For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

5 હજારના બદલામાં હું તારૃ મારી બહેનપણી સાથે સેટીંગ કરાવી આપીશ

Updated: Jan 24th, 2023

Article Content Image

રાજકોટનો કારખાનેદાર હનીટ્રેપમાં ફસાયો

આજીડેમ પોલીસે ગુનો નોંધી બે મહિલાઓની ધરપકડ કરી, ત્રીજા આરોપીની શોધખોળ

રાજકોટ ઃ  રાજકોટમાં છાશવારે હનીટ્રેપના કિસ્સા પોલીસ ચોપડે ચડે છે. જાણકારોના કહેવા પ્રમાણે પોલીસ પાસે નહી પહોંચતા કિસ્સાઓની સંખ્યા વધુ છે. મોટાભાગે ભોગ બનનારાઓ આબરૃ જવાની બીકે ફરીયાદ નોંધાવવાનું ટાળતા હોવાથી હનીટ્રેપના ગુના આચરતી ગેંગને મોકળુ મેદાન મળી જાય છે. ગઈકાલે આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલા હનીટ્રેપના કિસ્સામાં સંડોવાયેલી બે મહિલાઓ ધારા રમેશ બાબરીયા (રહે, રણુજા મંદિર સામે, લાપાસરી રોડ, વેલનાથ મફતીયાપરા, મુળ અજાબ, તા.કેશોદ) અને મીના જીવણ સોલંકી (રહે, ગોકુલપાર્ક છેલ્લી શેરી ભાડાના મકાનમાં, માંડાડુંગર)ની પોલીસે ધરપકડ કરી હતી.

આજીડેમ ચોકડી પાસે સુંદરમ પાર્ક શેરી નંબર-૨માં ભાડાના મકાનમાં રહેતા અને માંડાડુંગર નજીક બહુચર પ્લાસ્ટીકના નામથી કારખાનું ધરાવતા વાસુદેવ ઉર્ફે વાસુ પોપટભાઈ વાઘરોડીયા (ઉ.વ.૪૨)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેના કારખાનાની બાજુમાં કામ કરતી મીનાને તે ઓળખતો હતો. જન્માષ્ટમી વખતે એક દિવસ કારખાનાની બહાર ઉભો હતો ત્યારે મીના નીકળતા તેને કહ્યું હતું કે, જો તારે કામ પર આવવું હોય તો કહેજે. જેથી મીનાએ કહ્યું સારૃ, તેમ કહી તેનો મોબાઈલ નંબર આપ્યો હતો.

જેને કારણે અવારનવાર તેની સાથે વાતચીત થતી હતી. થોડાક દિવસ બાદ મીનાએ દવાખાનાના કામમાં જરૃર છે તેમ કહી રૃા. ૭ હજાર તેની પાસે લીધા હતાં. ધીરે ધીરે તેની સાથે સબંધ સારા થઈ ગયા હતાં. એકાદ માસ પહેલા તેણે રૃા. ૭ હજારની ઉઘરાણી કરતા મીનાએ કહ્યું કે, રૃા. રહેવા દો હું તમને મારી બહેનપણી ધારા છે તેની સાથે સેટીંગ કરાવી આપીશ.

ત્રણેક દિવસ પહેલા મીનાએ કોલ કરી જૈન દેરાસર પાછળ માર્કેટમાં તેને બોલાવી ધારા સાથે પરીચય કરાવ્યો હતો. ત્યારબાદ ધારાએ તેનું એક્ટીવા તેને રીપેરીંગ માટે આપ્યો હતું. જે તેણે પરીચીત ગેરેજ વાળાને આપી રીપેરીંગ કરાવી આપ્યું હતું. જેનો ખર્ચ રૃા. ૩ હજાર થયો હતો. આ વખતે મીનાએ કહ્યું કે, તમે તો ફરી આવો. બાદમાં તે નીકળી ગઈ હતી. આ પછી તે ધારાને લઈ સોખડા ચોકડી આગળ મીત્રની વાડીમાં પહોંચ્યો હતો. જયાં બન્નેએ એકાંતમાં સમય પસાર કર્યો હતો.

બીજા દીવસે ધારાએ કોલ કરી દવાખાનાના કામ માટે રૃા. ૧૦ હજારની માંગણી કરી હતી. રકમ હોવાનો તેણે ઈન્કાર કરતા ધારાને ગમ્યું ન હતું. આ પછી તેણે મીનાને કોલ કરી ધારા રૃા. ૧૦ હજાર માગતી હોવાથી તેને સમજાવવા કહ્યું હતું. ગઈકાલે તે કારખાને હતો ત્યારે ધારાએ કોલ કરી કહ્યું કે, આપણે શોખડા ચોકડીએ ગયા હતા અને જે મજા કરી તેનો વીડીયો મારી પાસે છે. મને રૃા. ૧.૫૦ લાખ આપ નહીતર હું તારા કારખાને આવી ભવાડો કરીશ. એટલું જ નહી વીડીયો પણ વાયરલ કરી નાખીશ. તેણે ફરીથી મીનાને કોલ કરી ધારાને સમજાવવાનું કહેતા તેણે સમાધાન કરી લેવાની સલાહ આપી હતી. બાદમાં ધારાએ રૃા. ૧ લાખની માંગ કરી હતી. રૃા. ૧ લાખ નહી હોવાનું કહેતા રૃા. ૫૦ હજાર લેવા તૈયાર થઈ ગઈ હતી. જો આ રકમ મળે તો જ વીડીયો ડીલીટ થશે. તેમ કહી દીધું હતું.

એટલું જ નહી તેનો કોઈ મિત્ર પણ ફોન કરી પૈસા આપી દેવા માટે કહેતો હતો. એમ પણ કહ્યું કે, નહીતર આમા તો મર્ડર પણ થઈ જાય આ રીતે તેને સતત ધમકી આપતા હોવાથી ફરીયાદ નોંધાવી હતી.

Gujarat