Get The App

ફેશનેબલ માનુનીની ઉપાધિ : ચોમાસામાં પહેરવું શું ?

- ઝટ સુકાઈ જાય એવા ઘેરા રંગના અને સ્ટ્રેટ કટ વસ્ત્રો સાથે હળવી જ્વેલરીનો ટ્રેન્ડ

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
ફેશનેબલ માનુનીની ઉપાધિ : ચોમાસામાં પહેરવું શું ? 1 - image


વર્ષા ઋતુના આગમન સાથે જ ફેશનની મોસમ પણ બદલાય છે. ઉનાળામાં સુતરાઉ વસ્ત્રો પહેરીને ફરતી માનુનીઓ આ પરિધાન કબાટમાં મુકીદે છે. પરંતુ ચોમાસામાં પહેરવું શું? આ પ્રશ્ન તેમને કોરી ખાય છે. મુંબઈની એક જાણીતી ફેશન ડિઝાઈનર કેહ છે કે આપણી પાસે આ ઋતુમાં પહેરવા માટે કેપ્રી, પેડલ પુશર અને બર્મુડા જેવા વિકલ્પો હોવા છતાં  યુવતીઓ મોટાભાગે સલવાર-કમીઝ  અને સાડી પર જ પસંદગી ઉતારે છે. પરંતુ ચોમાસામાં વસ્ત્રોના રંગની અને ફેબ્રીકની પસંદગી એવી રીતે કરો કે તે ભીંજાય તોે પણ ઝટ સુકાઈ અને સ્ટાઈલીશ પણ દેખાય.

સામાન્ય રીતે વરસાદમાં  છત્રી ઓઢો તો પણ માત્ર માથું કોરું રહે છે, અને મોટાભાગના વસ્ત્રો ભીંજાઈ જાય છે. ભીંજાયેલા વસ્ત્રો શરીર સાથે ચોંટી જાય છે અને ભેગાં પણ થઈ જાય છે. તેથી જ આ ઋતુમાં વધારે કટવાળી ડિઝાઈન પસંદ કરવાને બદલે સ્ટ્રેટ કટ ડ્રેસ પહેરવાં.  ડ્રેસનો રંગ ઘેરો હોય તો આંતરવસ્ત્રોે અને ત્વચા ભીંજાયેલા કપડામાંથી દેખાતાં નથી. આ ઉપરાંત ડ્રેસ મટિરિયલ એવું હોવું જોેઈએ જે ઝડપથી સુકાઈ જાય.

વરસાદના દિવસોમાં લગ્નના માંડવે બેસનાર વધૂએ પણ ભારે વસ્ત્રોને બદલે સાટિન સિલ્કના, બ્લેન્ડેડ બ્રોકેડના કે પછી ક્રેપના લહેંગા -ચોલી પસંદ કરવા જોઈએ. રોેજિંદા વપરાશ માટે પોલિએસ્ટર વસ્ત્રો  વધારે સારા ગણાશે એમ અન્ય એક ફેશન ડિઝાઈનર જણાવે છે. તે વધુમાં કહે છે કે નેટ, લાયક્રા અને શિફોનના વસ્ત્રોને આ ઋતુ દરમિયાન પહેરવાનો વિચાર સુધ્ધાં ન કરોે.

વર્ષા ઋતુમાં ઘેરા રંગોની બોલબાલા વધી પડે છે. આ વર્ષે સિલ્વર કલર ખૂબ પહેરાઈ રહ્યોે છે, પરંતુ આ રંગ માત્ર પાર્ટી અથવા અન્ય ફંક્શનમાં જ પહેરવો એમ એક ફેશન ડિઝાઈનર જણાવે છે કે તે વધુમાં કહે છે કે આ વર્ષે ગ્રે અને ક્રીમ કલરથી ફેશનેબલ પામેલાઓ દૂર ભાગી રહી છે. જ્યારે ઓરેન્જ અને જાંબુડી જેવા રંગો ખાસ્સા પ્રમાણમાં પહેરાઈ રહ્યાં છે.  આ ઉપરાંત પીચ, એકવા, ફ્લોરા અને ફાઉના  રંગો પણ ઈન છે. લેમન યેલો, ઘેરોલાલ જેવા સદાબહાર રંગો ચોમાસામાં પણ પહેરી શકાય છે.

ચોમાસા દરમિયાન ભારે વર્ક કરેલાં વસ્ત્રોે કે કોશ્ચ્યુમ જ્વેલરી આઉટ ડેટેડ ગણાય છે. આ દિવસોમાં મોતીના હળવાં દાગીના તમારા વસ્ત્રોને બરાબર મેચ થશે. ઘેરા રંગનો ડ્રેસ અથવા સાડી, સાથે ટ્રેન્ડી હેન્ડબેગ અને મોટી બુટ્ટી આકર્ષક લુક આપે છે. લાંબી અને આકર્ષક બુટ્ટી પહેરો ત્યારે ગળામાં કાંઈ  ન પહેરવું.

જો તમે કાળાં રંગનોે કુરતો પહેરો તો તેની સાથે ચાંદીની ઓક્સિડાઈસ કરેલી જ્વેલરી ખૂબ સુંદર લાગશે. આ ઋતુ  દરમિયાન બને તેટલાં ઓછા અને હળવાં વસ્ત્રો પહેરો. સલવાર-કમીઝમાં પણ ઝબ્બા સ્ટાઈલના કુરતા સાથે ચુડીદાર પહેરવાથી દુપટ્ટોે ઓઢવાની જરૂર નથી રહેતી. આ ઉપરાંત ઢીલી સલવાર રસ્તા પર ઘસડાઈને કીચડવાળી થઈ જાય છે. જ્યારે ચુડીદારમાં આવો ભય રહેતો નથી. જૂતાં પણ એવા પહેરો જેમાં પણ લપસી જવાની ભિતી ન હોેય અને સુંદર પણ દેખાય. પારદર્શક જૂતાં અચ્છો વિકલ્પ ગણી શકાય. ઋતુ મુજબનું વસ્ત્ર પરિધાન તમારી આંતરિક  સૂઝનું પ્રતિબિંબ પાડે છે. એટલું જ નહીં તમને દરેક સિઝનમાં વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરવાનો મોકો પણ મળે છે.

Tags :