મહુવાના ભવાની મંદિરના દરિયા કાંઠે ચાર કરોડના ખર્ચે સી-વોલ બનશે
- ભાવિકોની સુરક્ષા અને સલામતી માટે
- પાણીના પછડાટથી ધોવાતો કાંઠો સુરક્ષીત બનાવવા સર્વે થયો અને હવે કામનું ખાતમુહુર્ત થયું
મહુવા,31 ડીસેમ્બર 2019 મંગળવાર
મહુવાના ભવાની મંદિર દરિયા કાંઠાને સ્ર્ક્ષીત બનાવવા કરોડોના ખર્ચે સી-વોલ માટે એક વર્ષ પૂર્વે સર્વે કામગીરી હાથ ધરાઈ હતી અને તાજેતરમાં કામ માટે ખાતમુહુર્ત કરાયું છે. આ કામમાં ૩૦ કિકિલોથી ૬૦૦ કિલો સુધીના પથ્થરોનો ઉપયોગ કરાશે.
સૌરાષ્ટ્રના અન્ય દરિયાકાંઠાની જેમ મહુવા તાલુકાના કતપર ગામે આવેલ ભવાની માતાના મંદિર વિસ્તારમાં કાંઠા ધોવાણની ઘણી જ લાંબા સમયથી સમસ્યા છે. દરિયાના ધોવાણને કારણે કુદરતી સૌંદર્ય પણ ધીમે ધીમે સ્સ્તરતું જતું હતું અને મંદિર પણ ધોવાણના ખતરાથી બાકાત રહી શકે તેમ ન હતું આ કાંઠા ધોવાણને અટકાવવા માટે આ કામ રૂા. ૩૮૦.૩૯ લાખ (૩ કરોડ એંસી લાખ)ના ખર્ચે કરવામાં આવનાર છે. જેથી ધોવાણની સમસ્યાને આગળ વધતી અટકાવી શકાય અને મંદિરે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓને તેનો લાભ મેળવી શકે અને મંદિરના નીચેનો ભાગ ધોવાણ અટકશે.
સેન્ટરલ વોટર એન્ડ પાવર રીસર્ચ સ્ટેશન પુનાના અધિકારીઓ દ્વારા જાન્યુઆરી ૨૦૧૯માં સ્થળ મુલાકાત લઈ સર્વે કરવામાં આવેલ અને તેના દ્વારા પ્રોવાઈડીંગ કોસ્ટલ પ્રોટેકશન સી-વોલ કોમ્પેટ ઈરોઝન એટ ભવાની ટેમ્પલની કામની ડીઝાઈન આપવામાં આવેલ. આ પ્રોટેકશન વર્કની કુલ લંબાઈ ૩૫૦ અને તેના જીઓફેબ્રીક ફીલટર તરીકે ૦.૧૫ મી. જાડાઈનું ૫ એમ.એમ. ગ્રીટની નાયલેન બેગનો ઉપયોગ થશે તેમજ આમર લેયર તરીકે ૦.૫ ટનનટ્ટેટ્રાપોકનો ઉપયોગ થશે તદુપરાંત ૬૦૦-૮૦૦ કીગ્રા ૧૦૦-૨૦૦ કિલો ૩૦થી ૫૦ કિગ્રા વજનના પથ્થરોનો ઉપયોગ થશે અને આ કામ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે.
આ આયોજનનું ખાતમુહુર્ત તા. ૨૯-૧૨ને રવિવારે મહુવા વિસ્તારના ધારાસભ્ય આર.સી. મકવાણા, જિલ્લા પંચાયતના ચેરમેન, એક્ઝીક્યુટીવ એન્જીનીયર, ભવાની મંદિર ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટીઓ કતપર ગ્રામ પંચાયત કેતનભાઈ જાદવની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું.