ દ્વિપક્ષીય કરાર સહી થઈ ત્યારે આ બધા પ્રશ્નો અણઉકેલ રહેલાં છેલ્લાં બે વર્ષમાં આ પ્રશ્ને લગભગ ૨૫ વખત વાટાઘાટ થયેલ પરંતુ કોઈ ઉકેલ નહીં આવતાં આ હડતાલનું અંતિમ પગલું યુનિયને લેવું પડેલ છે. જેથી ભાવગરની બેન્કો પણ આ હડતાળમાં જોડાશે અને કરોડોનું ટ્રાન્જેકશન અટકી પડશે.

Gujarat