ખાનગી બેંકના એટીએમમાં આગના છમકલાંથી દોડધામ
- ખંભાળિયાના પોસ્ટ ઓફિસ રોડ પર
- આસપાસના રહીશોમાં ભયનું મોજું પ્રસરી ગયું
ખંભાળિયા, તા. ૨૯ જુલાઈ, ૨૦૨૦, બુધવાર
ખંભાળિયામાં દિવસના સમયમાં ભારે ટ્રાફિકથી વ્યસ્ત રહેતા પોસ્ટ ઓફિસ રોડ પર આવેલી એક્સિસ બેન્કના એટીએમમાં ગતરાત્રીના આશરે પોણા અગિયારેક વાગ્યાના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતાં દોડધામ વ્યાપી ગઈ હતી.: ફાયર સ્ટાફે તાત્કાલિક આગને કાબૂમાં લીધી
સંભવત: ઈલેક્ટ્રીક સકટ થવાના કારણે એટીએમના એ.સી. જેવા ઉપકરણમાં આગ લાગી હતી. જોકે થોડી જ વારમાં નગરપાલિકાના ફાયર સ્ટાફે સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ વધુ પ્રસરે તે પહેલાં જ તુરંત આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આ ઘટનામાં ચલણી નોટો કે કોઈ મોટું નુકસાન ન થયું હોવાનું જાણવા મળે છે. જો કે થોડો સમય આસપાસના રહીશોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું.