For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બલિનો બકરો કોને બનાવવો તેની વિચારણા શરૂ

Updated: Jan 17th, 2024

બલિનો બકરો કોને બનાવવો તેની વિચારણા શરૂ

- યુક્રેનના ચેર્નોબિલ અણુ ઊર્જા મથકમાં પ્રચંડ ધડાકાની તપાસ શરૂ થાય, તે પહેલા જ

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-5

- વૈજ્ઞાનિકો અને ટોચના અધિકારીઓ સાથે ણય્મ્ના જાસૂસો પણ તપાસ કાર્યમાં જોડાયા

- ધડાકાની તપાસની વિગતો 'ટોપ સિક્રેટ' રાખવા માટે તમામને કડક સૂચના અપાઈ

અણુ મથકનો ડેપ્યુટી ચીફ એન્જિનિયર (ઓપરેશન્સ) એનાટોલિ ડયારલોવ છેલ્લા બે દિવસથી આ ટેન્શનમાં સુતો પણ નહોતો. એના ચહેરા પર થકાન અને અસુખ વર્તાતું હતું. 

પ્લાન્ટમાં કોઇ કારણસર અચાનક અંધારપટ છવાઇ જાય તો એવા વિકટ સંજોગોમાં રિએકટર-૪ની સલામતી માટેની મહત્વની સેફટી સિસ્ટમ ચકાસવા માટે ટર્બાઇન જનરેટર ટેસ્ટ કરવાનો હતો.

અણુ ઊર્જા મથકને બહારની ગ્રીડમાંથી મળતો પાવર સપ્લાય એકાએક કોઇ ફોલ્ટના કારણે બંધ થઇ જાય તેવી વિકટ પરિસ્થિતિમાં રિએકટર નંબર-૪ને કોઇ મોટું નુકસાન ન થાય કે તેમાં મોટો વિસ્ફોટ ન થાય તે માટે રિએકટર-૪નું રક્ષણ કઇ રીતના કરી શકાય તે માટેનો ટેસ્ટ કરવાની તૈયારીઓ ચેર્નોબિલ પ્લાન્ટમાં તા.૨૫મી એપ્રિલની મધરાતે શરૂ કરાઇ હતી.

આ કિસ્સામાં અત્યંત ચોંકાવનારી માહિતી તે એ છે કે પ્લાન્ટમાં ધડાકો થઇ શકવાની સંભાવનાવાળી સ્થિતિ કદાચ સર્જાય તો રિએકટરના રક્ષણ માટે એક રનડાઉન યુનિટ (ઇેહર્ગુહ ેંહૈા) હોય છે અને રિએકટરને અણુ ઊર્જા મથકમાં કાર્યરત કરાય તે પહેલા આ રનડાઉન યુનિટનું ટેસ્ટિંગ કરવાનું ફરજિયાત હોય છે, પણ ચેર્નોબિલ અણુ મથકના રિએકટર-૪ને ડિસેમ્બર ૧૯૮૩માં શરૂ કરાયું તે પહેલા આવું ટેસ્ટિંગ કરાયું જ નહોતું.

સેફટી યુનિટના ટેસ્ટિંગ વગર જ રિએકટર-૪ ચાલુ કરવાની મંજુરી પ્લાન્ટના ખુદ ડાયરેકટર વિકટર બુ્રખાનોવે જ આપી હતી; તે પાછળનું કારણ એ હતું કે વર્ષ ૧૯૮૩ના અંત પહેલાં રિએકટર નંબર-૪ ચાલુ કરી દેવાની વિકટર બુ્રખાનોવેને ઉપરથી કડક સૂચના અપાઇ હતી.

ટોચના સત્તાધિશ તરફથી મળેલી ''ડેડલાઇન'' (ઘીચગનૈહી) પહેલા રિએકટર-૪ ચાલુ કરવાની લ્હાયમાં ડાયરેકટર વિકટર બુ્રખાનોવે સેફટી ટેસ્ટમાં ટાઇમ બગડશે, એમ વિચારી સેફટી ટેસ્ટ જ ઉડાવી દઇ, સેફટી ટેસ્ટ વગર જ રિએકટર નંબર-૪ ચાલુ કરી દેવાની મંજૂરી આપી દીધી હતી.

૧૯૮૩ના ડિસેમ્બરમાં (એટલે એમ માનોને કે વર્ષ ૧૯૮૪ થી)  રિએકટર-૪ ચાલુ કરાયું તે પછી કોઇને કોઇ કારણસર સેફટી ટેસ્ટ કરવાનું કામ મોકૂફ રખાતું ગયું.

છેક બે વર્ષ બાદ ૧૯૮૬માં રિએકટર-૪ને મેઇન્ટેનન્સ માટે શટ ડાઉન કરવાનું ગોઠવાયું, તે વખતે ભેગાભેગી આ રિએકટરનો સેફટી ટેસ્ટ પણ કરી લેવાનો પ્લાન ગોઠવાયો હતો.

ટેસ્ટિંગનો ટાઇમ બપોરનો હતો, પણ છેક મધરાત સુધી ટેસ્ટનો ટાઇમ લંબાતો ગયો. પ્લાન્ટનો ડેપ્યુટી ચીફ એન્જિનિયર (ઓપરેશન્સ) એનાટોલિ ડયાટલોવ ટેસ્ટ જલ્દી શરૂ કરવા અધીરો બન્યો હતો કારણ એ રાતે જો સેફટી ટેસ્ટ ન થઇ શકે તો એ પછી ટેસ્ટ માટે કમસેકસ એક વર્ષ રાહ જોવી પડે તેમ હતી અને સેફટી ટેસ્ટ વગર રિએકટર-૪ બે વર્ષથતી તો ચાલતું રહ્યું પરંતુ હજુ એક વર્ષ ટેસ્ટ લંબાવાય અને ન કરે નારાયણને કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદારી બધી ચીફ એન્જિનિયરના માથે જ આવવાની હતી એટલે એ પોતે ટેસ્ટ શરૂ કરવા ઉતાવળો બન્યો હતો.

પણ કમનશીબી એ થઇ કે સેફટી ટેસ્ટ વખતે જ ચેર્નોબિલ અણુ મથકનું રિએકટર-૪ પ્રચંડ ધડાકા સાથે ફાટી પડયું. યુનિટ-૪નું આખું બિલ્ડિંગ ધડાકા સાથે તૂટી પડયું અને સ્ટાફના ૩૧ માણસોનો ભોગ લેવાઇ ગયો.

આપખુદશાહી શાસનમાં સત્તાધિશોના વાહિયાત તરંગોના કારણે વહીવટી તંત્રમાં કેવા છબરડા થાય છે, અને તેના કેવા ગંભીર પરિણામો આવે છે તેનો કાળજુ કંપાવતો દાખલો ચેર્નોબિલ અણુ મથકની દુર્ઘટના છે.

આપખુદ શાસક પોતાની સત્તા ટકાવી રાખવા માટે અને વિરોધ વંટોળ ન સર્જાય તેના માટેના આગોતરા કડક આયોજનના  ભાગરૂપે ઘણી બધી મહત્વની માહિતીથી દેશવાસીઓને અંધારામાં રાખતા હોય છે, અને આ કારણે જ ઘણી વખત દેશને મોટા નુકસાન સહન કરવાની નોબત આવી પડે છે.

ચેર્નોબિલ અણુ મથકના રિએકટર-૪માં થયેલા ધડાકાની તપાસ એ જ દિવસે એટલે કે તા.૨૬ એપ્રિલની વહેલી સવારથી શરૂ કરી દેવાઇ હતી.

કિવ પ્રાંતના ચીફ ઇન્વેસ્ટીગેટર ૩૦ વર્ષની વયના સર્ગી યાન્કોવ્સ્કીને મળસ્કે જ ઘટના સ્થળે પહોંચી જવાની સૂચના અપાઇ હતી. ઘટના સ્થળે તાબડતોબ પહોંચી ગયેલા યાન્કોવ્સ્કીએ પ્લાન્ટના કેટલાક કર્મચારીઓની પૂછપરછ પણ શરૂ કરી દીધી.

તે પછી તપાસ અધિકારીઓ નજીકના પ્રિપીઆટ નગરની હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં અણુ ઊર્જા પ્લાન્ટના કેટલાક ઇજાગ્રસ્ત  ઓપરેટરોને દાખલ કરાયા હતા.

આ ઉપરાંત તપાસ અધિકારીએ પ્લાન્ટના કન્ટ્રોલ રૂમમાંથી કેટલીક ફાઇલો, કાગળો અને દસ્તાવેજો કબ્જે કર્યા હતા.

સાંજ સુધીમાં સોવિયેત યુનિયનના ડેપ્યુટિ પ્રોસેક્યૂટર જનરલ મોસ્કોથી ત્યાં આવી પહોંચ્યા. તેમણે આવીને તુરત આ દુર્ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટીવ ગુ્રપની રચના કરવાનો હુકમ કરી વધુમાં કડક સૂચના આપી કે આ અકસ્માતની તપાસની બધી વિગતો અત્યંત ગુપ્ત રાખવાની છે. આ ''ટોપ સિક્રેટ'' તપાસની એક પણ વિગત બહાર જવી ન જોઇએ. 

એ સાંજે જ પ્રિપીઆટ નગરના સરકારી પંચે દુર્ઘટનાના ટેકનિકલ અને સાયન્ટિફિક પાસાની તપાસ શરૂ કરી દીધી. આ તપાસ મૂળભૂત રીતે તો એકડેમિશ્યન વેલેરી લેગાસોવને સોંપાઇ હતી પરંતુ ચેર્નોબિલ અણુ મથકના રિએકટરની ડિઝાઇન બનાવનાર અત્યંત પાવરફુલ ''મિડિયમ મશિન બિલ્ડિંગ'' મંત્રાલયના ડેપ્યુટિ હેડ અલેક્ઝાન્ડર મેશકોવને વેલેરી લેગાસોવની તપાસ ઉપર દેખરેખ રાખવા માટે મુકી દેવાયા હતા.

મેશકોવે પધ્ધતિસરની તપાસ પુરી થાય તે પહેલાં સત્વરે પોતે નિષ્કર્ષ તારવી દીધો કે ઓપરેટરની ભૂલના લીધે જ આ દુર્ઘટના સર્જાઇ છે.

ચેર્નોબિલ પાવર પ્લાન્ટમાં તલસ્પર્શી તપાસ શરૂ કરાય  અને રિએકટર-૪ ના ઓપરેટરો, એન્જિનિયરો તેમજ અન્ય સ્ટાફની ઘનિષ્ઠ પૂછપરછ પુરી થાય તે પહેલા જ આ દુર્ઘટના માટે કોને બલિનો બકરો બનાવવો તેની ઉચ્ચ કક્ષાએ તપાસ અને વિચારણા શરૂ કરી દેવાઇ હતી. 

એપ્રિલમાં ચેર્નોબિલમાં દુર્ઘટના સર્જાઇ અને મે મહિનાના પહેલા અઠવાડિયાના અંતમાં તો,  કુર્ચાતોવ ઇન્સ્ટિટયૂટમાંથી તપાસ માટે આવેલા રિએકટર સ્પેશિયાલિસ્ટો રશિયાના પાટનગર મોસ્કો પાછા જતા રહ્યા અને ચેર્નોબિલ અણુ મથકના રિએકટર નંબર-૪માંથી મેળવેલી રેકોર્ડિંગ અને ડાયગ્નોસ્ટિક મેગ્નેટિક ટેપ, મેન્યૂઅલ્સ, પંચકાર્ડની પ્રિન્ટઆઉટસ અને અન્ય દસ્તાવેજોનો ઊંડો અભ્યાસ શરૂ કરી દીધો.

રિએકટર-૪માં ધડાકા અગાઉના એક કલાક દરમિયાન શું બન્યું તે જાણવા માટે ઇન્સ્ટિટયૂટના બધા કોમ્પ્યુટર્સ ચેર્નોબિલ મથકના ડેટા એનાલિસિસમાં લગાડી દેવાયા હતા. 

(સંપૂર્ણ)

Gujarat