Get The App

ભાવનગરમાં 14.5 ડિગ્રી તાપમાન, લોકો ઠુઠવાયા

- શીયાળાની ઠુઠવી નાખે તેવી ઠંડી, લોકો ગરમ વસ્ત્રોના સહારે

- મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો, લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ફેરફારના પગલે ઠંડીનો માહોલ

Updated: Dec 29th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં 14.5 ડિગ્રી તાપમાન, લોકો ઠુઠવાયા 1 - image


ભાવનગર,29 ડીસેમ્બર 2019 રવિવાર

ડિસેમ્બર માસના અંતમાં શીયાળાની ઠંડીએ ચમકારો દેખાડયો છે અને ઠુઠવી નાખે તેવી ઠંડી હાલ પડી રહી છે તેથી લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે. આજે રવિવારની રજા હતી તેથી લોકો સાંજના સમયે ગરમ વસ્ત્રો પહેરીને ફરવા નિકળ્યા હતાં. રાત્રીના ઠંડી વધતા જ લોકો ઘરમાં ચાલ્યા ગયા હતા તેથી રોડ સુમસાન જોવા મળ્યા હતાં. આજે મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, જયારે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ફેરફાર હતો. પવનની ઝડપ ઘટતા લોકોને થોડી રાહત થઈ હતી. 

ભાવનગર શહેર અને જિલ્લામાં શીયાળાની શરૂઆતમાં ખાસ ઠંડી પડી ન હતી તેથી લોકો ઠંડીની રાહ જોતા હતાં. હાલ ડિસેમ્બરના અંતમાં ઠુઠવી નાખે તેવી ઠંડી શરૂ થઈ ગઈ છે તેથી લોકો ખુબ જ ઠંડી પડી રહી હોવાની વાતો કરી રહ્યા છે. આજે રવિવારે મહત્તમ તાપમાન ર૩.૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૪.પ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૪૯ ટકા અને પવનની ઝડપ ૧૦ કિલોમીટર નોંધાઈ હતી.

ગઈકાલ શનિવારે મહત્તમ તાપમાન ર૪.૮ ડિગ્રી હતુ અને લઘુત્તમ તાપમાન ૧૪.ર ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૪૪ ટકા અને પવનની ઝડપ ર૦ કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલ શનિવારની સરખામણીએ આજે રવિવારે મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જયારે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ફેરફાર હતો તેથી ઠંડી યથાવત જોવા મળી હતી. પવનની ઝડપ આજે ઘટી જતા લોકોને ઠંડીમાં થોડી રાહત થઈ હોવાનુ કહેવાય છે. 

રવિવારની રજામાં લોકો ગરમ વસ્ત્રો પહેરીને સાંજના સમયે પરિવાર સાથે ફરવા નિકળ્યા હતા પરંતુ રાત્રીના સમયે ઠંડીનો ચમકારો વધતા લોકો વહેલા ઘરે જતા રહ્યા હતાં. રાત્રીના સમયે રોડ પર ખુબ જ ઓછા માણસો જોવા મળ્યા હતા અને મોટાભાગના રોડ પર સન્નાટો જોવા મળ્યો હતો. ઠંડી વધતા લોકો તાપણી કરતા નજરે પડયા હતા અને ચાની ચુસ્કી મારતા જોવા મળ્યા હતાં. ઠંડીના કારણે કામ વગર લોકો બહાર નિકળવાનુ ટાળ્યુ હતું. હજુ આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી શકયતા જાણકારો જણાવી રહ્યા છે. રવિવારની રજા છતા ઠંડીના પગલે રાત્રીના રોડ સુમસાન 

Tags :