Get The App

આજે શહેરમાં નાગરિકતા કાનૂન જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભાજપ કાઢશે પ્રભાતફેરી

- નાગરિકતા કાનૂનની સાચી સમજ આપવા કાર્યક્રમનુ આયોજન

- વડવાથી પ્રભારફેરી નિકળશે, જશોનાથ ચોક ખાતે પૂર્ણ થશે

Updated: Jan 11th, 2020

GS TEAM

Google News
Google News
આજે શહેરમાં નાગરિકતા કાનૂન જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભાજપ કાઢશે પ્રભાતફેરી 1 - image


ભાવનગર, તા 11 જાન્યુઆરી 2020, શનિવાર

ભાવનગર શહેરમાં નાગરિકતા કાનૂન જનજાગૃતિ અભિયાન અંતર્ગત આવતીકાલે રવિવારે સવારે શહેર ભાજપ દ્વારા પ્રભાતફેરીનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાજપ અગ્રણી-કાર્યકરો સહિતના જોડાશે. 

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશ માટે ઐતિહાસિક નાગરિકતા કાનૂન અંગે કાયદો સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો જેના સમર્થનમાં રાષ્ટ્રના નાગરિકોમાં કાયદા અંગે સાચી સમજ ઉભી થાય અને જાગૃતિ આવે એ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જન સમર્થન રેલી બાદ, બૌદ્ધિક સંમેલન અને વોર્ડ સહ પત્રિકા વિતરણ રાઉન્ડ, ખાટલા બેઠકો, પોસ્ટકાર્ડ ઝુંબેશ, સહી ઝુંબેશ, મિસકોલ ઝુંબેશ, પદયાત્રાઓ, જાહેર સભાઓ, સ્કૂટર રેલી, સાઇકલ રેલી, કેન્ડલ માર્ચ બાદ આવતી કાલે તા ૧૨ જાન્યુઆરી ૨૦ને રવિવારના રોજ સવારે ૬/૦૦ કલાકે પાનવાડી ચોક ખાતેથી પ્રભાતફેરી યોજવામાં આવશે જે વડવા ના વિવિધ વિસ્તારમાં ફરી જશોનાથ ચોક ખાતે પૂર્ણ થશે. ભાવનગર મહાનગરમાં પણ ગત તા. ૨૯મી થી આવતીકાલ તા. ૧૨ જાન્યુઆરી સુધી અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હતા. 

ભાવનગર મહાનગરમાં જન સમર્થન રેલી, બૌદ્ધિક સંમેલન, અને ઘરે ઘરે પત્રિકા, ખાટલા બેઠકો, પોસ્ટકાર્ડ ઝુંબેશ, સહી ઝુંબેશ, મિસકોલ ઝુંબેશ, પદયાત્રા, જાહેર સભાઓ, બાઈક રેલી, સાઇકલ રેલી, કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજાયા બાદ પ્રભાત ફેરી શહેરના પાનવાડી ચોક ખાતે થી પ્રસ્થાન કરવામાં આવશે જે રાજાશાહી વખતનું મૂળ ગામ એવા વડવા વિસ્તારના વિવિધ ભાગમાં ફરી વાજતે ગાજતે જાંજ, પખાલ સાથે હરિભજન-કીર્તન,  કરતા કરતા જશોનાથ ચોક ખાતે સમાપન કરવામાં આવશે. આ પ્રભાતફેરીમાં શહેર ભાજપ અગ્રણી-કાર્યકર, નગરસેવક તેમજ શહેરીજનો જોડાશે. 

Tags :