ખંભાળિયા, તા. ૨૯ જુલાઈ, ૨૦૨૦, બુધવાર
ખંભાળિયામાં દિવસના સમયમાં ભારે ટ્રાફિકથી વ્યસ્ત રહેતા પોસ્ટ ઓફિસ રોડ પર આવેલી એક્સિસ બેન્કના એટીએમમાં ગતરાત્રીના આશરે પોણા અગિયારેક વાગ્યાના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતાં દોડધામ વ્યાપી ગઈ હતી.: ફાયર સ્ટાફે તાત્કાલિક આગને કાબૂમાં લીધી
સંભવત: ઈલેક્ટ્રીક સકટ થવાના કારણે એટીએમના એ.સી. જેવા ઉપકરણમાં આગ લાગી હતી. જોકે થોડી જ વારમાં નગરપાલિકાના ફાયર સ્ટાફે સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ વધુ પ્રસરે તે પહેલાં જ તુરંત આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આ ઘટનામાં ચલણી નોટો કે કોઈ મોટું નુકસાન ન થયું હોવાનું જાણવા મળે છે. જો કે થોડો સમય આસપાસના રહીશોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું.


