Get The App

રાજકોટ જિલ્લામાં તલાટીઓની હડતાળનો અંત

Updated: Jul 9th, 2020

GS TEAM

Google News
Google News
રાજકોટ જિલ્લામાં તલાટીઓની હડતાળનો અંત 1 - image

રાજકોટ, તા. 09 જુલાઈ 2020, ગુરુવાર

આડેધડ તલાટી ઓ ની કરવામાં આવેલી બદલીઓના વિરોધ માં છેલ્લા એક સપ્તાહથી રાજકોટ જિલ્લાના તલાટીઓ પેન ડાઉન સ્ટ્રાઈક પસાર હતા દરમિયાન આજે રાજકોટ જિલ્લા માં તલાટી ઓ ની હડતાળ નો અંત આવ્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયત ના ડીડીઓ અને તલાટી મંડળ ના આગેવાનો વચ્ચે આજે બપોરે યોજાયેલી બેઠક માં કોઈ ફરિયાદ ન હોવા છતાં દૂર ના તાલુકામાં મુકવામાં આવેલા તલાટીની બદલીના ઓર્ડર માં આગામી દિવસોમાં સુધારાની ખાતરી ડીડીઓ એ આપ્યા બાદ રાજકોટ જિલ્લા તલાટી મંડળે હડતાળ નું એલાન પાછુ ખેંચ્યું હતું. હડતાલ નો સુખદ અંત આવ્યો છે.

Tags :