Updated: Mar 17th, 2023
- આજે ધો. 12 માં ભુગોળ અને સેક્રેટીયલ પ્રેક્ટીસ તો વિ.પ્ર.માં જીવવિજ્ઞાન
- સીસીટીવી કેમેરાની દેખરેખથી ચોરીના દુષણને બ્રેક, ચોથા દિવસે પણ કોઇ ગેરરીતિ નહીં
મળતી વિગતો મુજબ બોર્ડની ચાલી રહેલ પરીક્ષામાં ધો.૧૦માં ગઇકાલે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હતું તો આજે બેઝીક ગણિતનું પેપર પુછાયું હતું જેમાં ૩૨૬૭૬ વિદ્યાર્થીમાંથી ૮૪૮ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં તો ધો.૧૨ સા.પ્ર.માં અર્થશાસ્ત્રના પેપરમાં ૧૨૬૭૨માંથી ૧૨૫૧૪ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૫૮ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં. આમ સતત ચોથા દિવસે પણ કોઇ ગેરરીતિ નોંધાવા પામી ન હતી તો ભાવનગરમાં બે ફલાઇગ સ્ક્વોર્ડ દ્વારા પણ વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવાઇ હતી. ઉપરાંત સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓની પણ દેખરેખ રહી હતી. જ્યારે સંપૂર્ણ પરીક્ષા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજાઇ રહી છે અને વિદ્યાર્થીઓ પણ શાંતિમય રીતે પરીક્ષા આપી રહ્યા હોવાનું કન્ટ્રોલ રૂમે જણાવ્યું હતું.
તો બોટાદ જિલ્લામાં ધોરણ ૧૦માં ગણિત (બેઝીક) વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ ૯૦૭૨ વિદ્યાર્થીઓ પૈકી ૮૯૦૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતાં. જ્યારે ૧૬૫ વિદ્યાર્થીઓની તેમાં ગેરહાજરી નોંધાઇ હતી. બપોરે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ ૫૫૫૩ વિદ્યાર્થીઓ પૈકી ૫૪૯૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા જ્યારે ૫૭ વિદ્યાર્થીઓની તેમાં ગેરહાજરી નોંધાવા પામી હતી.