Get The App

લોકડાઉનમાં લોકોને રાહતને બદલે ફટકારતા ઉંચા વીજબિલ

- વીજ તંત્રની વિચિત્ર નીતિ સામે આવેદન

- ગરીબ લોકોની કફોડી સ્થિતિનો ગેરલાભ લેવાનું બંધ કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી

Updated: Jul 13th, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉનમાં લોકોને રાહતને બદલે ફટકારતા ઉંચા વીજબિલ 1 - image


રાજકોટ, તા. ૧૩ જુલાઈ, ૨૦૨૦, સોમવાર

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકડાઉનની સ્થિતિને કારણે વેપાર ઉદ્યોગ બંધ છે તેમજ સરકાર દ્વારા વીજબિલમાં ૧૦૦ યુનિટની રાહત આપવાનું જાહેર કર્યું છે. ત્યારે વીજબિલમાં લોકોને રાહત થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવાન ેબદલે ગ્રાહકોને તોતીંગ બિલ ફટકારવામાં આવી રહ્યાં હોવાની વ્યાપક ફરિયાદો બાદ આજે રાજકોટમાં પીજીવીસીએલની કોર્પોરેટ કચેરીએ લોકરોષને વાચા આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરમાં આડેધડ ફટકારવામાં આવતા વિજબિલના સંદર્ભમાં જણાવાયું હતું કે, રાજકોટમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન વીજબિલનું વિતરણ સ્થગિત કરી દેવામાં આવ્યા બાદ જયારથી બિલ આપવાનું શરૂ થયું છે. ત્યારથી રાહતને બદલે ઉંચા વીજબિલ ફટકારવામાં આવતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળે છે. રાજય સરકાર દ્વારા વીજબિલમાં રાહત આપવા માટે જે વિગતો જાહેર થઈ છે તેના પરીપત્રો સમયસર જાહેર થયા નથી જેનો ભોગ હજારો ગ્રાહકોએ બનવું પડયું છે. આ સ્થિતિમાં ાજે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા પીજીવીસીએલની કોર્પોરેટ કચેરીએ કાર્યકરો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. લોકડાઉનના સમયગાળા દરમિયાન મધ્યમવર્ગના ધંધા રોજગાર બંધ છે ત્યારે રાહત આપવાને બદલે ઉંચા વિજ બિલ ફટકારી લોકોના ખિસ્સા ખંખેરવાની નીતિ બંધ કરવામાં નહી આવે તો આ મુદ્દે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

Tags :