Get The App

બુધેલના પૂર્વ સરપંચના સમર્થનમાં અનશનની મંજુરી મંગાઈ

Updated: Nov 20th, 2019

GS TEAM

Google News
Google News
બુધેલના પૂર્વ સરપંચના સમર્થનમાં અનશનની મંજુરી મંગાઈ 1 - image
ભાવનગર, તા. 20 નવેમ્બર 2019, બુધવાર

ભાવનગર જિલ્લાના બુધેલ ગામના પૂર્વ સરપંચ સામે રાજકીય દબાણમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેથી આ અંગે યોગ્ય તપાસ કરી પગલા લેવા ફુલસરના રહીશે રજુઆત કરી છે. બુધેલ ગામના પૂર્વ સરપંચના સમર્થનમાં આમરણાંત અનશનની મંજુરી માંગવામાં આવી છે.

બુધેલ ગામના પૂર્વ સરપંચ, સરપંચ પર લૂંટની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ રાજકીય ઈશારે થયા હોવાનુ ફુલસરના કર્મચારીનગર વિસ્તારમાં રહેતા ભરતસિંહ ઝાલાએ આવેદન પત્રમાં જણાવેલ છે. તેઓએ ગઈકાલે આજે બુધવારે જિલ્લા કલેકટરને પૂર્વ સરપંચના સમર્થનમાં આવેદન પત્ર પાઠવ્યુ હતુ અને ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરી ન્યાય કરવા માંગણી કરી છે.

આ ઉપરાંત તેઓએ જિલ્લા કલેકટર કચેરી પાસે આમરણાંત અનશનની મંજુરી માંગી છે. શિપબ્રેકર્સ સાથે થયેલ સામાન્ય ઘટનાને ઉગ્ર સ્વરૂપ આપવામાં આવેલ છે ત્યારે તેઓ ન્યાય માટે અનશન કરશે તેમ તેઓએ જણાવેલ છે ત્યારે અનશન માટે તંત્ર મંજુરી આપે છે કે નહી? તે જોવુ જ રહ્યું.
Tags :