રાજકોટમાં મહામારી, એક દિવસમાં રેકોર્ડબ્રેક 50 કેસો!
- શહેરમાં છના મોત, ખતરો વધ્યો, લોકોમાં સાવધાની અનિવાર્ય
- હળવા લક્ષણોવાળા કોરોના દર્દીઓને મનપા તેમના ઘરે ફ્રી સારવાર અપાવશે
ખાનગી ધોરણે હાલ 86 હોમ આઈસોલેટ
રાજકોટ, તા. 25 જુલાઈ, 2020 શનિવાર
રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીરથી અતિ ગંભીર થઈ રહી છે ત્યારે આજે રેકોર્ડબ્રેક ચોવીસ કલાકમાં સત્તાવાર રીતે કોરોનાના ૫૦ કેસો સાથે કૂલ કેસનો આંકડો ૮૮૧ ઉપર પહોંચ્યો છે અને જૂલાઈ અંત પહેલા જ ૧૦૦૦ને આંબી જવાની ભીતિ છે. આજે બીનસત્તાવાર સૂત્રો અનુસાર શહેરમાં જ રહેતા અને કોરોનાની સારવાર લેતા ૬ દર્દીઓના મોત નીપજ્યા છે . તો આજે શહેરમાં ૧૫ દર્દીઓ ડિસચાર્જ કરાયા હતા તેની સામે ૫૦ નવા દર્દીઓ ઉમેરાતા હોસ્પિટલોમાં જગ્યા મળવી મૂશ્કેલ બની રહી છે તે સ્થિતિમાં મ્યુનિ.કમિશનરે હળવા લક્ષણોવાળા દર્દીઓને તેમના ઘરે જ નિ:શૂલ્ક સારવાર અપાવવા નિર્ણય લીધો છે.મનપાએ આ સાથે હવે વેબસાઈટ પર શહેરમાં કોરોના દર્દી માટે ક્યાં કેટલી બેડ ખાલી છે અને નિ:શૂલ્ક છે કે કેટલા ચાર્જ સાથે તેની રોજેરોજ અપડેટ વિગતો આપવાની તાતી જરૃરિયાત સર્જાઈ છે.
શહેરમાં હાલ કેટલીક ખાનગી હોસ્પિટલો ચાર્જ વસુલીને દર્દીને ઘરે જ સારવાર આપે છે પરંતુ, ગરીબ લોકોનો વિચાર કરીને મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું કે મહાપાલિકા દ્વારા પણ હળવા લક્ષણો હોય કે લક્ષણો ન હોય તેવા દર્દીઓને તેમના ઘરે રાખીને કોરોનાની સારવાર આપવા નિર્ણય લીધો છે જેનો મંગળવારથી અમલ કરાશે. મનપાએ તાજેતરમાં જ નવા ૪૦ ડોક્ટરોની ભરતી કરી છે. આરોગ્ય સ્ટાફ દ્વારા આ દર્દીઓનો સતત સંપર્ક રખાશે અને જો કોઈને સિમ્પટમ્સ વધી જશે કે ગંભીર જણાશે તો તેમને હોસ્પિટલે દાખલ કરવા કાર્યવાહી કરાશે.
નાયબ આરોગ્ય અધિકારી ડો.મનીષ ચુનારાએ જણાવ્યું કે શહેરમાં હાલ પ્રાઈવેટ ડોક્ટરોની મદદથી ૮૦થી વધુ હળવા લક્ષણોવાળા દર્દીઓ હોમ આઈસોલેટ કરીને સારવાર લઈ રહ્યા છે જ્યારે મહાપાલિકા ગરીબ દર્દીઓને આ સુવિધા આપવા આગળ વધી રહી છે. જો કે, હાલ ગરીબ મધ્યમવર્ગના ૧૨૦ જેટલા દર્દીઓને કોવિડ સેન્ટરમાં રહેવા-જમવા વગેરે ફ્રી સાથે નિ:શૂલ્ક સારવાર મળી રહી છે.
કમિશનરની સૂચના અન્વયે મનપા દ્વારા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી ખાસ્સી વધારી દેવાઈ છે. સ્નાનાગાર વિભાગના કર્મચારીઓ દ્વારા આજે સાંજ સુધીમાં ૭૧૦ ઘરોમાં રહેતા ૩૨૨૭ લોકોને હોમ ક્વોરન્ટાઈન કર્યા હતા તો ૩૦૦ વ્યક્તિઓ માસ વગર બહાર નીકળતા નજરે પડતા દંડ કરાયો હતો. રોજ કેસોની સંખ્યા વધી ગઈ હોય હવે હોમ ક્વોરન્ટાઈન કરાયેલા ઘરો અને વ્યક્તિઓની વિગતો માટે મનપાએ મોબાઈલ એપ પણ વિકસાવી હોવાનું જાણવા મળે છે જેમાં વિગતો અપડેટ કરાય છે.
હાલ અનલોક-૨ પૂરૂ થવા આડે પાંચ દિવસ જ બાકી છે ત્યારે સરકાર તો ફરી લોકડાઉનના મૂડમાં નથી પરંતુ, કોરોનાના કેસો અને તેથી વધુ મૃત્યુ આંક ચિંતાજનક રીતે વધી જતા હવે વેપારીઓ ચિંતિત થયા છે. આજે ગોલ્ડ ડિલર્સ એસોસીએશનના ૨૦૦ સભ્યો કે જેઓ શહેરમાં અલગ અલગ સ્થળે સોના ચાંદીના દાગીનાનો વ્યવસાય કરે છે તેણે જણાવ્યું કે સોમવાર તા.૨૭થી તા.૩૧ જૂલાઈ સુધી તમામ સોનાચાંદીની દુકાનો બંધ રહેશે. આશરે અઢીસો ધંધાથીઓ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાશે.
એકંદરે રાજકોટ જૂલાઈમાં હોટ સ્પોટ બનવા ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે મનપામાં કોરોના સામે ઉત્સાહથી લડતા અધિકારીઓ નિયુક્ત કરવાની અને લોકોએ પણ માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ વગેરે નિયમોનું ચૂસ્ત પાલન કરવાની હવે અનિવાર્ય જરૃરિયાત સર્જાઈ છે.
રાજકોટ મહાપાલીકાએ કોરોનાનાં દર્દીઓની જાહેર કરેલી યાદી નીચે મુજબ છે.
(૧) ગુસાભાઈ હમીરભાઈ ધ્રાંગા (૫૯, રહે. આહિર ભવન, ૧/૫ ગુલાબવાટીકા, હિલ્ટન ટાવર, અમીન માર્ગ), (૨) વીણાબેન વિનોદભાઈ (૫૫, રે. ઈશ્વર પાર્ક શેરી નં.૩), (૩) જીતેન્દ્ર ઉમિયાશંકરભાઈ ભટ્ટ (૫૨, રે. પ્રકાશ સોસાયટી-૧, નિર્મળા કોન્વેન્ટ સ્કુલ પાસે), (૪) રાજેશભાઈ હરેશ ઉપાધ્યાય (૫૪, રે. નાના મવા મેઈન રોડ, શાસ્ત્રીનગર-૧૩.), (૫) ચંદાબેન નરેશ (૪૩, રે. પ્રકાશ સોસાયટી-૧, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે), (૬) નરેશભાઈ પુરૃષોત્તમ રામચંદાણી (૪૯, રે. પુજારા પ્લોટ મેઈન રોડ, ભક્તિનગર સર્કલ), (૭) હાર્દિકભાઈ નરેશ (૪૮, રે. ભક્તિનગર મેઈન રોડ), (૮) જયેશભાઈ રાજવીર (૪૫, રે. ૯૦/૨, રવિ પાર્ક શેરી નં.૯, એ.જી. સોસાયટી પાસે), (૯) હિમાદ્રીબેન સહદેવસિંહ (૬૬, રે. ૨૫૬- વૃંદાવન સોસાયટી, શેરી નં-૫, નાનામવા રોડ), (૧૦) દિનેશભાઈ ટીખરતી (૩૦, બી.વિંગ ગ્રાઉન્ડ ફલોર, પ્રદ્યુમન રોયલ હાઈટ, કાલાવડ રોડ), (૧૧) અમિતાબેન ભટ્ટ (૪૨, રે. બ્લોક નં. ૪૬/ એ. ગુલાબ વિહાર સોસાયટી શે.નં-૨ પાછળ, બીગ બઝાર), (૧૨) પ્રજ્ઞાાબેન હુડકા (૪૧, રે. એ-૨૦૨, હેશીલ પાર્ક, સાધુવાસવાણી રોડ), (૧૩) મંગલભાઈ પટેલ (૭૫, રે. પરમાર ભવન, શ્રી કૃષ્ણ ચોક, મોટી ટાંકી ચોક પાસે), (૧૪) શ્રેયસ હુડકા (૧૫, રે. એ-૨૦૨, હેશીલ પાર્ક, સાધુ વાસવાણી રોડ), (૧૫) જશવંતીબેન હુડકા (૭૨, રે. એ-૨૦૨, હેશીલ પાર્ક, સાધુ વાસવાણી રોડ), (૧૬) મનોજભાઈ દોંગા (૫૨, રે. મારૃતી સદભાવના રેસીડેન્સી, શેરી નં. ૩, સ્વાતી પાર્ક પાસે, કોઠારીયા મેઈન રોડ), (૧૭) રીમાબેન ઉદાણી (૪૧, રે. ઉદાણી બંગ્લો-૯, પંચનાથ પ્લોટ, પંચનાથ મંદિર પાછળે), (૧૮) જગદીશભાઈ ઉદાણી (૭૫, ઉદાણી બંગ્લો-૯, પંચનાથ પ્લોટ), (૧૯) સાપરીયા ભાવેશકુમાર હરીભાઈ (૪૨, રે. એ-૩૦૪, શ્યામલ સ્કાય લાઈફ, જીવરાજ પાર્ક), (૨૦) અરજણભાઈ સંઘાણી (૬૨, રે. શ્રી અંબાકૃપા, પંચનાથ સોસાયટી-૧, વિરાટ વે બ્રીજ પાસે), (૨૧) પાબારી જતીનભાઈ નરેશભાઈ (૩૫, રે. દેવી ભુવન, કેવડાવાડી-૨૧, દ્વારકાધીશ એપાર્ટમેન્ટ સામે), (૨૨) અકબરી ગીતાબેન ખોડાભાઈ (૬૧, રે. પ્લોટ નં. ૯૮, શિવ આરાધના સોસાયટી, સત્યસાંઈ હોસ્પિટલ રોડ), (૨૩) વર્ષાબેન મહેશભાઈ (૪૬, રે. શ્યામનગર), (૨૪) રાધેશ્યામ મતાદીન (૭૪, રે. શ્યામજી), (૨૫) પંકજભાઈ લાખા વઘાસીયા (૪૯, રે. નાનામવા સર્કલ, નહેરૃનગર-૯, મારવાડી પાસે), (૨૬) હેતલબેન વિવેકભાઈ દુધાત્રા (૨૯, રે. નાના મવા સર્કલ, નહેરૃનગર-૯), (૨૭) કાનજીભાઈ પુંજાભાઈ છાયા (૮૫, રે. મવડી મેઈન રોડ), (૨૮) મહેતા રેખાબેન (૭૪, રે. શારદા-૨, વૈશાલીનગર-૧૦, રૈયા રોડ), (૨૯) ગઢવી પૃથ્વીરાજસિંહ (૨૩) (૩૦) ગઢવી નીતાબા મધુભાઈ (૪૨), (૩૧) ગઢવી જયશ્રીબેન જયરાજસિંહ (૪૮), (૩૨) ગઢવી કૃપાબેન જયરાજસિંહ (૧૪),(૩૩) ગઢવી હિતેન્દ્ર મધુભાઈ (૪૧) (બધા રહે. એબી-૧૭, અમી પાર્ક સોસાયટી, મોદી સ્કુલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ), (૩૪) નાતાબેન હિતેનભાઈ મહેતા (૫૬, રે. ઓમ શિવમ એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૧૦૧, ન્યુ જાગનાથ, શેરીનંબર, ૩૮), (૩૫) મિતેશભાઈ જયેન્દ્રભાઈ સોમૈયા (૪૨, રે. પ્રથમ, ૧૪/૮ અજય એપાર્ટમેન્ટ, યશ કોમ્પ્લેક્ષ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ), (૩૬) દમયંતીબેન મણવર (૬૫, રે. ફેર ફીલ્ડ એપાર્ટમેન્ટ, સાંકેત પાર્ક-૨, રાજશ્રૂગાર પાર્ટી પ્લોટ પાછળ ૧૫૦ ફુટ રીંગ રોડ), (૩૭) સલીમ જબાણ (૫૮, રે. બ્લોક નં. ઈ/૩૭/૧, નીલકંઠ સિનેમા પાછળ, કોઠારીયા રોડ), (૩૮) રમેશભાઈ હિરપરા (૫૫, રે. શ્રી રામ, બ્લોક નં. બી-૩૯, ઓમ તિરુપતી બાલાજી પાર્ક-૧), (૩૯) ઈશ્વરલાલ દલસાણીયા (૬૯, રે. રોઝવુડ ફલેટ નં. ૫૦૧, જલારામ-૧, શેરી નં. ૨, યુનિવર્સિટી રોડ), (૪૦) બ્રિજેશભાઈ શેઠ (૩૧, રે. રાજનગર ચોક, શેરી નં. ૪, નાના મવા મેઈન રોડ), (૪૧) સવિતાબેન વિરાણી (૭૦, બજરંગ સોસાયટી શેરી નં. ૨, બાપા સીતારામ ચોક, મવડી), (૪૨) ભાવેશભાઈ રસીક કણજારીયા (૩૫, રે. ડી-૪૪, આલાપ ગ્રીન સીટી, રૈયા સર્કલ પાસે), (૪૩) નિર્મળાબેન રાણપરા (૮૦, રે. ૪૦-પ્રહલાદ પ્લોટ, રાજેશ્રી સિનેમા પાસે), (૪૪) રૈયાણી રમાબેન ખીમજીભાઈ (૪૫) રૈયાણી મિલન ખીમજીભાઈ (૩૭)(૬૧, રે. સોરઠીયાવાડી-૬, ગોકુલ ડેરીવાળી શેરી કોઠારીયા મેઈન રોડ), (૪૬) અજયભાઈ હરીલાલ આટકોટયા (૩૬, રે. શ્રીરામ કૃપા, માસ્ટર સોસાયટી-૯, ૮૦ ફુટ રોડ), (૪૭) હિરેનભાઈ શશીકાંતભાઈ કકકડ (૩૫, રે. ૧/૧૦ ગીતાનગર, તિરૃપતિ ડેરીવાળી શેરી, ઢેબર રોડ), (૪૮) ખુશ્બુ હર્ષ દોંગા (૨૫, રે. સિધ્ધી સીલ્વર સ્ટોન સોસાયટી-૪૭, બીગ બઝાર સામે ૧૫૦ ફૂટ રીંગરોડ), (૪૯) હસમુખભાઈ ધાંધલ્યા (૩૧, રે. કવાટર નં. સી-૩૭, ગવર્મેન્ટ કોલોની, ધરમ સિનેમા પાછળ)(૫૦) સોમગીરી ગોસાઈ (૮૨,રહે.ગાયત્રી સોસાયટી-૩ ગ્રીન્ડ લેન્ડ ચોકડી પાસે મોરબી રોડ.