Get The App

સેક્સી એન્ડ ક્લાસિક

છ વારની સાડીના બે મુખ્ય રૃપ

Updated: Oct 31st, 2017

GS TEAM

Google News
Google News
સેક્સી એન્ડ ક્લાસિક 1 - image

આપણે ત્યાં સેંકડો વર્ષથી સાડી પહેરાતી આવી છે. પણ આજે જે અંદાજમાં સાડી પહેરવામાં આવે છે તેણે આ છ વારના પરિધાનને સેક્સી કે કલાસિક જેવા જુદાં જુદાં નામ આપી દીધાં છે.

ફેશન ડિઝાઈનરો કહે છે કે જો તમે સેક્સી દેખાવા માગો છો તો જ્યોર્જટ, શિફોન, શાટિન જેવી ફોલિંગ ફેબ્રિકની સાડી પહેરો. વળી તેમાં જો સરસ મઝાનું ભરતકામ કરેલું હશે તો તે વધુ આકર્ષક દેખાશે.

અલબત્ત, આવી સાડીને વધુ સેક્સી બનાવવામાં બ્લાઉઝ મહત્ત્વનો ભાગ ભજવે છે. બેકલેસ, હોલ્ટર, સ્ટ્રેપલેસ, લો-કટ કે પછી ડીપ-બેકના બ્લાઉઝ થોડી સાદી સાડીને પણ સેક્સી લુક આપવામાં સહાય કરે છે.

સાડી પહેરવાની રીત પણ જે તે યુવતીને અણધડ અથવા સેકસી ચીતરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સાડીને સારી રીતે પીન-અપ કરવાથી સાડી ઉપરાંત તે પહેરનારના અંગ-ઉપાંગો પણ લુગડે વીંટેલા રત્ન જેવા દેખાય છે. તેથી સાડીનો પાલવ છુટ્ટો મૂકી દેવાને બદલે તેને સારી રીતે પીન-અપ કરો. આમ કરવાથી તમારી સાડી પણ વ્યવસ્થિત રીતે પહેરેલી દેખાશે. વળી તેને કારણે તમારા આકર્ષક હાથ અને પૂંઠના 'દર્શન' પણ થશે.

અગાઉની સ્ત્રીઓમાં કમરે ચાવીનો ઝુડો લટકાવવાની ફેશન હતી. ચાંદીની ઝુડાની અનેક ડિઝાઈન નારીની કમરને શોભાવતી. પણ હવે આ ઝુડાને માત્ર દેખાવ ખાતર જ પહેરવામાં આવે છે, એક એકસેસરી તરીકે. આજે સાડી સાથે, ખાસ કરીને ટ્રેન્ડી સાડી સાથે કોઈ ભારેખમ ઘરેણાં નથી પહેરતું.

આંગળીમાં સ્ટેટમેન્ટ રિંગ, ગળામાં હીરાની સેર અને કમર પર ઝુડાની એકસેસરી, જો નેકપીસ પહેરો તો કાન ખાલી રાખો. અને જો કાનમાં લટકણિયા પહેર્યાં હોય તો ગળામાં કાંઈ ન પહેરો. વધારે પડતા આભૂષણોને કારણે લોકોનું ધ્યાન તમારી સાડી તરફ નહીં, પણ અલંકારો તરફ જ જશે.

સેક્સી એન્ડ ક્લાસિક 2 - imageસાડીના તમારા સેક્સી લુકને કમ્પલિટ કરવા સ્મોકી આઈ મેકઅપ કરો. અને તેની સાથે અન્ય મેકઅપ ન્યુડ રાખો. વન શોલ્ડર બ્લાઉઝ સાથે કર્લ્સ અને વેવ્ઝવાળી હેરસ્ટાઈલ કરો. વાળને પાછળ રાખવાને બદલે એક તરફ રાખો. આવી હેરસ્ટાઈલ સાડી લુકને વધુ સેકસી બનાવે છે.

પરંતુ જો તમને કલાસિક સાડી પહેરવી હોય તો હાથવણાટની કોટન અથવા સિલ્કની સાડી પહેરો. આવી સાડીમાં સાદગીની સુંદરતા આંખે ઊડીને વળગે છે, જે તેને એકદમ ખાસ બનાવે છે. ચાહે તે એમ્બ્રોઈડરી કરેલી હોય કે ઝરદોસી અથવા ગોટા બોર્ડરવાળી હોય. બાંધણી અને લહેરિયાની ગણના પણ કલાસિકમાં થાય છે.

આવી સાડી સાથે આખી પીઠ ખુલ્લી દેખાય એવું નહીં, પણ પીઠ ઢંકાઈ જાય એવું બ્લાઉઝ પહેરો. ચાહે તો સ્ટેન્ડ-વી નેકનું આખી પીઠ ઢાંકી દેતું બ્લાઉઝ હોય કે ઉપરથી થોડી પીઠ ખુલ્લી દેખાય એવું   ગોળ-ચોરસ ગળાનું. હા, તેની બાંયની લંબાઈ મોટા ભાગે કોણી સુધીની જ હોવાની.

કલાસિક સાડીની કમાલ તેના પલ્લુમાં હોય છે. તમે ચાહો તો રેખા અને વિદ્યા બાલનની જેમ તેનો પાલવ છુટ્ટો રાખો કે પછી તેની પ્લિટ વાળીને પીન-અપ કરી દો. પરંપરાગત સાડી સાથે આભૂષણો પણ પરંપરાગત જ શોભશે. કાનમાં ઝુમખા, ગળામાં હાર અને હાથમાં બંગડીઓનો સેટ કે પછી પાટલા સાથે આગંળીમાં વીંટી, હા, ઘણી માનુનીઓ સિલ્ક કે કોટનની સાડી સાથે પણ હીરાના આભૂષણો પહેરે છે. પણ કલાસિક લુક માટે ગોલ્ડ જ્વેલરી બેસ્ટ ઓપ્શન છે.

કલાસિક સાડી સાથે ઝાઝા મેકઅપની જરૃર નથી. લિપસ્ટિક અને ચાંદલો પણ પૂરતો થઈ રહેશે. આવી સાડી સાથે લો બન બેસ્ટ હેરસ્ટાઈલ ગણાશે.
-નયના


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

 

Tags :