રાજકોટમાં કોરોના વિસ્ફોટ, વધુ 22 કેસો સાથે માત્ર 11 દિવસમાં 200 કેસો, હોસ્પિટલો ફુલ
રાજકોટ, તા. 11 જુલાઈ 2020 શનિવાર
રાજકોટમાં કોરોનાના કેસનો બ્લાસ્ટ થયો છે અને આ મહામારી વ્યાપક રીતે ફેલાઇ ગઇ છે. જેને કારણે હવે ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવું પણ મુશ્કેલ થઈ ગયું છે.
આજે બપોર સુધીમાં ગત 19 કલાકમાં જ નવા 22 કેસો નોંધાયા છે અને આ સાથે કુલ કેસોની સંખ્યા 360 ઉપર પહોંચી છે. હજુ સાંજે બીજા નવા રિપોર્ટ બાકી છે ગંભીર વાત એ છે કે જુલાઇના માત્ર 11 દિવસમાં કેસોની સંખ્યા આશરે 200 સુધી પહોંચી છે તથા હોસ્પિટલોમાં પહેલા સિંગલ ડિઝિટમાં દર્દીઓ સારવાર હેઠળ હતા તેની જગ્યાએ માત્ર રાજકોટ શહેરમાં જ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 166 ઉપર પહોંચી જતા હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે તેમજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે અને આજે પારસ સોસાયટીમાં 70 વર્ષના વ્યક્તિનું મૃત્યુ થવા સાથે કોરોનાનું મૃત્યુ આંક 14 ઉપર પહોંચ્યો છે. મહાપાલિકાએ આ અન્વયે ફરી શહેરના કેટલાક વિસ્તારો બિલ્ડીંગ રોગાણુ મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.