Get The App

રાજકોટ જિ.માં 53, જુનાગઢમાં 40 સહિત સૌરાષ્ટ્રમાં વધુ 127ને કોરોના

- જામનગરમાં ૨, રાજકોટમાં ૨, અને હળવદના એક દર્દીનું મોત

- જુનાગઢ ભાજપના કોર્પોરેટરને કોરોના, ગોંડલ પંથકમાં 11 કેસો, મોરબી,અમરેલીમાં 6-6,જામનગર 16 કેસા

Updated: Jul 16th, 2020

GS TEAM

Google News
Google News
રાજકોટ જિ.માં 53, જુનાગઢમાં 40 સહિત સૌરાષ્ટ્રમાં વધુ 127ને કોરોના 1 - image


રાજકોટ, તા. 16 જુલાઈ, 2020, ગુરૂવાર

કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ફૂલ થઈ રહી છે, નવી નવી કોવિડ હોસ્પિટલો બની રહી છે અને કેસોની સાથે મૃત્યુનું પ્રમાણ તથા સારવાર લેતા દર્દીઓમાં ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજકોટ જિલ્લામાં ગઈકાલે ૬૦ પછી આજે શહેરમાં ૨૬ અને જિલ્લામાં ૨૭ સહિત ૫૩ કેસો નોંધાયા હતા અને બે દ ર્દીઓના મોત નીપજ્યા છે તો જુનાગઢમાં ગઈકાલે ૪૫ બાદ આજે વધુ ૪૦ કેસો નોંધાયા હતા. જામનગરમાં આજે વધુ ૧૬ કેસ સાથે બે દર્દીઓના  મોત નીપજ્યા હતા. સૌરાષ્ટ્રમાં આજે છના મૃત્યુ ઉપરાંત ૧૨૭ કેસો નોંધાયા હતા.

રાજકોટમાં લક્ષ્મીવાડી-૭, ન્યુ પરસાણાનગર જામનગર રોડ, આર્યલેન્ડ રેસીડેન્સી, ભગવતીપરા-૧, કોઠારીયા મેઈનરોડ, નહેરૂનગર રૈયારોડ, સોનીબજાર, મારૂતિનગર મેઈનરોડ હૂડકો, જલારામ સોસાયટી મવડી રોડ, કાલાવડ રોડ જ્યોતિનગર, અક્ષરનગર-૨, કોઠારીયા કોલોની, ગુણાતીતનગર-૨ રીંગરોડ, આલાપ એવન્યુ પાછળ કેસરી નંદન એપા., હંસરાજનગર-૧, બજરંગવાડી પાસે શીતલપાર્ક-૪, નાનામવા રોડ પર વિવિધ કર્મચારી સોસાયટી, પેલેસરોડ પર વર્ધમાનનગર-૨, મારૂતિનગર એરપોર્ટ રોડ, પારીજાત રેસીડેન્સી-બ્લોક ૧૨૪, , પીપળીયા હોલ સામે હસનવાડી, અમરનાથ સોસાયટી-૧૩, રેલનગરમા સમર્પણપાર્ક, અમીનમાર્ગ પર પર્ણકુટિર સોસાયટી-૧, જામનગર રોડ પર પરસાણાનગર અને લક્ષ્મીવાડી મેઈનરોડ સહિત લત્તાઓમાં ૨૬ કેસો સાથે કૂલ કેસોની સંખ્યા ૫૦૨ ઊપર પહોંચી છે. જેમાં હોસ્પિટલમાં ૨૩૪ સારવાર હેઠળ છે. 

ગોંડલ તાલુકામાં આજે ૧૧ કેસો નોંધાયા છે જેમાં ગોંડલમાં ૯, ભોજપરા અને બંધિયા ગામે એક એક, તો જસદમાં ૩ અને રાજાવડલા,સાણથલી સહિત  તાલુકામાં ૫ કેસો,  લોધિકા તા.માં ૨, અને રાજકોટ તાલુકામા માલિયાસણ અને ખારચીયાંમાં ૨,  જેતપુર, ધોરાજી, જામકંડોરણા વગેરે વિસ્તારમાં કેસ નોંધાયા છે. કોટડાસાંગાણીમાં પણ વધુ ત્રણ પોઝીટીવ કેસ આવેલ છે.

મોરબી જિલ્લામાં આજે વધુ ૬  કેસો  સાથે હળવદના ધનાળા ગામના વૃધ્ધનું મૃત્યુ થયું છે. મોરબીના શિવનગર, પંચવટી, શનાળા રોડ કાયાજી પ્લોટ વાંકાનેરની અરૂણોદય સોસાયટી વગેરે વિસ્તારમાં નવા કેસો આવ્યા છે. 

જામનગરમાં કોરોનાની સારવાર લેતા જામજોધપુરના  વસંતપુર ગામના સાકરબેન ભાલોડીયા ૯૦ વર્ષના વૃધ્ધા અને ધ્રોલના મેમણચોકમાં રહેતા ૬૫ વર્ષના બાનુબેન દાઉદભાઈ નાગાણીના આજે મોત નીપજ્યા હતા.  આજે જિલ્લામાં વધુ ૧૬ કેસો નોંધાયા છે તેમાં સિક્કા, જામજોધપુર, જામનગરની મુરલીધર સોસાયટી,આનંદ કોલોની, સ્વામિનારાયણ નગર, કાજીનો ચકલો વિસ્તાર, યોગેશ્વર ધામ, નંદનવન રણજીતસાગર રોડ, ખોડીયાર કોલોની, પટેલ કોલોની, હરિયા કોલેજ માર્ગ, રણજીત સાગર રોડ, પટેલ કોલોની વગેરે વિસ્તારમાં કેસો આવ્યા છે. 

જુનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે  કોરોનાનો રાફડો ફાટયો હતો જેમાં ભાજપના નગરસેવક રાજુભાઈ નંદવાણી સહિત ૪૦ને કોરોનાનો ચેપ લાગ્યાનું નિદાન થયું છે. શહેરના રેલવે સ્ટેશન, રાધાનગર, શાંતિનિકેતન સોસાયટી, આદર્શ નગર, નાગરવાડા, રાધાનગર, બિલખા રોડ, સાંઈબાા સોસાયટી, ઝાંઝરડા રોડ,  ઉપરાંત જિલ્લામાં વડાળ, બગડુ, બેલામાં કેસ આવ્યા છે.

માણાવદર પંથકમાં શહેરમાં  ૬ સહિત તાલુકામાં એક સાથે ૧૩ કેસો આવ્યા  છે. લીંબુડામાં ૩, પાજોદ, જાબુડા,  જ્યારે કેશોદના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, જુના કુંભારવાડા, પ્રજાપતિ સોસાયટી, ૬૬ કેવી રોડ, આલાપ કોલોની, બાલાગામ, પાડોદર, અગતરાયમાં ૧૦ કેસો આવ્યા છે. વિસાવદરના જીવાપરા, ભેંસાણના પરબવાવડી, સરદારપરા, માળિયા હાટીના તાલુકામાં નવા કેસો આવ્યા છે. 

અમરેલી જિલ્લામં આજે બગસરામાં ૨,  ધારી, લાઠી,  સાવરકુંડલા, જાફરાબાદમાં એક એક મળી ૬ કેસો નોંધાયા છે. 

તલાલા શહેરમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે, સુરતથી આવેલા ૫૯ વર્ષના પ્રૌઢને કોરોના રિપોર્ટ આવ્યો છે તો દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં વેરાડ ગામે રહેતા ૫૦  વર્ષના આદેડનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

Tags :