mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મહા વિસ્ફોટ પાછળ આપખુદશાહી જવાબદાર.. .

Updated: Dec 20th, 2023

મહા વિસ્ફોટ પાછળ આપખુદશાહી જવાબદાર..                              . 1 - image


- સોવિયેત યુનિયનના યુક્રેનમાં સ્થાપિત ચેર્નોબિલ અણુ ઊર્જા મથકમાં

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- RBMK રિએક્ટરની ડિઝાઈનમાં સંખ્યાબંધ ખામીઓ રહી ગઈ હોવા છતાં બેદરકારી

- સ્ટેટ સિક્રેટના નામે મહત્વની માહિતીથી આપખુદ શાસક, લોકોને અંધારામાં રાખે છે..

વર્ષ ૨૦૨૨ના ફેબુ્રઆરી મહિનાની ૨૪મી તારીખે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યૂં તેને આજે લગભગ ૧ વર્ષ ૧૦ મહિનાનો લાંબો સમય વીતી ગયો છે, છતાં હજી યુધ્ધના અંતનો અણસાર સુધ્ધા નથી આવતો.

પણ અણુ દુર્ઘટનાની જે વાત અહીં કરવાની છે, એ સમયગાળામાં રશિયાના અલગ-અલગ પ્રાંતો સોવિયેત યુનિયનના ભાગરૂપે હતા; કહેવાનો મતલબ; તે વખતે યુક્રેન અલગ દેશ નહોતો પણ USSR એટલે કે યુનિયન ઓફ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિકસનો એક પ્રદેશ કે પ્રાંત હતો.

એ સમયના યુક્રેનમાં અદ્યતન ચેર્નોબિલ અણુ ઊર્જા મથક રશિયાની શાન જેવું હતું; પણ તારીખ ૨૬ એપ્રિલ ૧૯૮૬ની વહેલી સવારે ૧.૨૩ વાગે આ એટમિક એનર્જી સ્ટેશનના રિએકટર નંબર-૪માં સેફટી ટેસ્ટ વખતે જ દુર્ઘટના સર્જાઇ. એક મહાવિસ્ફોટ સાથે અણુ મથકમાં ભયંકર આગ ફાટી નીકળી અને રિએકટર નં-૪ ઉપરનો ભારેખમ સ્લેબ ધડાકા સાથે ધરાશાયી થઇ ગયો. 

સત્તાવાર રીતે આ દુર્ઘટનામાં ૩૧ના મોત થયાનું નોંધાયું છે, પણ યુનોના રિપોર્ટમાં મોતની સંખ્યા ૫૦ની દર્શાવાઇ હતી.

રિએકટર નં-૪ના મહાવિસ્ફોટમાં ભોગ ભલે ૩૧નો જ લેવાયો હોય, દેખીતી રીતે મોતની સંખ્યા ભલે મોટી ન હોય, પણ અણુ ઊર્જા મથકમાં દુર્ઘટનાના પગલે જે રેડિઓએકિટવ મટિરિયલ્સ આસપાસના વિસ્તારોમાં ફેલાયું, તે કિરણોત્સર્ગથી લોકોના આરોગ્યને કેવું અને કેટલું નૂકસાન થયું તેનો કોઇ અભ્યાસ કરાયો નહોતો અને કરાયો હોય તો અભ્યાસમાં શું જાણવા મળ્યું તેની કોઇ વિગતો બહાર આવી નથી.

સામ્યવાદી આપખુદશાહી દેશમાં સમાજને એકદમ બંધિયાર બનાવી દેવાય છે. માહિતીના આદાન-પ્રદાન પર શાસકોનું ભયંકર નિયંત્રણ હોય છે. સર્વસત્તા  મજબૂતરીતે પોતાને હસ્તક રાખનાર શાસક ''સ્ટેટ સિક્રેટ''ના બહાને જનતાને જાણવાજોગ ઘણી મહત્વની બાબતોથી અજાણ રાખીને પોતાની મનમાની રીતે શાસન ચલાવતા હોય છે. પણ આ પ્રકારના સમુખત્યારશાહી શાસકોના પાપે દેશને તેમજ દેશની જનતાને બહું મોટું નૂકસાન વેઠવાનો વારો આવતો હોય છે.

ચેર્નોબિલ અણુ ઊર્જા મથકની મહા દુર્ઘટના પાછળ ગંભીર પ્રકારની અગત્યની માહિતી છુપાવી રાખવાની આપખુદ શાસકની જનતા વિરોધી મનોવૃત્તિ જ જવાબદાર હતી, પણ એની વાત કરતા પહેલા ચેર્નોબિલ અણુ ઊર્જા મથકમાં અગાઉ કેવી કેવી દુર્ઘટનાઓ સર્જાઇ હતી તેની વિગતો જોઇએ..

તા.૧ ઓગસ્ટ ૧૯૭૭ના દિવસે ચેર્નોબિલ અણુ ઊર્જા મથકનું રિએકટર નંબર-૧ કાર્યરત થયું. યુક્રેન રિપબ્લિકના પહેલા અણુ મથકમાંથી અણુ ઊર્જાનું ઉત્પાદન શરૂ થતાં જ પ્લાન્ટના યુવા એન્જિનિયરોમાં અત્યંત ખુશીની લહેર વ્યાપી ગઇ હતી.

લગભગ બે મહિના પછી સપ્ટેમ્બરની ૨૭મી તારીખે પ્લાન્ટના એન્જિનિયરો, ડિઝાઇનરો, વૈજ્ઞાાનિકોએ રાત્રે એક શાનદાર પાર્ટી યોજીને આનંદોત્સવ મનાવ્યો હતો, અને ''આજથી, આજથી રિએકટરમાંથી અણુ વિજપ્રવાહ વહેતો થયો'' ના સૂત્રો પોકાર્યા હતા.

પણ થોડા જ વખતમાં પ્લાન્ટ ઓપરેટરોની આ ખુશી વરાળ બનીને ઉડી ગઇ..! વાત એમ હતી કે ઇમ્સ્ણ ટાઈપના રિએકટરને ઓપરેટ કરવાનું કામ અત્યંત મુશ્કેલ પ્રકારનું હતું.

રશિયન વૈજ્ઞાાનિકો દ્વારા ડિઝાઇન કરાયેલા અણુ રિએકટરનું ટૂંકાક્ષરી નામ ઇમ્સ્ણ અપાયું હતું,  જેનો અંગ્રેજીમાં અર્થ થાય છે - હાઇપાવર ચેનલ રિએકટર.

રિએકટર કન્ટ્રોલ કરતા સિનિયર એન્જિનિયરોને પણ આ ઇમ્સ્ણ રિએકટર ઓપરેટર કરતા નાકે દમ આવી જતો હતો; એન્જિનિયરો કેવળ મેન્ટલી જ નહીં પણ ફિઝિકલિય થાકી જતા હતા.

ચેર્નોબિલનું નંબર-વન રિએકટર ઓપરેટ કરવા માટે દર મિનિટે ડઝનબંધ એડજસ્ટમેન્ટસ, એન્જિનિયરોએ કરવા પડતા હતા, અને આ બધા કામ માટે એ લોકોએ સતત ખડેપગે રહેવું પડતું હોવાથી ખાડા ખોદતા મજૂરો જે રીતે પરસેવે રબઝેબ થતા રહે છે, એ રીતે સિનિયર રિએકટર કન્ટ્રોલ એન્જિનિયરો તેમના ડયૂટી અવર્સમાં હંમેશા પરસેવે નીતરતા રહેતા હતા...!

રિએકટરના ઓપરેટરોએ કન્ટ્રોલ પેનલની સ્વીચો વારંવાર ચાલુ-બંધ કરવી પડતી હતી. રોજ તેમની શિફટ દરમિયાન કન્ટ્રોલ પેનલની સ્વીચો સંખ્યાબંધ વખત ચાલુ-બંધ કરવાથી દર બે-ત્રણ દિવસે પેનલની સ્વીચો નવી નાંખવી પડતી હતી.

એક વખત ન્યૂક્લિઅર સબમરિનના ભૂતપૂર્વ અફસર ચેર્નોબિલના રિએકટર-વનના કન્ટ્રોલ રૂમમાં આવ્યા હતા.  રિએકટર-વન અત્યંત ગંજાવર કદનું હતું પરંતુ આ  આ રિએકટર ઓપરેટ કરવા માટેના સાધનો બાબા આદમના જમાનાના હોય એ પ્રકારના હતા. આ જોઇને ન્યૂક્લિઅર સબમરિનના અધિકારી ગભરાઇને મહા અચંબામાં પડી ગયા હતા. તેમણે ઓપરેટરને સવાલ કર્યો કે આ જંગી રિએકટરને તમે કઇરીતે કન્ટ્રોલ કરો છો?

રિએકટર નંબર-એક ચાલુ કર્યાના થોડા મહિના પછી મેન્ટેનન્સ માટે તે શટડાઉન કરાયું તે વખતે ઓપરેટરોએ જોયું ત્યારે તેમને ખ્યાલ આવી ગયો કે રિએકટરના કુલિંગ માટે કેટલાય કિલોમીટર લાંબી પણ સર્પાકારે ગોઠવેલી પાઇપોના પ્લમ્બિગના કામમાં સંખ્યાબંધ ક્ષતિઓ રહી ગયેલી છે. પાણીની વરાળને ઠંડી કરતી પાઇપલાઇન કટાઇ ગયેલી હતી. ફ્યૂઅલ ચેનલ્સના, ઝિરકોનિયમ સ્ટીલના જોઇન્ટસ ઢીલા પડી ગયા હતા અને રિએકટરની ડિઝાઇનમાં સૌથી ભયંકર ખામી એ હતી કે રિએકટરમાં જતો પાણીનો પૂરવઠો કોઇક કારણસર અચાનક ખોરવાઇ જાય તો તેવા સંજોગોમાં રિએકટરના સંરક્ષણ માટે કોઇ સેફટી સિસ્ટમ બનાવવાનો ડિઝાઇનરોને ખ્યાલ જ નહોતો રહ્યો..!

રિએકટર નંબર-વનના શટડાઉન વખતે ઓપરેટરોને ડિઝાઇનરોની આ મહા ભૂલનો ખ્યાલ આવી જ ગયો એટલે ચેર્નોબિલના એન્જિનિયરોએ તાબડતોબ પોતે જાતે જ સેફટી સિસ્ટમ ઊભી કરી દીધી હતી.

આ દરમિયાન પાટનગર મોસ્કોમાં રિએકટરની ડિઝાઇન બનાવનાર ડિઝાઇનરોને ખુદને પોતાની ડિઝાઇનમાં રહી ગયેલી બીજી ઘણી ભૂલો દેખાવા માંડી હતી.

રાજધાની મોસ્કોમાં એક મોટું ન્યૂક્લિઅર ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર વર્ષ ૧૯૫૨માં ઊભું કરાયું હતું, જે શૈંણૈંઈ્ તરીકે જાણીતું છે. અણુ ઊર્જા ક્ષેત્રે સંશોધનના ઉદ્દેશ સાથે આ સેન્ટરની રચના કરાઇ હતી.

(ક્રમશઃ)

Gujarat