Get The App

વીજ કચેરીના લાંચીયા નાયબ ઇજનેર પોલીસ રિમાન્ડ પર

Updated: Dec 13th, 2019

GS TEAM

Google News
Google News
વીજ કચેરીના લાંચીયા નાયબ ઇજનેર પોલીસ રિમાન્ડ પર 1 - image

ભાવનગર, તા. 13 ડિસેમ્બર 2019, શુક્રવાર

ત્રાપજ વીજ કચેરી સબ ડિવીઝનના નાયબ ઇજનેરે મોટો દંડ ન કરવા પેટે લાંચ માગતા એસીબીનું છટકુ ગોઠવાયું હતું જેમાં નાયબ ઇજનેર રૂા.૧૧ હજારની લાંચ લેતા રંગેહાથ સપડાયા હતાં. દરમિયાન આજે ઉક્ત કેસની બોટાદ એસીબીએ તપાસ હાથ ધરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતાં.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના ધારડી ગામે રહેતા પરેશભાઇ ચુનીલાલ જાનીએ ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી હતી કે ત્રાપજ પીજીવીસીએલ સબ ડિવીઝનના નાયબ ઇજનેર રાજેશ રમણલાલ શેઠએ થોડા દિવસ પૂર્વે વાડીમાં ચેકીંગ કરતા પોતાની વાડીના કુવાની મોટર સાથે વીજ જોડાણ આપ્યું હોવાનું મળી આવતા મોટો દંડ નહીં કરવા અને લોડ વધારી આપવા પેટે ૨૦ હજારની લાંચ માગી હતી અને રકઝકના અંતે ૧૧ હજાર નક્કી કર્યા હતાં.

ઉક્ત ફરિયાદના આધારે ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોના પી.આઇ. સ્ટાફના એ.એસ.આઇ. સતીષભાઇ ચૌહાણ, અરવિંદભાઇ વંકાણી, કમલેશભાઇ સહિતના સ્ટાફે ત્રાપજ વીજ કચેરીમાં ટ્રેપ ગોઠવી ફરિયાદીને રૂપિયા આપવા મોકલતા નાયબ ઇજનેર રાજેશ શેઠે રૂા.૧૧ હજાર લાંચની રકમનો સ્વીકાર કરતા રંગેહાથ ઝડપી પાડી તેના વિરૂધ્ધ લાંચ રૂશ્વ ધારા તળે ગુનો દાખલ કર્યો હતો. ઉક્ત કેસની આગળની તપાસ બોટાદ એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે સંભાળી આજે રિમાન્ડની માગણી સાથે નાયબ ઇજનેરને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તેના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.
Tags :