Get The App

માં અન્નપૂર્ણા યોજનામાં કુટુંબોની ઓળખ માટેના ધોરણોમાં ફેરફાર

Updated: Aug 13th, 2021

GS TEAM

Google News
Google News
માં અન્નપૂર્ણા યોજનામાં કુટુંબોની ઓળખ માટેના ધોરણોમાં ફેરફાર 1 - image


- બાકી રહેલા લાભાર્થીઓનો અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવેશ કરાશે

- ગેરમાર્ગે દોરી લાભ મેળવતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે

ભાવનગર : માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણોમાં ફેરફાર કરી બાકી રહેલ લાભાર્થીઓને અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવશે. 

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના તા.૨૨/૦૭/૨૦૧૪ ના ઠરાવ અન્વયે બાબતે સરકાર દ્વારા તા.૧૩/૧૦થી નવી જોગવાઈ કરી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઠરાવવામાં આવેલ છે. માં અન્નપુર્ણા યોજનામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સંચાલિત વાજબી ભાવની દુકાનેથી ઘઉં, ચોખા અને આવશ્યક ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરાઈ છે. જે યોજનામાં કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ૪ પૈડાંનું વાહન કે યાત્રિક માછીમારીની બોટ ધારણ કરતું હોય, કુટુંબનો કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી હોય, ધોરણો ધરાવતા લાભાર્થીઓને સમાવિષ્ટ કરવાના રહેતા નથી. (સિવાય કે સરકારી કચેરી, બોર્ડ, નિગમ, અન્ય સરકારી એજન્સી, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ સહિત સબંધિત કચેરીમાં આઉટસોસગથી વર્ગ -૪ ની કામગીરી કરતા હોય), કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક રૂ.૧૦,૦૦૦/- થી વધુ આવક ધરાવતો હોય,  કુટુંબનો કોઈ પણ સભ્ય આવકવેરો કે વ્યવસાય વેરો ચુકવતો હોય, કુટુંબ પાંચ એકર કે તેથી વધુ, બે કે તેથી વધુ સિઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધારણ કરતું હોય, કુટુંબ ૭.૫ એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતું હોય તેવાં ધોરણોમાં સમાવેશ થતો હોય તેવા કોઈ લાભાર્થીઓએ માં અન્નપુર્ણા યોજના હેઠળ અરજી ન કરવા અનુરોધ કરાયો છે. તેમ છતાં તંત્રને ગેરમાર્ગે દોરીને યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થી તપાસમાં ધ્યાને આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ ભાવનગર જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.

Tags :