મહુવા રેન્જની કળસાર બીટમાં ચાર પેલીકનોના મૃતદેહ મળી આવ્યા

ભાવનગર, તા. 23 જાન્યુઆરી 2019, બુધવાર
કળસાર નજીકના ઘેલાઆતાના નાળા પાસેથી ચાર પેલીકનના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. વધુમાં આજે મહુવા બંદરરોડ પરથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગે કબ્જો મેળવી મૃત્યુનું સચોટ કારણ જાણવા નમુના જુનાગઢ વેટરનીટી કોલેજમાં મોકલી આપ્યા છે.
ભાવનગર વન વિભાગની મહુવા રેન્જમાં કળસાર પાસેથી ૨૧મીએ પોલીકન પક્ષીના આ ચાર મૃતદેહ મળ્યા હતા. આજે મહુવાના બંદર રોડ પરથી પણ વધુ એક પેલીકનનો મૃતદેહ મળી આવતા વન વિભાગે પાંચેયનો કબજો લીધો છે. પ્રાથમિક તારણ મુજબ આ પક્ષીઓના મોત બિમારી સબબ થયા છે. જોકે સચોટ કારણ જાણવા માટે સેમ્પલ જુનાગઢ વેટરનીટી કોલેજમાં મોકલાયા છે.
વીજ કરંટથી પક્ષીઓના મોત
હાઇટેન્શન લાઇન અને તેના વીજ ટાવર તેમજ પવનચક્કીઓ નિર્દોષ પક્ષીઓના મોતનું કારણ બનતા હોય છે. પેલીકન પક્ષી લાંબી પાંખ ધરાવતા હોય વીજવાયરને અડી જતા વખતો વખત તે આવા કારણોથી જીવ ગુમાવે છે. જોકે મહુવા રેન્જની આ ઘટનામાં હાલ વીજકરંટથી મોતનું કારણ ખુલ્યું નથી.

