mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

'ગોંડલ પાકિસ્તાનમાં છે, ત્યાં બસ ઉભી નહીં રહે', બસ ડ્રાઈવરની દાદાગીરી

Updated: May 22nd, 2023

'ગોંડલ પાકિસ્તાનમાં છે, ત્યાં બસ ઉભી નહીં રહે', બસ ડ્રાઈવરની  દાદાગીરી 1 - image


જામજોધપુર રાજકોટ રૂટની લોકલ બસને ગોંડલમાં ઉભી ન રાખી

ગોંડલની આશાપુરા ચોકડી, જામવાળી ચોકડીએ ચેકિંગ ટૂકડીને તહેનાત કરવા જૂનાગઢ, રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામકે ધારાસભ્યને આપી ખાતરી

ગોંડલ: તાજેતરમાં જામજોધપુર રાજકોટ રૂટની લોકલ બસમાં મુસાફરી કરવા માટે બસમાં બેઠેલા ગોંડલના એક મુસાફરની સાથે મહિલા કંડકટરે તુમાખીભર્યુ વર્તન કરી  જીભાજોડી કરીહતી અને  ડ્રાઈવરે  'ગોંડલ પાકિસ્તાનમાં છે ત્યાં બસ ઉભી નહી રહે 'કહી રોફ જમાવતા આ મામલો ધારાસભ્ય કાર્યાલય અને જુનાગઢ રાજકોટ વિભાગીય નિયામક સુધી પહોંચ્યો છે. આ બન્ને અધિકારીઓએ બસોને ગોંડલમાં લાવવા માટે આશાપુરા ચોકડી અને જામવાળી ચોકડીએ ચેકિંગ ટૂકડીને તહેનાત કરવામાં આવશે એવી ખાતરી ઉચ્ચારી છે.

એસટીના ડ્રાઈવર કંડકટરો જાણે કે ધારાસભ્ય કે વિભાગીય નિયામકને પણ દાદ ન દેતા હોય એમ મનસ્વી વર્તન કરી બસને ગોંડલના બસસ્ટેન્ડે લાવવાને બદલે બારોબાર હંકારી જાય છે. આવી ૨૦૦ જેટલી બસો ગોંડલમાં આવતી નથી. બે દિવસ પહેલા જેતપુરથી  ગોંડલ આવવા માટે જામજોધપુર -રાજકોટ લોકલ બસમાં જશ્મીનભાઈ ધડુક ગોંડલ આવવા માટે ચડયા તો મહિલા કંડકટરે કહ્યું કે આ બસને ગોંડલનો સ્ટોપ નથી. આથી આ મુસાફરે કહ્યુ કે તાજેતરમાં જ એસટીના અધિકારીઓ અને ધારાસભ્યે ગોંડલમાં બસોને લાવવા માટે આદેશ કરી દીધો છે. 

આ વાતથી મહિલા કંડકટર તાડુકવા લાગ્યા હતા. અને બન્ને વચ્ચે ટપાટપી થતા કંડકટરની સાથે ડ્રાઈવર પણ તાડુકવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ,'ગોંડલ પાકિસ્તાનમાં આવે છે અને ત્યાં બસ ઉભી નહી રહે..'.આથી આ મુસાફરે બસનો ફોટો પાડવા પ્રયાસ કરતા ડ્રાઈવરે કહ્યુ ક'ે તું મારો પણ ફોટો પાડી લે..હું કોઈથી બીતો નથી.' આથી ડ્રાઈવરની તુમાખીથી ડઘાઈ ગયેલા ઉપરોકત મુસાફરે ગોંડલના ધારાસભ્ય કાર્યાલયે જઈ બનાવ અંગે વાત કરી હતી અને ડ્રાઈવરના અને કંડકટરના બેઈઝ નંબર આપ્યા હતા. આ અંગે ધારાસભ્ય કાર્યાલયના પ્રતિનિધિએ રાજકોટ અને જુનાગઢ ડિવિઝનના અધિકારીઓને જાણ કરતા  બન્ને અધિકારીઓએ બસોને ગોંડલમાં લાવવા માટે આશાપુરા ચોકડી અને જામવાળી ચોકડીએ ચેકિંગ ટૂકડીને તહેનાત કરવામાં આવશે એવી ખાતરી ઉચ્ચારી છે.

Gujarat