Get The App

જવાહર મેદાનમાં 22,222થી વધુ વિદ્યાર્થી વાલીઓએ કર્યુ સમુહ ગીતા ગાન

Updated: Nov 16th, 2019

GS TEAM

Google News
Google News
જવાહર મેદાનમાં 22,222થી વધુ વિદ્યાર્થી વાલીઓએ કર્યુ સમુહ ગીતા ગાન 1 - image
ભાવનગર, તા. 16 નવેમ્બર 2019, શનિવાર

શહેરના સરદારનગર સ્વામિનારાયણ ગુરૂકુળમાં ચાલી રહેલ મૂર્તિ પૂનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગીતથી ગીતા તરફ વળવાના આધ્યાત્મિક પ્રયત્નોનું વિશાળ સાર્થકતા મેળવતો શ્રીમદ ભગવત ગીતાના શ્લોકોનું સમુહ ગાનનો કાર્યક્રમ ગધેડીયા ફીલ્ડ ખાતે યોજાયો હતો અને એક સાથે 22,222 બાળકોના શ્લોકગાનની ધ્વનીથી વાતાવરણ આધ્યાત્મિક અને પ્રફુલ્લીત બની ગયુ હતું.

ભાવનગરના આંગણે સ્વામિનારાયણ ગુરૂકુળ સરદારનગર પરિસર ખાતે ચાલી રહેલા પાંચ દિવસીય ભવ્ય પૂનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ડોન્ટરેડ  સ્પ્રેડ ગ્રીન, સેવ બ્લુની થીમ વચ્ચે આજે ચોથા દિવસે શ્રીમદ્ ભગવત્ ગીતાના શ્લોકોનું સમુહગાનનો વિશેષ કાર્યયક્રમ યોજવામાં આવ્યો હતો. ભાવનગરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાય અકબંધ રહે એવા સુભાષિશ સાથે શ્રીમદ્ ભાગવત ગીતાના અધ્યાય-૧નું ૨૨,૨૨૨થી વધુ વિદ્યાર્થીઓ અને ભાવિકો દ્વારા શ્વેતવસ્ત્ર પરિધાન સાથે સામૂહિક શ્લોકગાન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.

સામૂહિક શ્લોકગાન થકી ભાવેણાનું ભાવાવરણ પવિત્ર બન્યું હતું. અને આંતરિક ઉર્જાનો સંચાર થયોય હતો. આ ભક્તિમય ક્ષણના સાક્ષી બનવા મંત્રી રાજ્ય કક્ષા શિપિંગ, પ્રદેશ અધ્યક્ષ, સાંસદ, તેમજ સંતો-મહંતો અને વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ગીતા જ્ઞાન અને ગીતાકથનને જીવન ઉપયોગી બનાવવા તથા તેને જીવનનો એક ભાગ બનાવવાની તરફ આગળ વધવા પણ ખાસ ટકોર કરી હતી.

ઉલ્લેખનીય છે કે એક જ દિવસે અને એક જ સમયે એક મંચ પર 22 હજારથી વધુ લોકોએ ગીતાનું પઠન કર્યું હોય તેવી ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળ સંચાલિત કાર્યક્રમની ઘટના પ્રથમ રહી હતી. સામાન્ય રીતે હાલના મોબાઇલ યુગમાં ફિલ્મી ગીતો નાના બાળકો ત્રણ ગણતાત હોય છે. પરંતુ આ ગીતોથી ગીતા સુધી લઇ જવાના પ્રયાસ રૂપે આ કાર્યક્રમ ભાવયુક્ત બન્યો હતો. જેમાં વર્ષોથી ગીતાગાન પર કાર્ય કરતા ચિન્મય મિશન સંસ્થાનો પણ સિંહફાળો રહ્યો છે.
Tags :