For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોસાદને છેવટે મીગની ઉઠાંતરીમાં સફળતા મળી .

Updated: Nov 23rd, 2022


- ત્રણ-ત્રણ પ્લાન ફ્લોપ ગયા પછી પણ મિશન પડતું નહીં મુકનાર

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ (ભાગ-૩)

- ઈરાકી એરફોર્સના કિશ્ચિયન પાઈલોટને મોસાદની રૂપાળી જાસૂસે માયાજાળમાં ફસાવ્યો

- પાઈલોટ મુનીર ઈરાકથી મીગ-21 ઉડાડી સીધો ઈઝરાયલના એરપોર્ટ પર લઈ ગયો

ત્યાંના એક મેરોનાઇટ ક્રિશ્ચિયન પરિવારને યહૂદી કોમનો આ નાનકડો કિશોર એટલો બધો ગમી ગયો કે એ પરિવારે તેને દત્તક લઇ લીધો. વેપાર- ધંધાવાળા મોટા કુટુંબમાં તેનો સારીરીતે ઉછેર થવા માંડયો. જોસેફ નામનો આ યહૂદી કિશોર બહુ ભણ્યો તો નહીં પરંતુ તેની કામ કરવાની ક્ષમતા, તેની ધગશ અને કૌશલ્યને કારણે ક્રિશ્ચિયન પરિવારમાં તે બધાનો લાડકો બની ગયો.

ઘરમાં બધા તેના તરફ અહોભાવની નજરે જોતા અને વર્ષો વીતતા ઘરમાં તેનું માનપાન પણ વધતું ગયું.

પરંતુ એક દિવસ ઘરના ક્રિશ્ચિયન વડીલ સાથે કોઇ કારણસર વિવાદ થતાં વાત ધાર્યા કરતાં વધારે વણસી ગઇ. ક્રિશ્ચિયન વડીલે પણ ગુસ્સાના આવેશમાં જોસેફને હડધૂત કરતાં કહ્યું, અમારા પરિવારના સપોર્ટ વગર અહીં રહેવાની તારી હેસિયત શું છે?

ક્રિશ્ચિયન વડીલના  આવા આકરા વેણ સાંભળી મૂળે યહૂદી એવા જોસેફને જબ્બર આઘાત લાગતા તે મનોમન ભયંકર ગુસ્સે ભરાયો. જિન્દગીના ચાર-ચાર દાયકાથી જે.પરિવારમાં રહીને પોતે ઉછર્યો હતો અને જે પરિવારનો તે મહત્વનો હિસ્સો બની ગયો હતો તેના જ એક વડીલ સભ્યે તેની સાથે કરેલા હડધૂતભર્યા વર્તાવથી જોસેફને પોતાનું યહૂદીપણું યાદ આવી ગયું. એણે વિચાર્યું પોતે ભલે આટલા વર્ષો ક્રિશ્ચિયન કુટુંબમાં ઉછર્યો પણ અસલમાં તે પોતે યહૂદી જ છે ને..! આંગળીથી નખ વેગળા તે વેગળા જેવો ઘાટ છે, આ તો.. પારકાપણાની આ કારમી વેદનાએ તેને વિચાર કરતો કરી મુક્યો.

યહૂદીઓની માતૃભૂમિ ઇઝરાયલ. ક્રિશ્ચિયન પરિવારમાં થયેલા અપમાનના કારણે જોસેફ હવે પોતાની મૂળ માતૃભૂમિ ઇઝરાયલના વિચારોમાં સતત ખોવાયેલો રહેવા માંડયો.

આ જોઇને ક્રિશ્ચિયન કુટુંબના અન્ય કેટલાક સભ્યોએ પેલા વડીલ વતી સોરી કહીને વાત વાળી લેવાની કોશિશ કરી હતી પણ અપમાનનો ઝટકો જોસેફના મનમાં ઊંડે સુધી ઘા કરી ગયો હોવાથી જોસેફના મનમાં ઇઝરાયલ માટે કંઇક કરી છૂટવાની પ્રબળ તમન્ના જાગી ઊઠી હતી અને એટલે જ મોસાદના જાસૂસોનો સામે ચઢીને તેણે સંપર્ક સાધવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન તેને ખાનગી રાહે બાતમી તો મળી જ ગઇ હતી કે ઇઝરાયલના જાસૂસો મીગ-21 ફાઇટર પ્લેનના એકાદ પાઇલોટને મળવા માંગે છે.

જોસેફે આ તક ઝડપી લીધી. જે મેરોલાઇટ ક્રિશ્ચિયન કુટુંબે તેને દત્તક લઇને ઉછેર્યો હતો તે કુટુંબનો જ એક યુવાન ઇરાકી એરફોર્સના મીગ-21 ફાઇટર પ્લેનનો પાઇલોટ હતો.!

એક દિવસ જોસેફે મોસાદના જાસૂસને સામેથી ફોન કરીને કહ્યું, તમને હું ઇરાકના મીગ વિમાનના એક એવા પાઇલોટનો સંપર્ક કરાવી આપું, જે તેના મીગ વિમાન સાથે ઇઝરાયલ આવવા તૈયાર થશે.

મોસાદના જાસૂસી એજન્ટને તો જાણે સાક્ષાત ભગવાન મળી ગયા જેટલો આનંદ આનંદ થઇ ગયો.

પણ અગાઉના બધા પ્લાન ચોપટ થઇ ગયા હોવાથી આ વેળા મોસાદના જાસૂસો સ્હેજેય ઉતાવળ કરવા માંગતા નહોતા. બહુ ધીમી ગતિએ આગળ વધવાની તેમણે વ્યૂહરચના ઘડી હતી.

જાસૂસોએ થોડા વધુ ઊંડાણથી તપાસ હાથ ધરી કે આ પાઇલોટ ઇરાકથી મીગ વિમાન લઇને ઇઝરાયલ આવવાનું ગંભીર જોખમ લેવા શા માટે તૈયાર થયો છે? અગાઉના બે પાઇલોટોને ફોડવામાં નિષ્ફળતા મળી હોવાથી આ વખતે તેઓ બધુ પાકા પાયે કરવા માગતા હતા જેથી વધુ એક વખત ઊંધા માથે પટકાવાનો વારો ન આવે.

આથી મોસાદના વડાએ એક જડબેસલાક 'ફુલ-પ્રુફ' પ્લાન વિચારી લીધો. ઇરાકના પાટનગર બગદાદમાં એક રૂપાળી અમેરિકન યુવતી મોસાદના જાસૂસ તરીકે કામ કરતી હતી. એ જેટલી દેખાવડી હતી એટલી જ ચપળ અને હોંશિયાર પણ હતી. એટલે મોસાદના વડા મીરે મીગ-21 ઉઠાંતરીના પ્લાનમાં આ અમેરિકન યુવતીને પણ સામેલ કરવાનો પ્લાન ઘડયો. આ અમેરિકન યુવતીનું નામ એનજેલા રખાયું હતું. મોસાદની આ સ્માર્ટ એજન્ટે ઇરાકી પાઇલોટ નામે મુનીર રેદફાને પોતાની સુંવાળી માયાજાળમાં લેવા માંડયો. તેની સાથે વારંવાર પાર્ટીઓમાં જવાનું એન્જેલાએ શરૂ કર્યું. અને ટૂંકા સમયમાં મુનીર સાથે તેણે ગાઢ સંબંધ બાંધી દીધો.

બે યુવા દિલો વચ્ચે ગાઢ દોસ્તીના દાવે ઘણી બધી ગોષ્ઠિ ચાલતી, તે દરમિયાન ઇરાકી સરકાર વિરૂધ્ધ પાઇલોટ મુનીરનો બધો બળાપો બહાર નીકળતો રહ્યો. એન્જેલા આ બધી જ વાતો પછી મોસાદના વડા મીરને ઇઝરાયલ પહોંચાડતી રહેતી હતી.

એક દિવસ મુનીરે એન્જેલાને કહ્યું, ઇરાકની સરકાર અમારા મેરોનાઇટ ક્રિશ્ચિયનો સાથે દેખીતો અન્યાય કરી રહી છે. કેટલાય મેરોનાઇટને સરકારે જેલમાં પુરી દીધા છે. અને બીજા કેટલાકના ધંધા- રોજગાર છીનવી લીધા છે. આવા દેખીતા અન્યાયના કારણ ે મેરોનાઇટ ક્રિશ્ચિયન પરિવારનો મુનીર અંદરખાને ઇરાકી સરકારથી ખૂબ ખફા હતો.

મુનીર પરણેલો હતો અને ચાર બાળકોનો પિતા હતો, પણ એન્જેલાના પ્રેમમાં ગળાડૂબ મુનીરને સતત તેના સાંનિધ્યની પ્રબળ ઝંખના રહેતી હતી.  એન્જેલા પણ તેનો પૂરો લાભ ઉઠાવતી હતી.

એક દિવસ તેણે મુનીરને કહ્યું ચાલ આપણે બન્ને જણ યુરોપ ફરવા જઇએ. મુનીર આવી મીઠી મધુર તક થોડી જતી કરે?ં તેણે તરત હા પાડી દીધી અને વર્ષ 1966 ના જુલાઇમાં મુનીર તેની ગમતીલી ગર્લફ્રેન્ડ સાથે યુરોપ ફરી આવ્યો.

વેકેશનમાં યુરોપની મોજમસ્તી માણી આવ્યા પછીના થોડા દિવસ પછી એન્જેલાએ હળવી પળોમાં મુનીરને વ્હાલથી કહ્યું, ચાલ, હવે આપણે ઇઝરાયલ જઇએ.  પણ ઇઝરાયલ જવાની વાત સાંભળીને તે ચોંક્યો, તેનું મુખ્ય કારણ એ હતું કે ઇરાકને પડોશી ઇઝરાયલ સાથે દુશ્મની હતી એટલે એવા દેશમાં જવું ઇરાકી હવાઇ દળમાં પાઇલોટનો હોદ્દો ઘરાવતા મુનીર માટે જરા પણ યોગ્ય ન ગણાય. સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે ઇરાકી સરકાર તેના હવાઇ દળના પાઇલોટને ઇઝરાયલ જવાની મંજૂરી જ ન આપે.

મુનીર હા પાડતા ખચકાયો કે તુરત તેણે પોતાના ડિઝાઇનર પર્સમાંથી એક નવો નક્કોર પાસપોર્ટ (અલબત્ત બોગસ)  અને પાસપોર્ટમાં લખેલા નામની ઇઝરાયલની બે રિટર્ન એરટિકિટ કાઢીને એની સામે ધરી દીધી.

આ જોઇને તો મુનીર ઓર ચોંક્યો પણ છેવટે મુનીર મીગની ઉઠાંતરી કરવા તૈયાર થયો અને મોસાદને અંતે સફળતા મળી.

Gujarat