સ્ત્રીના ગાઢ પ્રેમના સંકેત: તમે તેની પ્રાથમિક્તા છો તેની દસ મુખ્ય નિશાની

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
સ્ત્રીના ગાઢ પ્રેમના સંકેત: તમે તેની પ્રાથમિક્તા છો તેની દસ મુખ્ય નિશાની 1 - image


સ્ત્રીની વિચારસરણી જે રીતે કાર્ય કરે છે તે કેટલીકવાર મૂંઝવણમાં મૂકે છે. તેની લાગણીઓ જટિલ હોય છે, અને જ્યારે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ ઝડપથી પ્રેમમાં પડતી હોવાનું કહેવાય છે,  ત્યારે તમે કેવી રીતે કહી શકો કે કોઈ સ્ત્રી ખરેખર તમારા પ્રેમમાં છે? અહીં ટોચના દસ સૂચકાંકો છે જેનાથી જાણ થઈ શકે કે તમે તેની પ્રાથમિક્તા છો.

તે તમારા વિશે તમામ માહિતી જાણવા માગશે

સ્ત્રી જ્યારે તમારા પ્રેમમાં હોય ત્યારે તમારા જીવનની સારી, ખરાબ અને અતિશય ખરાબ એવી તમામ વિગતો જાણવા માગશે. તમારા માટે જે બાબત મહત્વની ન હોય તેના વિશે પણ તે પૂછશે. એનું કારણ છે તેને તમારામાં રસ છે. તમને કદાચ આવા વર્તનની ચીડ પણ થાય, પણ સ્ત્રી માને છે કે તમામ બાબતો શેર કરવાથી જ પ્રેમની અભિવ્યક્તિ થઈ શકે. તમારી તમામ વિગતો જાણવાથી તમને પૂરી રીતે ઓળખતી હોવાની તેને લાગણી થાય છે.

સ્ત્રીમાં માતૃત્વની ભાવના સહજ છે

પુરુષ સામાન્યપણે રક્ષણાત્મક ભાવના રાખતા હોય છે જ્યારે સ્ત્રી કુદરતી રીતે જ સંભાળ રાખવાની લાગણી ધરાવતી હોય છે. બંને ભાવનાઓ કોઈપણ સંબંધમાં મૂળભૂત હોય છે. સ્ત્રી જ્યારે કોઈને ખરેખર પ્રેમ કરે છે ત્યારે તે થોડું માતૃત્વ વ્યક્ત જરૂર કરે છે.

તમારા સ્વપ્નોને સમર્થન અને પ્રોત્સાહન આપશે

જ્યારે તમે કોઈને પ્રેમ કરો ત્યારે સ્વભાવિકપણે તમે એવું ઈચ્છો છો કે તે સફળ થાય અને ખુશ રહે. જો કે પુરુષ આવી લાગણીને દબાણ માનવાની ગેરસમજ કરે છે પણ સ્ત્રી જ્યારે કોઈને પૂર્ણ પ્રેમ કરે છે ત્યારે તેના તમામ સ્વપ્નો અને લક્ષ્યાંકો હાંસલ કરવા તેના પર દબાણ જરૂર કરશે. તમે નિરુત્સાહ થયા હશો તો તે ચીઅરલીડર પણ બનશે અને પોતાની રીતે તમામ સહાય કરશે.

તમારા વાસ્તવિક સ્વરૂપનો સ્વીકાર કરશે

પાર્ટનરને બદલી નાખવામાં પ્રેમ નથી પણ તેના વાસ્તવિક સ્વરૂપનો સ્વીકાર કરવામાં ખરો પ્રેમ સમાયેલો છે. સ્ત્રી જ્યારે કોઈ વ્યક્તિને સાચો પ્રેમ કરે છે ત્યારે તેને બદલી નાખવાનો વિચાર કર્યા વિના તેની તમામ ક્ષતિઓનો પણ સ્વીકાર કરે છે. આખરે સંપૂર્ણ તો કોઈ નથી, તમામમાં કોઈને કોઈ ઉણપ તો હોય જ છે.

ખરાબ સમયમાં પણ સાથ આપશે

પોતાના પાર્ટનરને ખરો પ્રેમ કરતી સ્ત્રી ક્યારે પણ તેના ખરાબ સમયમાં તેનો સાથ નથી છોડતી. તેને પોતાના સાથીમાં વિશ્વાસ હશે તો તે તેને ફરી ઊભો કરવામાં સહાય કરશે અને કઠિન સમયમાં તેનો સાથ નિભાવશે.

તમારા પ્રિયજનને પણ અપનાવશે

સ્ત્રીના પ્રેમનો એક સંકેત એ પણ છે કે તે તમારા પ્રિયજનને પણ પોતાના બનાવશે. તમને પ્રેમ કરતી સ્ત્રી તમારા પરિવાર અને મિત્રોને આદર આપશે. પોતાના નેક ઈરાદા સાબિત કરવા તે ખરા પ્રયાસો કરશે.

સ્ત્રી પોતાની નબળાઈ છતી કરવામાં સંકોચ નહિ રાખે

પ્રથમ ડેટમાં સ્ત્રી રિઝર્વ રહે તે સ્વાભાવિક છે, પણ જ્યારે તે ખરો પ્રેમ કરવા લાગે ત્યારે તેને પોતાની નબળી કડી છતી કરવામાં સંકોચ નથી હોતો કારણ કે તેને પોતાના પાર્ટનરમાં વિશ્વાસ હોય છે. પરિણામે બંને વચ્ચે ગહન સંવાદ રચાય છે અને સંબંધ વધુ ગાઢ બને છે. આવી ક્રિયામાં પુરુષ પણ પોતાની ખાનગી વાત છતી કરવા પ્રેરાય છે.

પોતાના રહસ્યો વિશે તે પુરુષ પર વિશ્વાસ રાખે છે

પોતાના ભૂતપૂર્વ સંબંધ વિશેની જાણકારી હોય કે અન્ય કોઈ રહસ્ય હોય, તેની માહિતી હોય, સ્ત્રી જલદી તેને છતી નથી કરતી. પણ જ્યારે તે આવી બાબતો ઉજાગર કરવા લાગે ત્યારે સમજી લેવું કે તેનો પ્રેમ સાચો છે. તે પોતાનું ભાવિ તમારા પ્રેમ ખાતર જોખમમાં મુકવા તૈયાર થઈ છે. દરેક પાસે પોતાના રહસ્યો હોય છે, પણ તેને પાર્ટનર સાથે શેર કરવા મહત્વની બાબત છે.

તમને પ્રાથમિક્તા આપશે

કોઈપણ સ્ત્રી તાત્કાલિક તમને તેના મિત્રો, પરિવાર અથવા અન્ય બાબતોથી વધુ મહત્વ નહિ આપે. પણ જ્યારે તે ખરો પ્રેમ કરવા લાગે છે ત્યારે તમે તેની પ્રાથમિક્તા બની જાવ છો. પોતાની દરેક યોજના વિશે તમને માહિતગાર કરશે અને પોતાની દિનચર્યામાં તમને સ્થાન આપશે.

બલિદાન આપવા તૈયાર રહેશે

ભોગ આપવો અને સમાધાનકારી વલણ અપનાવવું કોઈપણ સંબંધનો મહત્વનો હિસ્સો છે. કોઈ સ્ત્રી જ્યારે તમને મદદ કરવા પોતાનો પ્રોજેક્ટ અથવા પોતાની જરૂરીયાત બાજુએ રાખે ત્યારે સમજી લેવું કે તમે તેની પ્રાથમિક્તા છો અને તેના માટે ઘણુ મહત્વ ધરાવો છે. આ વફાદારી  દીર્ઘ સંબંધનો હિસ્સો છે, પણ યાદ રહે કે તેની આ ભલમનસાઈનો ગેરલાભ લેવાથી વાત બગડી શકે છે.

- ઉમેશ ઠક્કર


Google NewsGoogle News