Gujarat

350 લીટર દેશી દારૃ ભરેલી રીક્ષા ઝડપાઈ

By GS Team
20 Mar 20221 min read
This article was originally published on 20 Mar 2022
350 લીટર દેશી દારૃ ભરેલી રીક્ષા ઝડપાઈ

ચોટીલા તાલુકાનાં ગુંદા - ફુલઝર રોડ ઉપર 

ચોટીલા તાલુકાના ગુંદા - ફુલઝર રોડ ઉપર નાની મોલડી પોલીસની ટીમે વોચ ગોઠવીને ૩૫૦ લીટર દેશી દારૃ ભરેલી રીક્ષા સાથે એક શખ્સને ઝડપી લઈને ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરેલ હોવાનું જાણવા મળે છે.

આ અંગે જાણવા મળતી વિગત એવા પ્રકારની છે કે, નાની મોલડી પોલીસના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે ગુંદા ગામથી ત્રણ કિ.મી. દૂર જીવાપર ગામના રસ્તા ઉપર વોચ ગોઠવીને ઓટો રીક્ષા નંબર જીજે. ૧૩ ડબલ્યુ - ૪૮૭૫ ને અટકાવી ભાગવાનો પ્રયાસો કરતા રીક્ષા ચાલક રાજકોટના અશ્વીન ઉર્ફે અજય ધનસુખભાલ ચૌહાણને ઝડપી લીધો હતો. તથા રીક્ષાની તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટીકની કોથળીઓમાંથી ભરેલ રૃા. ૭૦૦૦ ની કિંમતનો ૩૫૦ લીટર દેશી દારૃ મળી આવેલ હતો. રીક્ષા ચાલકની પુછપરછમાં આ દેશી દારૃ ખેરાણા ગામના જગુભાઈ કાઠી અને વિજયભાઈ કાઠીએ ભરી આપેલ હોવાનું જણાવતા પોલીસે  રૃા. ૪૭,૦૦૦ નો મુદામાલ કબજે કરીને રીક્ષા ચાલક સહીત ત્રણેય સામે ગુનો દાખલ કરેલ હોવાનું જાણવા મળે છે.