Get The App

સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાવનગર સિટીની ટીમની વિજયકૂચ

Updated: Nov 4th, 2019

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાવનગર સિટીની ટીમની વિજયકૂચ 1 - image
ભાવનગર, તા. 04 નવેમ્બર 2019, સોમવાર

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર સંચાલિત ખેલ મહાકુંભ 2019 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-14 બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં જુદી જુદી જિલ્લાની ટીમે ભાગ લીધો છે. આ સ્પર્ધા જીતવા આજે સોમવારે ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી હતી. આવતીકાલે મંગળવારે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે.

ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તા. 3 અને 5 નવેમ્બર દરમિયાન અન્ડર-14 ખેલ મહાકુંભની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં જિલ્લાકક્ષાની વિજેતા અને પસંદગીની ટીમ ભાગ લઈ રહી છે પરંતુ બહેનોના વિભાગમાં માત્ર 15 ટીમ ભાગ લેવા માટે આવી છે, જયારે મોટાભાગના જિલ્લાની ટીમ કોઈ કારણસર ભાગ લેવા આવી ન હોવાનુ જાણવા મળેલ છે.

આ સ્પર્ધા જીતવા આજે સોમવારે ખેલાડીઓએ એડીચોટીનુ જોર લગાવ્યુ હતુ તેથી દરેક મેચ જીતવા રસાકસી જામી હતી ત્યારે આ સ્પર્ધામાં કંઈ ટીમ વિજય મેળવે છે? તેની રાહ જોવી જ રહી. બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાવનગર સિટીની બંને ટીમે વિજય મેળવી આગેકૂચ જારી રાખી છે. હાલ ભાવનગર સિટીની બંને ટીમ મજબુત જણાય રહી છે.

આવતીકાલે મંગળવારે બાસ્કેટબોલ સ્પર્ધાની સેમી ફાઈનલ અને ફાઈનલ સ્પર્ધા રમાડવામાં આવશે. આ સ્પર્ધામાં વિજય મેળવનાર બે ટીમ રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. આ સ્પર્ધા જીતવા જુદી જુદી ટીમની ખેલાડી બહેનો ખુબ જ મહેનત કરી રહી છે ત્યારે આ સ્પર્ધામાં કંઈ ટીમ બાજી મારી જાય છે? તેની રાહ જોવી જ રહી. બાસ્કેટબોલ સ્પર્ધાને લઈ ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ દિવાળી વેકેશનના કારણે ખેલ મહાકુંભની સ્પર્ધામાં ઓછી ટીમ ભાગ લઈ રહી હોવાનુ કહેવાય છે.
Tags :