FOLLOW US

34 સ્પર્ધામાં ભાગ લેવા યુનિ.ની 102 કોલેજોમાંથી 44 ની હાજરી

Updated: Sep 20th, 2022


- યુવા કલાકારોને યુવક મહોત્સવ પ્લેટફોર્મ આપે છે

- ટુંકા સમયકાળમાં પણ રજુ થતી કૃતિઓ અદ્ભુત, તમામ કોલેજ-ભવનોએ પૂર્વ તૈયારી કરવી જરૂરી, નાટય મંચ પર સુંદર નાટયકૃતિઓ ભજવાઈ

ભાવનગર : એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં આંતર કોલેજ યુવક મહોત્સવ અમૃતરંગ યુવા ઉર્જા મહોત્સવ હાલ ચાલી રહ્યો છે અને એક પછી એક ઈવેન્ટ વિવિધ મંચ પરથી પ્રસ્તુત થઈ રહી છે ત્યારે યુવાનો અને કોલેજયનોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે. પરંતુ આ યુવક મહોત્સવમાં ભાગ લેવાની નિરસતા દેખાઈ રહી છે ત્યારે આ પ્લેટ ફોર્મ પૂર્ણ કરવા વિવિધ કોલેજો અને સંસ્થા ભવનોએ પણ કમર કસવી અનિવાર્ય બની છે.

૩૦મા આંતર કોલેજ યુવક મહોત્સવમાં બે વર્ષનાં અંતરાય બાદ ૪૪ કોલેજોએ પાર્ટીસીપેટ કર્યું છે. જેમાં કુલ ૩૪ સ્પર્ધામાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ વ્હેચાયા છે. યુથ ફેસ્ટીવલ આવતા જ કેમ્પસની રોનક બદલાય છે અને આ માહોલ માત્ર ત્રણ દિવસનો જ સિમિત રહેશે પરંતુ જો સહિયારો પ્રયાસ થાય તો આ માહોલ પાંચથી સાત દિવસનો પણ બની શકે. જે માટે યુનિ.ની સાથો સાથ કોલેજ ભવનોએ પણ કમર કસવી જરૂરી છે. વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ તો છે પરંતુ તેને યોગ્ય સમયે પ્લેટફોર્મ મળે તે મહત્વનું છે. ચાલુ વર્ષે ઘણી કોલેજોએ ભાગ નથી લીધો જેની પાછળ પ્રેકટીસનો પુરતો સમય ન મળ્યો હોવાનું અને હારની બીક પણ ઘરકરી હોવાનું જણાયુ છે. સ્થાનિક કોલેજ-સંસ્થાઓઓ આવા ટુંકા સમયને જોતા વર્ષભરમાં પોતાની અલગ કૃતિઓ પ્રત્યે સજાગ રહી તૈયાર કરતા રહેવા પણ સુચનો થયા છે. જેથી દરેક ક્ષેત્રે પછી તે નાટય, કલા કે સાહિત્ય હોય તે હરહંમેશ તૈયાર જ હોય અને આ પ્લેટફોર્મ ઉપરથી ઘણા કલાકારો ટીવી કે સિનેમાના પડદા પર પોતાનું નામ બનાવી શક્યા છે. જ્યારે પ્રેક્ષકોમાં પણ યુનિવર્સિટી દ્વારા ઓપન ફોર ઓલ હોય છે. જેથી ભાવનગરની અન્ય કલાપ્રેમી જનતાને પણ કાર્યક્રમ નિહાળવા પુરતી વ્યવસ્થા યુનિ. દ્વારા કરાઈ છે. આજે સવારથી શરૂ થયેલ એકાંકી સ્પર્ધામાં પ્રસ્તુત થયેલ કૃતિઓએ પણ સંવેદનાના તાર જણજણાવી દીધા હતા. જ્યારે સમુહગીત, લોકવાદ્ય, લોકગીત, દુહા-છંદમાં પ્રેક્ષકો ડોલી ઉઠયા હતા. તો પેસ્ટર મેકીંગ, ક્લે મોડલીંગ, કાર્ટુનીંગની હરીફાઈમાં કલાનાં ઓજસ પથરાયા હતા. શોર્ટ ફિલ્મ અને પ્રશ્ન મંચમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પણ મર્યાદીત જો દરેક કોલેજ દરેક ઈવેન્ટમાં ભાગ લે તો નિર્ણાયકો માટે નિર્ણય કરવો મુશ્કેલ થઈ પડે તેવી સ્થિતી સર્જાય પરંતુ હાલ અગાઉ જણાવ્યું તેમ ગણી ગાંઠી કૃતિઓએ યુથ ફેસ્ટીવલનું નબળુ પાસુ રહ્યું છે.

યુવક મહોત્સવના આવન-જાવન માટે ફ્રી રીક્ષાની સુવિધા

યુવક મહોત્સવમાં એક મંચથી બીજા મંચ સુધી કલાકાર ટીમ મેનેજરો અને વિદ્યાર્થીઓને કેમ્પસમાં લાવા-લઈ જવા આ વર્ષે રીક્ષાની સુંદર વ્યવસ્થા ગોઠવી છે. જો કે ઘણા વિદ્યાર્થી આ વ્યવસ્થાથી અજાણ રહેતા એક મંચથી બીજા મંચ માટે પગપાળા ચાલી જતા નજરે ચડયા હતા. જ્યારે યુનિ. દ્વારા આ ફ્રી સેવા અપાય છે. તેની જાહેરાત પણ તબક્કાવાર કરવી અને તે અંગેની સુચના જાહેરમાં મુકવી જરૂરી બની હોવાનું જણાયું છે.

અટલ ઓડીટોરીયમનું એસી અને માઈક બંધ હાલતમાં

૩૦મા યુવક મહોત્સવની જાહેરાત સાથે સ્ટેજ સજાવટ અને તેની પુરતી તૈયારીઓ યુનિ. દ્વારા હાથ ધરાતી હોય છે અને આવા વાર્ષિક કાર્યક્રમ માટે લાખોના ખર્ચે અટલ ઓડીટોરીયમ ઉભુ કરાયું છે. પરંતુ હાલ આ ઓડીટોરીયમમાં ફીટ કરાયેલ અદ્યતન માઈક સુવિધા અને એરકંડીશન બંધ હાલતમાં હોય પ્રેક્ષકો અને કલાકારોને અગવડતા ભોગવવી પડી હતી. 

Gujarat
English
Magazines