ધો.12 આંકડાશાસ્ત્રની પરીક્ષામાં 76 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા
આજે ધો.10માં બેઝીક ગણિત અને ધો.૧૨માં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવાશે
ભાવનગર: બોર્ડની ચાલી રહેલ પરીક્ષામાં આજે ત્રીજા દિવસે ધો.૧૦માં સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં ૩૪, ધો.૧૨ ઇતિહાસમાં ૩૩, આંકડાશાસ્ત્રમાં ૭૬ તો રસાયણ વિજ્ઞાાનમાં ૪૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હોવાનું જણાયું છે.
કેમેરાની સતત દેખરેખ હેઠળ ચાલી રહેલી બોર્ડની પરીક્ષા એકંદરે શાંતિમય માહોલમાં લેવાઇ રહી છે. આજે ધો.૧૦માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હતું જેમાં એમ.સી.ક્યુ. ટ્વીસ્ટ કરાયા હતાં. આ પરીક્ષામાં ૨૯૪૩ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી તો ૩૪ ગેરહાજર રહ્યા હતાં. ધો.૧૨માં ઇતિહાસના પેપરમાં ૬૫૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ૩૩ ગેરહાજર રહ્યા હતાં. તો બપોરની સેશનમાં ધો.૧૨માં આંકડાશાસ્ત્રના પેપરમાં ૬૮૦૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી તો ૭૬ ગેરહાજર રહ્યા હતાં. જ્યારે વિજ્ઞાાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાાનના પેપરમાં ૫૫૯૯માંથી ૫૫૫૮ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી અને ૪૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં.