FOLLOW US

કોબડી ટોલનાકે ટ્રકની અડફેટે યુવાનનું મોત

Updated: May 25th, 2023


રિવર્સમાં લેતા બુથ સાથે ટ્રક ભટકાયો

ઉનાના લેરકા ગામનો અપરિણીત યુવાન ફરવા માટે નીકળ્યો હતો

ભાવનગર: ભાવનગર તાલુકાના કોબડી ગામે આવેલ ટોલનાકા ખાતે ટ્રકની અડફેટે લેરકા ગામના યુવાનનું મૃત્યુ થયું હતું.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામે રહેતા અપરિણીત યુવાન જગાભાઈ ભીમાભાઈ સોલંકી ગઈકાલે બુધવારે બપોરના સમયે ઘરેથી ફરવા જવાનું કહીં ટ્રક નં.જીજે.૩૧.ટી.૧૬૨૨માં ભાવનગર તરફ આવી રહ્યા હતા. ત્યારે કોબડી ટોલપ્લાઝા ખાતે પહોંચતા ટ્રકના ચાલકે પુરપાટ ઝડપે અને માણસોની જિંદગી જોખમાય તે રીતે ટ્રકને રિવર્સમાં લઈ ટોલનાકાના બુથ સાથે ભટકાડતા જગાભાઈ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેઓનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનોને જાણ કરી મૃતદેહને ભાવનગર સર ટી.હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજ રૂમમાં રખાયા બાદ થતાં પરિવારજનો ભાવનગર આવતા મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું હતું. બનાવ અંગે મૃતકના મોટાભાઈ બીજલભાઈ ભીમાભાઈ સોલંકી (ઉ.વ.૪૬, રહે, લેરકા, તા.ઉના)એ ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે આઈપીસી ૨૭૯, ૩૦૪એ, એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat
IPL-2023
Magazines