Get The App

જૂની જ્વેલરી પર્સનો રિયુઝ! .

Updated: Apr 15th, 2024

GS TEAM


Google News
Google News
જૂની જ્વેલરી પર્સનો રિયુઝ!                                          . 1 - image


ઘરમાં એવી કેટલીય ચીજવસ્તુઓ છે જેનો ઉપયોગ અન્ય રીતે થઈ શકે છે. આમાં એક છે - જ્વેલરી પર્સ! સોના-ચાંદીના દાગિનાની ખરીદી જેવા કે ઝાંઝર, વીંટી, ચેન, બંગલી કે પાટલા જેવી ચીજ-વસ્તુઓ ખરીદવા માટે તમે જાવ છો ત્યારે તમને ઝવેરી આ ચીજવસ્તુની સંભાળ અને સુરક્ષા માટે એક પર્સ આપે છે, જે ધીમે ધીમે ઘરમાં એકથી વધુ હોય છે. ઘણા લોકો તેને કેટલીય વાર ફેંકી દે છે. લોકો તેમની જ્વેલરીનો ઉપયોગ કરે છે, પણ ઝવેરીએ આપેલા પર્સ ફેંકી દે છે. આ પર્સોનો અન્ય કામ માટે ઉપયોગ કરી શકાય છે. જો તમે એ વિચારીને આશ્ચર્ય અનુભવશો, તો તમારી કન્ફ્યુઝન દૂર કરીએ છીએ. અહીં અમે તમને એ જણાવીશું કે ઝવેરીએ આપેલું જ્વેલરી પર્સનો અન્ય કેવો ઉપયોગ થઈ શકે છે. શક્ય છે તમને પણ એ ગમી જશે.

ફોન હેલ્ડર તરીકે

તમે તમારા જ્વેલરી પર્સને ફેંકવાને બદલે ફોન-હોલ્ડર તરીકે તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે કોઈ પણ દીવાલ પર લોખંડની ખીલીની મદદથી પર્સને દીવાલ પર લટકાવી શકો છો. આ પછી તમે તેમાં તમારો મોબાઈલ-ફોન મુકી શકો છો તમે ચાર્જમાં મુકાયેલા ફોનને પણ આ પર્સમાં સુરક્ષિત રાખી શકો છો. ધ્યાન રાખો, એક પર્સમાં ત્રણ-ચાર ફોન નહીં રાખતા કેમ કે મોબાઈલ ફોનોનો વજન વધી જતાં આ પર્સ ફાટી પણ શકે છે.

થેલીમાં સિક્રેટ બેગ

જ્વેલરી પર્સ સાધારણ રીતે સાઈઝમાં નાના હોય છે. આવી પરિસ્થિતિમાં તમે મોટી થેલીમાં એક સિક્રેટ બેગની જેમ પણ આ પર્સનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કોઈ સેલો-ટેપનો પણ ઉપયોગ કરી શકો છો અથવા સોઈ-દોરાથી મોટા થેલામાં આ પર્સને જોડી પણ શકો છો. આમ કરવાથી તમને ફળ-શાકભાજીની ખરીદી માટે માર્કેટમાં જાવ ત્યારે આ પર્સમાં પૈસા પણ રાખી શકો છો. આવું કરવામાં કોઈ મુશ્કેલી કે મૂંઝવણ નહીં અનુભવતા. આ નાનકડાં સિક્રેટ પર્સમાં તમારા પૈસા સુરક્ષિત રાખી શકશો. આ સાથે જ તમારા જ્વલરી પર્સનો પણ યોગ્ય ઉપયોગ થશે.

પેપર-પેન અથવા કાર્ડ-હોલ્ડર

ઝાંઝર અને અન્ય દાગિના ખરીદતા તમને જ્વેલરી પર્સ મળે અને તમે તેને ફગાવી દેતા હો તો અટકી જશો. અમે તમને એક ઉપયોગ બતાવીએ છીએ જે તમને ઉપયોગમાં આવી શકે. આ પર્સનો ઉપયોગ તમે પેપર, પેન અથવા તો કાર્ડ વગેરે રાખવા માટે પણ કરી શકો છો. આ માટે તમારે વધુ કશું કરવાની જરૂર નથી. સ્ટડી ટેબલની નજીક સાઈડ પર દીવાલ પર ડબલ-સાઈડ ટેપથી તમે પર્સને ચીટકાવી દો અને તેમાં તમે હળવા વજનના પેપર અને ચીજ સહેલાઈથી રાખી શકો છો.

કબાટમાં બનાવો હિડન સ્પેસ

તમે તમારા કપડાં રાખવાના કબાટમાં એક હિડન સ્પેસ બનાવી શકો છો જ્યાં તમે તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો. આ માટે તમારે માત્ર ડબલ-સાઈડેડ ટેપની જરૂર પડશે. આ ટેપની મદદથી કબાટના કપડાં પાછળ પર્સને ચીટકાવી શકો છો. આ પછી તમે જ્વેલરી પર્સમાં પણ તમે તમારા પૈસા બચાવીને મુકી શકો છો. આ કોઈની જરમાં પણ નહીં આવે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે. આ ઉપરાંત કેટલાંક જરૂરી નાના-મોટા કાગળ-નોંધને પણ તમે તેમાં રાખી શકો છો.

- ભૂપેન્દ્ર પટેલ

Tags :