Get The App

ભાવનગરના ડીઇઓ, ડીપીઓ રજા પર: બન્ને જગ્યા ચાર્જમાં

Updated: Nov 9th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગરના ડીઇઓ, ડીપીઓ રજા પર: બન્ને જગ્યા ચાર્જમાં 1 - image

ભાવનગર, તા. 09 નવેમ્બર 2019, શનિવાર

દિવાળી બાદ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી લાંબી રજા પર ઉતરી જતા આ કચેરીનો ચાર્જ બોટાદ ડીઇઓ-ડીપીઓ તરીકે ફરજ બજાવતા અધિકારીને વધારાની કામગીરી સોપાઇ છે. જોકે ચાર્જથી ચાલતા રગસીયા ગાડાની ગતી મંથર હોય તે સ્વાભાવિક છે. તો ડીપીઓની જગ્યા પણ હાલ ચાર્જમાં ચાલી રહી છે.

શિક્ષણ ક્ષેત્રે નવા નિયમો અને નવી કાર્ય પદ્ધતિ અમલી તો બનાવાઇ છે. પરંતુ તેનુ મોનિટરીંગ અને પાલન પણ એટલી જ મોટી જવાબદારી છે. ત્યારે કાયમી અધિકારી હોય તો પોતાના પૂરા પાવર સાથે નિર્ણાયક કામગીરી કરી શકાય. પરંતુ જિલ્લા શિક્ષણાધિકારીની કાયમી જગ્યા ભરાઇ તો છે. પરંતુ દિવાળી બાદ લાંબી રજા પર જતા આ જગ્યાનો ચાર્જ બોટાદ ડીપીઓને સોપાયો છે. જ્યારે બોટાદ ડીઇઓનો ચાર્જ પણ એક જ વ્યક્તિના શીરે છે. ત્યારે એકી સાથે ત્રણ-ત્રણ જગ્યાનો ચાર્જ સંભાળતા અધિકારીની કાર્યક્ષમતા કેટલી? દરેક બાબતે યોગ્ય ન્યાયિક અને સમયસર કામગીરી શક્ય નથી.

હાલ એક વખત ભાવનગર ડીઇઓમાં હાજર થયા બાદ હાજરી આપવા પણ આવી શકાતું નથી અને કામનો ભરાવો વધતો જાય છે. તો આવી જ સ્થિતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પણ છે. આ જગ્યા પણ નિશ્ચિત કરાઇ છે. પરંતુ હાલ ચાર્જમાં ગાડુ ગબડાવાઇ રહ્યું છે. જેથી નીતિ વિષયક નિર્ણયો લેવામાં અડચણો ઉભી થાય તે સ્વાભાવિક છે. આમ જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સુચારૂ વહિવટ માટે કાયમી અધિકારીઓની નિમણુક જરૂરી બની છે.

નિરીક્ષણ અહેવાલ માટેનો એકશન પ્લાન તૈયાર પણ મંજુરી બાકી

ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી દિવાળી બાદ રજા પર ઉતરતા આ ચાર્જ બોટાદમાં ડીઇઓ અને ડીપીઓ તરીકે ફરજ બજાવતા અધિકારીને સોપાયો છે. પરંતુ કામની વ્યસ્તતામાં અધિકારી એક વાર હાજર થયા હતા. પરંતુ બાદમાં શાળા નિરીક્ષણ અહેવાલ અને તપાસની કામગીરી માટે સાત એસ.વી.એસ. વચ્ચે ૧૫ ટીમો બનાવી દેવાઇ છે. જેની મંજુરી મળ્યે આ મહત્વની કામગીરી શરૂ કરાશે. પરંતુ આ મંજુરી હજુ સુધી આ ચાર્જના કારણે મળી શકી ન હોવાનું પણ ચર્ચાયું હતું.
Tags :