ફ્યુઝન ફુડની વરાયટી .

Updated: Jan 24th, 2023


દાવત

બ્રોકલી એન્ડ વોલનટ વિથ પાસ્તા

સામગ્રી : 

 ૩ કપ દૂધ, ૩ કપ લાંબી કાપેલી બ્રોકલી, ૨ કપ ઘઉંનો લોટ, ૧/૨ કપ અખરોટના ટુકડા, ૧/૨ કપ માખણ, ૨ મોટા ચમચા તેલ, મીઠું અને  મરી સ્વાદ  પ્રમાણે.

રીત : 

ઘઉંના લોટમાં પાણી નાખીને કડક  કણક બાંધો .  તેમાંથી  રોટલી  બનાવી એની  લાંબી  પટ્ટી કાપો અને ૬ કલાક સુધી  સૂકવો. (લગભગ ૧/૨ સેન્ટિમીટર પહોળી પટ્ટી બનાવવી)  આ  તમારા પાસ્તા  તૈયાર થયા.   પાણીમાં  બે  ચમચા તેલ  નાખીને તેમાં  પાસ્તા બાફો. પટ્ટીઓ અલગ અલગ રાખવી. માખણને  એક વાસણમાં ગરમ કરી એમાં બ્રોકલી  થોડી વાર  સાંતળવી. અમાં દૂધ, મીઠું અને મરી  નાખીન ે બ્રોકલી  નરમ થાય  ત્યા ં સુધી રાંધવી.

તટીફા (અરેબિક ડિશ)

સામગ્રી :  ૩ કળી વાટેલું  લસણ, ૩ નંગ  સેલેરી (કાપેલી), ૨ ટમેટાં, ૨ નાની કાકડી, ૧ નાનું રીંગણું  (ટમેટાં, કાકડી  અને  રીંગણાના  ચોરસ  ટુકડા કાપવા), ૧ કાંદાના  ઝીણા  ટુકડા, ૩ કપ  વેજિટેબલ સ્ટોક (કોઇ પણ ત્રણ-ચાર શાકભાજીને  પાણીમાં બાફીને  એકરસ  કરીને એનું  પાણી  ગાળી  લેવું. આ પાણીને વેજિટેબલ સ્ટોક કહે  છે), ૧/૨ કપ બાફેલી મસુરની દાળ, ૧/૨ કપ કાપેલી કોથમીર, ૫  મોટા  ચમચા તેલ, ૧ નાની ચમચી જીરાનો પાઉડર, મીઠું અને મરી સ્વાદ  પ્રમાણે .

રીત :  બે મોટા ચમચા તેલ વાસણમાં લઇ ગરમ કરો એમાં કાંદા,  લસણ અને  સેલેરીના  ટુકડા  નરમ થઇ  જાય  ત્યાં  સુધી  સાંતળો  અને  બીજા વાસણમાં કાઢી  લો. આ જ  તેલમાં  કાકડી  તળી તેને  પણ  બીજા વાસણમાં કાઢો. આ જ રીતે રીંગણાને પણ તળીને  કાઢો. વધેલા  તેલને બાજુમાં રાખવું.

બીજા વાસણમાં બધાં શાક  ભેગાં કરીને એમાં જીરાનો પાઉડર અન ે વેજિટેબલ  સ્ટોક નાખી  હજુ થોડી વાર  રાંધવું  પછી એમાં બાફેલી  દાળ, ટમેટાં, મીઠું અને  મરી  નાખવા. આગળના  તેલને  ગરમ  કરી  એમાં લસણ તળવું.  એ  લાલ   થાય  એટલે એને  કાઢીને ફેંકી દેવું.  (માત્ર લસણની ક્લેવર તેલમાં રહેવી જોઇએ) આ તેલમાં  બ્રેડના  ચોરસ  કાપેલા ટુકડા કડક થાય ત્યા ં સુધી તળવા. દાળને  પીરસીને  તેની  ઉપર આ બ્રેડના ટુકડા ગોઠવવા. ઉપર  કોથમીરથી  સજાવટ  કરવી. 

વેજિટેબલ આઉ-બ્યુર

સામગ્રી : ૨ કોબીનાં પાન, ૧ બટેટું, ૧૦૦ ગ્રામ ફ્લાવ૨, ૧૦૦ ગ્રામ ગાજર, ૬૦ ગ્રામ ફણસી, ૫૦ ગ્રામ વટાણા, ૨ મોટા ચમચા માખણ,

૫ મોટા ચમચા છીણેલું ચીઝ, મીઠું અને મરી સ્વાદ  પ્રમાણે .

રીત : શાક કાપીન ે થોડું  બાફવું. એક વાસણમાં માખણ  ગરમ  કરી બધું  શાક  ૪  મિનિટ સુધી સાંતળવું  અને  મીઠું  અને  મરી નાખવા. એક  પ્લેટમાં કોબીનાં પાદડાં પર સાંતળેલું  શાક મૂકો  અને  આજુબાજુ   ગોળાકારમાં  બાફેલા બટાટાના અને ગાજરના  ટુકડા ગોઠવો. ગરમ ગરમ બારબેક્યુ સોસ સાથે પીરસવું.

લેન્ટીલ ચીઝ ડીપ

સામગ્રી  :  ૩ લસણને  ઝીણી કાપેલી કળીઓ, ૧ કપ ખમણેલું પનીર,  થોડું ખમણેલું  ચીઝ, ૧/૨ કપ બાફેલી  મસુરની દાળ, ૨ મોટા  ચમચા  કાપેલી કોથમીર, ૧ મોટો  ચમચો લીંબુનો  રસ, ૧ નાની ચમચી  મધ, મરી અને મીઠું સ્વાદ પ્રમાણે. રીત: દાળ, પનીર અને ચીઝ મિક્સરમાં મિક્સ કરો. એમાં લસણ, મીઠું, મરી  અને મધ  નાખી ફરી વાર મિક્સ કરો.

રીત : આ બધું  એક  વાટકામાં કાઢી ફ્રિજમાં  ઠંડું કરવા મૂકો.  ઉપર કોથમીર ભભરાવીને, ટાકો અથવા ટોસ્ટ સાથે ખાઈ  શકાય.


ચુંબક વડી

સામગ્રી :  

૨ લવિંગ, નાનો  તજનો  ટુકડો, ૨ લસણની   વાટેલી   કળી, ૧ મરચાનાં  ઝીણા  ટુકડા, ૧ કપ ચણાનો  ચાળેલો  લોટ, ૧/૨ કપ  સૂકું  ખમણેલું  કોપરું,  ૧/૨ કપ કોથમીર, ૪ મોટા  ચમચા  તેલ, ૨ મોટા  ચમચા  આમલી, ૧ મોટો ચમચો  આખા ધાણા, ૧/૨ નાની  ચમચી  જીરું, ૧/૨ નાની   ચમચી  રાઇ, ૧/૨ નાની  ચમચી  હળદર, ૧/૪ નાની  ચમચી  હિંગ, ગોળ  અને મીઠું સ્વાદ  અનુસાર.

રીત : 

ચણાનો લોટ, હિંગ, હળદર અને ૧ નાની  ચમચી  તેલ મિક્સ કરવું, મીઠું  ઉમેરીને થોડા પાણી  વડે  ઘટ્ટ  લોટ  બાંધવો, આને  બાજુ  પર  રાખો. આમલીમાં ૩ કપ પાણી ઉમેરી બાજુ પર મૂકી રાખો, કોપરું, ધાણા, લવિંગ, તજ, લસણ અને મરચાં વાટીને એની પેસ્ટ  તૈયાર કરવી. ૩ મોટા ચમચા તેલ ગરમ કરી રાઇ અને જીરું તતડાવો  અને  આમલીનું  પાણી, ગોળ  અને  ઉપરના મસાલાની  પેસ્ટ નાખો, ગેસ  ધીમો   કરી આ બધું એકરસ થાય ત્યાં સુધી ગરમ કરો. આ  ગ્રેવીને ઊકળવા  દો અને  બાજુમાં લોટનો ૧ મિલિમીટર જાડો રોટલો બનાવો. પાણીમાં ચપ્પુને થોડું ભીનું કરીને એનાથી  આ  રોટલાના નાના ચોરસ ટુકડા પાડો. કોપરાના  ટુકડાને  ગ્રેવીમાં  નાખી  ૭ થી ૧૦ મિનિટ સુધી ઉકાળો. ઉપર કોથમીર ભભરાવી ગરમ-ગરમ પીરસો. આને નાસ્તા  તરીકે પણ ખાઇ શકો.


વેજિટેબલ શાસ્લીક

સામગ્રી : 

૨ ટમેટાંના ટુકડા, ૨ કેપ્સિકમનાં   ટુકડા,  ૨ કાંદાના  ટુકડા, ૧૦૦ ગ્રામ મશરૂમના  ટુકડા, ૧૦૦ ગ્રામ  પનીર, ૧ મોટો ચમચો  ફુદીનો  અને    કોથમીરની  પેસ્ટ.

મેરિનેશન માટે -  ૧ લસણની કળી, ૧ મોટો ચમચો  રિફાઇન્ડ  તેલ, ૧ નાની ચમચી રૂસ્ટર  સોસ, ૧ નાની  ચમચી  ટમેટાની  પ્યુરી (જાડો રસ), ચપટીભર  રાઇનાં કુરિયાં, મીઠું અને મરી સ્વાદ પ્રમાણે. કરી સોસ બનાવવા માટે ૧ મોટું  ટમેટું, ૧/૨ કાંદો,  ૧ કપ ભાત   (રાંધેલા), ૧૦ ગ્રામ  માખણ, ૧૦ ગ્રામ મેંદો, ૧ નાની ચમચી ભરીને ખમણેલું કોપરું, અડધી  ચમચી  કરીનો  પાઉડર,  અડધી  ચમચી ટમેટાની પ્યુરી (જાડો રસ), મીઠું અને મરી સ્વાદ પ્રમાણે .

રીત :  મેરિનેશન માટે  નોંધેલા  બધા  જ  પદાર્થો ભેગા કરવા. ટમેટાં, કાંદા, કેપ્સિકમ,  મશરૂમ  અને પનીરને  મેરિનેટ કરી  (તેના પર મસાલાની પેસ્ટ લગાડીને) ૧ કલાક સુધી મૂકી રાખવા.  પનીર લઇને તેના ટુકડા  કરવા અને  ઉપર કોથમીર  અને ફુદીનાની  પેસ્ટ લગાડવી. આ  બધાં શાકના  ટુકડા અન ે પનીરને વારાફરતી ફ્યુઅર (પાતળા સળિયા)   પર  લગાવવા. આને ગ્રિલરમાં લગાવીને  શાક કૂક  થાય  ત્યાં  સુધી ગ્રિલ  કરવું. એક વાસણમાં માખણ ગરમ કરી એમાં મેંદો ઉમેરો. ૩૦ સેકન્ડ  સુધી કૂક કરવો. એમાં કરી સોસના બધા પદાર્થો    ઉમેરવા. થોડું  પાણી  ઉમેરી સોસ તૈયાર થાય ત્યાં સુધી ગરમ કરવું.  શાસ્લીકને ભાત  અને  ગ્રિલ કરેલાં  ટમેટાં  સાથે  પીરસવા. સાથે કરી સોસ સર્વ કરવો.

- હિમાની


    Sports

    RECENT NEWS