જિલ્લામાં વધુ 11.86 લાખની વીજચોરી ઝડપી પાડતી વીજ ટીમ
- મામસા, ઘોઘા અને ચિત્રા સબ ડિવિઝનના વિસ્તારમાં ચેકીંગ
- 503 માંથી 87 કનેક્શનમાં પાવર ચોરી મળી આવી
ભાવનગર, તા.29 નવેમ્બર 2019 શુક્રવાર
ભાવનગર પીજીવીસીએલની ટીમોએ આજે શુક્રવારે જિલ્લામાંથી વધુ ૧૧.૮૬ લાખની વીજચોરી ઝડપી પાડી હતી. ચેકીંગમાં ગયેલી ટીમોએ ૫૦૩ કનેક્શનમાંથી ૮૭ કનેક્શનમાં પાવર ચોરી પકડી પાડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પીજીવીસીએલની ૩૨ ટીમો આજે શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે મામસા, ઘોઘા અને ચિત્રા સબ ડિવિઝનના નારી સહિતના ગામો ખાતે પાવર ચોરી પકડવા માટે ચેકીંગ અર્થે દોડી ગઈ હતી. વીજ ટીમોએ આ તમામ સ્થળોએ વીજ ટીમે ૫૦૩ વીજ કનેક્શન ચેક કર્યો હતો. જેમાંથી ૮૭ ગ્રાહકો પાવર ચોરી કરતા મળી આવતા તેમને રૂ.૧૧.૮૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ આ કામગીરી શરૂ રાખવામાં આવશે તેમ પીજીવીસીએલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.