Get The App

સૌરાષ્ટ્રથી સુરત જતી તમામ બસો એક દિવસ વહેલી જ બંધ કરાઈ

- શ્રાવણ મહિનાનાં તહેવારો ટાણે જ બસો બંધ થતા હાલાકી

- રાજકોટથી 150 ખાનગી બસો રોજ સુરતની ટ્રીપ કરતી હતી તેને દસ દિવસની બ્રેક લાગી

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News


સૌરાષ્ટ્રથી સુરત જતી તમામ બસો એક દિવસ વહેલી જ બંધ કરાઈ 1 - imageરાજકોટ, તા. 26 જુલાઈ, 2020, રવિવાર

સુરતમાં કોરોનાનું સંક્રમણ જોખમી રીતે વધી રહયુ છે તેને ખાળવા સરકારનાં નિર્દેશથી આવતીકાલ તા. ર૭ મીથી સુરત આવતી - જતી ખાનગી અને એસટીની બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવાર મઘરાતથી જ સુરત તરફ જતી ખાનગી બસો બંધ કરી દેવામાં આવી હતી. શ્રાવણ મહિનાનાં તહેવારો આવી રહયા છે રક્ષાબંધન અને સાતમ - આઠમમાં સુરત તરફથી સોૈરાષ્ટ્ર તરફ આવવા માગતા હજારો લોકોને હાલાકી પડી રહી છે. ટ્રેન અને બસ વ્યવહાર બંને ં છે. 

સુરતનું સૌરાષ્ટ્રનું સીધુ કનેકશન છે અમરેલી અને ભાવનગરથી સૌથી વધુ બસો સુરતની દોડાવવામાં આવે છે રાજકોટથી આશરે ૧પ૦ બસો સુરતની ટ્રીપ કરે છે તેને દસ દિવસની બ્રેક લાગી જશે. રાજકોટ ખાનગી ટ્રાવેર્લ્સ એસોસિએશનનાં પ્રમુખનાં જણાંવ્યા મુજબ રાજકોટ, જામનગર અને જૂનાગઢ તરફથી સુરત તરફ આશરે ર૦૦ જેટલી ખાનગી બસો દોડી રહી છે. સુરતમાં કોરોના સંક્રમણ વધી રહયુ હોવાથી સરકારે લીધેલા નિર્ણયને ટેકો આપીને ખાનગી બસો દસ દિવસ માટે સુરત માટે દોડાવવામાં નહી આવે. 

અમરેલી સહિત સૌરાષ્ટ્રનાં ડિવિઝનોમાંથી સુરત તરફ જતી એસટી બસો રવિવારથી જ બંધ કરી દેવામાં આવી હતી. અમરેલી ડિવિઝનની ૧ર  અને રાજકોટથી ૭ બસો સુરત જતી હતી. અમરેલીથી આશરે રોજની ૧૦૦ જેટલી સ્લીપર કોચ બસો સુરત જતી હોય છે તે પણ દસ દિવસ માટે બંધ કરવામાં આવી છે. રક્ષાબંધનના તહેવાર પર સુરતથી સોૈરાષ્ટ્ર તરફ આવવા માગતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમને ખાનગી કાર સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહી.

Tags :