બાળરોગ - ''કૃમિ'' અને સારવાર

- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ
પ્રત્યેક માતા-પિતાને પોતાનું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ માટે બાળકનાં ઉછેર વિકાસ અને સ્વાસ્થ્ય વિશેની પુરેપુરી જાણકારી હોવી જરૂરી છે. બાલરોગોમાં ''કૃમિ'' વિશેષ પ્રમાણમાં જોવામાં આવતો રોગ છે. આ કૃમિઓ ઘણાં પ્રકારનાં હોય છે. જેવાં કે, (૧) લાંબા અને ગોળ (૨) પાતળાં દોરા જેવાં (૩) સૂક્ષ્મ હુક જેવા (૪) ચપટા પટ્ટી જેવા. અમુક પ્રકારનાં કૃમિઓ નરી આંખે જોઈ શકાતા નથી. પણ એલોપેથીમાં યંત્ર વડે જોઈ શકાતા હોય છે. (1) Thread worms (2) Tape worms (3) Hook worms (4) Whip worms (5) Round worms એવાં જુદા-જુદા પ્રકારો બતાવ્યાં છે.
આજ-કાલ આપણે ત્યાં ઘણાં બાળકોમાં કૃમિની તકલીફ જોવા મળતી હોય છે. કૃમિરોગનો યોગ્ય ઉપચાર કરવામાં ના આવે તો બાળકની પાચનક્રિયા પર તેનાં પોષણ અને વિકાસ પર દુષ્ટ પ્રભાવ પડે છે.
કૃમિ રોગ થવાના કારણો :-
કૃમિ થવાના અનેક કારણો છે
(૧) જેમાં મીઠી ચીજ, નળપણનું વધુ પડતું સેવન
(૨) માટીમાં રમવું
(૩) માટી ખાવી
(૪) દૂષિત-વાસી શાકભાજી ખાવા
(૫) વધુ પીસેલાં મોટાં તથા
ગોળનાં પદાર્થો ખાવા.
(૬) ગંદકીમાં રમવું વગેરે.
બાળકના હાથ-પગ ધોયા વિના જ માટીવાળા હાથે જમવા બેસી જવાની રીત પણ કૃમિરોગ ઉત્પન્ન કરે છે.
લક્ષણો :-
કૃમિનાં કારણે પાંડુતા, અરૂચિ, શરીરમાં ફીકારા, ચીડીયો સ્વભાવ, દાંત કચકચાવા..
ઊંઘમાં દાંત કચકચાવવા
પેટમાં વારંવાર દુઃખાવાની ફરિયાદ કરવી
પથારીમાં મૂળત્યાગ
શીળસ, લાળ પડવી
ક્યારેક ખૂબ ખાવું તો ક્યારેક ખોરાક લેવાની ઈચ્છા ન થવી વગેરે કૃમિનાં સામાન્ય લક્ષણો છે.
સારવાર :-
(૧) કૃમિકારક પદાર્થો ગોળ, મેંદો વગેરે બંધ કરીને આયુર્વેદમાં દર્શાવેલ કૃમિઘ્ન ઔષધોનું વિધિવત સેવન કરવાથી કૃમિરોગ મટી શકે છે.
(૨) કૃમિઘ્ન ઔષધોમાં ખુરસાની અજમાનો ઉપયોગ વિશેષ થાય છે.
(૩) વિડંગ ચૂર્ણ, કૃમિ હકાર રસ, કૃમિકલ્યાણ રસ, વિડંગારિમ્, નિમ્બષ્ટક ચૂર્ણ વગેરેમાંથી કોઈ પણ એક યોગનું ચિકિત્સકની સલાહ મુજબ સેવન કરવું.
(૪) આહારની બાબતમાં પણ સાવચેતી રાખવી જોઈએ. ઉકાળેલું, ગાળેલું પાણી જ પીવું, શાકભાજી, ફળફળાદિ દોઈને જ આપવા જોઈએ.
(૫) બાળકોને ગમે તે જગ્યાઓ ગંદકીમાં રમવા દેવા જોઈએ નહીં.
(૬) સંડાસ જઈ આવ્યા પછી હાથ-પગ સાબુથી બરાબર ધોઈ નાખવા જોઈએ.
(૭) જમવા બેસતા પહેલા હાથ-પગ ધોઈને જમવા બેસવાની ટેવ પાડવી જોઈએ.
(૮) કૃમિરોગો એ દૂધ, દહીં, માંસ, ઘી, પાંદડાવાળા શાક, ખટાશ તથા ગળ્યા પદાર્થો ખાવા નહીં.
જે બાળકોનાં ચહેરા ઉપર મોઢામાં અંગૂઠો સૂચવાની આદત, સફેદ-સફેદ આછા ડાઘ થતાં હોય, મોઢામાંથી લાળ પડતી હોય, પેટમાં દુઃખાવો થતો હોય વેગેર કૃમિરોગનાં કારણે થતું હોય છે. મળમાર્ગમાં ખંજવાળ આવે, ઘણાંને તો પેટમાં ખૂબ લાંબા-લાંબા અને મોટા કૃમિ થતાં હોય છે. આડુનાં પાંદડાનો રસ પીવાથી ક્રીડા મટી જાય છે. થોડો ગોળ ખાધા પછી આડુનાં પાંદડાનો રસ પીવાથી જેવો આ રસ પેટમાં જાય છે, તેવું તુરંત આ કૃમિ મટી જાય છે. બાળકો માટે કપિલા ચૂર્ણ કે વિડંગાસવ પણ કૃમિરોગમાં શ્રેષ્ઠ દવા બતાવેલી છે.
ટામેટામાં થોડું મીઠું નાખીને આપવાથી કે ખાટી છાશ આપવાથી પણ પેટમાં નાના-નાના કૃમિ મટી જાય છે.
આંતરડા જ્યારે નબળા પડે છે ત્યારે પેટમાં કૃમિ ઉત્પન્ન થાય છે, આ માટે આંતરડાને મજબૂત બનાવવા જોઈએ. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી પેટમાં કીડા ઉત્પન્ન થતા જ નથી.
કૃમિ ઘણીવાર stool માં પણ જોવા મળે છે અને નથી પણ મળતાં. stool ટેસ્ટ કરવાથી આ રોગ છે કે, નહીં તે જાણી શકાય છે.
બાળકોને બહારનું ખાવાનું, પડીકાનાં ફૂડ, ચોકલેટ-મેંદાવાળી આઈટમ, જંકફૂડ, બહારનું ઠંડુ ખાવાનું વગેરે ટાળવું જોઈએ. ગંદા હાથથી પણ ખાવું નહીં. નહીંતર બાળકોમાં લોહીની ઊણપ તથા બાળકનું વજન વધતું નથી. આયુર્વેદિક સારવાર તથા પથ્યા-પથ્યની કાળજી બાળકોને આ તકલીફથી દૂર રાખે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

