સફાઈ કામદારના બંધ મકાનમાંથી 1.43 લાખના મુદ્દામાલની ચોરી

Updated: Jan 24th, 2023


ભગવતીપરાની સુખસાગર સોસાયટીમાં રહેતા

તસ્કરો હોમ થિયેટરટીવી અને ગેસનો બાટલો પણ ઉપાડતા ગયા

રાજકોટ :  ભગવતીપરાની સુખસાગર સોસાયટી શેરી નં.૬માં રહેતા અને મનપામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા પવનભાઈ પ્રવિણભાઈ પરમાર (ઉ.વ.૪ર)ના મકાનમાંથી તસ્કરો રૃા.૧.૪૩ લાખની મત્તા ચોરી કરી ગયાની બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જેમાં પવનભાઈએ જણાવ્યું છે કે ગઈ તા.૧૭ના રોજ સાંજે પરિવાર સાથે રાજસ્થાનના નસીરાબાદ સગાના વાસ્તુના પ્રસંગે ગયા હતા. પ્રસંગ પુરો કરી ગઈ તા.રરમીએ સવારે ઘરે આવ્યા ત્યારે ટીવીના સ્ટેન્ડનો નીચેનો દરવાજો ખુલ્લો હતો. સ્ટેન્ડ પરથી ટીવી અને હોમ થિયેટર ગાયબ હતા. પરિસ્થિતી પામી જતા કિચનમાં સંતાડીને રાખેલા બોક્ષમાં જોતાં સોના-ચાંદીના દાગીના અને રોકડા રૃપિયા દેખાયા ન હતા.

સોનાના દાગીનામાં ૪ બુટી, ૪ બુટીની લટ, ચાંદીના સાંકળા અને રોકડા રૃા.૧પ હજાર હતા. આ ઉપરાંત તસ્કરો ગેસનો બાટલો અને મિક્ષ્ચર પણ ચોરી ગયા હતા.  બી-ડીવીઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે.

જૂના મોરબી રોડ ઉપર મહાશકિત પાર્કમાં રહેતા દિનેશભાઈ મોહનભાઈ જેઠા (ઉ.વ.૪પ) ગઈ તા.૧૯ના રોજ મુદ્રાથી ભંગારની ટ્રક ભરી રાજકોટ આવ્યા હતા. માંડા ડુંગર પાસે ટ્રક ખાલી કરી ઘર નજીક પાર્ક કર્યો હતો. ટ્રકમાંથી તસ્કરો ર ટાયર, ર વ્હીલ પ્લેટ મળી કુલ રૃા.૩૯ હજારના સામાનની ચોરી કરી ગયાની બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

    Sports

    RECENT NEWS