mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આધેડ વયે એકબીજાથી વિમુખ બનતા પતિ-પત્ની

Updated: Jul 3rd, 2023

આધેડ વયે એકબીજાથી વિમુખ બનતા પતિ-પત્ની 1 - image


- મોટાભાગનાં દંપતીને આમતો વૈજ્ઞાાનિક હકીકતનો ખ્યાલ હોતો નથી કે દરેક દંપતીના જીવનમાં એક સમય એવો જરૂર આવે છે કે જ્યારે  બંનેને  એકબીજા માટે નફરત પેદા થાય છે. આ સમયે સાવધાન રહી પતિ પત્ની જો એકબીજાને સહન કરીલે તો એમનું રગશિયું ગાડું પાછુ ંચીલા પર આવીને સરસ રીતે ચાલવા લાગે છે 

આધેડ વયે એકબીજાથી વિમુખ બનતા પતિ-પત્ની 2 - imageલગ્નજીવનના મુખ્યત્વે ત્રણ તબક્કા હોય  છે. પહેલા તબક્કાનું લગ્નજીવન અત્યંત આહલાદક, રોમાંચક અને સુખમય હોય છે. એ સમયે પતિ અને પત્ની બંનેને એક-બીજા માટે ત્યાગ કરવા, દુઃખ ભોગવવા, ઘસાઇ છૂટવા તત્પર હોય  છે. લગ્ન બાદતો પતિને પત્ની સાક્ષાત રતિરૂપે દેખાય છે. અને પત્નીને પતિ કામદેવનો  બીજો અવતા૨લાગેછે. એથી પતિ-પત્ની બંને એકબીજાના નાનામોટા દોષ ભૂલી જવા તત્પર રહે છે. પરંતુ લગ્નના બીજા તબક્કામાં પ્રવેશ કરતાં જે પતિ-પત્નીની પ્રશંસા કરતાં  થાકતો નહોતો અને જે પત્ની પતિની આસપાસ  ફર્યા  કરતી હતી એ બંને  એકબીજાની  કડક ટીકા કરવા લાગે છે. એકબીજાના દોષ જોવા લાગે છે અને ઘણીવાર તો એમની વચ્ચે દિવસમાં બે-ત્રણવાર ઝઘડા થયા કરે છે.

મોટાભાગનાંદંપતીનેઆમનોવૈજ્ઞાાનિક હકીકતનો  ખ્યાલ હોતો નથી કે દરેક દંપતીના જીવનમાં એક સમય  એવો જરૂરઆવે છે કે જ્યારે  બંનેને  એકબીજા માટે  નફરત પેદા  થાય છે. આ સમય આવે  સાવધાન રહી પતિપત્ની જો એકબીજાને  સહન કરી લેતો એમનું રંગશિયું ગાડું પાછુ ંચીલા પર આવીને સરસ રીતે ચાલવા લાગે છે પણ જે દંપતી આ સમયને ઓળખ્યા વિના એકદમ આવેગમાં આવીપ્રેમના તંતુને તોડી નાખેછે એમની જીવનનૈયા અધવચ્ચે જ અટકી જાય છે. એમનામાંસમજહોય અને એકબીજા પ્રત્યે ઉવેલી કડવાશને છુપાવીને સૂઝ સમજ નેધીરજથી કઠીનાઇઓ પાર કરીશ કાયતો એમનું  દાંપત્ય બચી જાય છે. દામ્પત્ય માટે આ એક અત્યંત કઠીન સમય હોય છે.  એ સમયે પતિ-પત્ની વચ્ચે ઉવતા કડવાશો  ન છુપાવા  સૂઝ સમજ ને ધીરજથી કઠીનાઇઓ પાર કરી શકાયતો એમનું દાંપત્ય બચી જાય છે.

દામ્પત્ય માટે આ એક અત્યંત કઠીન સમય હોયછે.એ સમયે પતિ-પત્ની વચ્ચે  ઉદ્ભવલી  કડવાશને છુપાવાને  સૂઝસમજને  ધીરજથી  કઠીનાઈઓ પાર કરી શકાય તો એમનું દાંપત્ય બચી જાય છે.

દામ્પત્ય માટે આ એક અત્યંત કઠીન સમય હોય છે. એ સમયે પતિ-પત્ની વર્ષો સુધી સાથે રહ્યાં હોવા છતાં  એકબીજાને  સમજી શકતાં  નથી અને ભૂતકાળના સુખી દિવસોને વર્તમાન સાથે સરખાવી વધારે દુખી થાય છે.

આમ પણ દુઃખી થવાથી અને એકબીજાની નફરત કરવાથીકે એકબીજાથી  દૂર ભાગવાથી પેદા થયેલો પ્રશ્ન ઉકેલાતો નથી.  દૂર ભાગવાથી પતિ-પત્ની પોતે દુઃખી થાયછે. અને પોતાનાંબાળકોને પણ દુઃખી કરે છે. એટલે આ પ્રશ્ન ઉકેલવા માટેસૌથી પહેલાંતો આવો પ્રશ્ન શાથી ઊભો થાય છે એ શોધી કાઢવા પ્રયાસ કરવો જોઇએ.

આ પ્રશ્ન માનસશાીય દ્રષ્ટિએ વિચારીએ તો કોઇપણ ચીજ નવીનવી હોય ત્યારે જેટલી આકર્ષક લાગે છે એટલી અમુક સમય બાદ લાગતી નથી. એ નિજવ વસ્તુની  જેમ  વ્યક્તિને પણ લાગુ પડે છે. પતિ-પત્ની જ્યારે પહેલ-વહેલાં મળે  ત્યારે  એકબીજા પ્રત્યે જે આકર્ષણ અને  પ્રેમ  અનુભવતાં હોય છે  એ દસ-બાર વર્ષ પછી આપોઆપ ઘટી જાય છે.  સતત એક ચીજના  સંપર્કમાં  હેવાથી એ ચીજ પ્રત્યે  જેમ નફરત જાગે છે એમ વ્યક્ત માટે પણ એવી નફરત જાગે છે. 

આરંભમાં પત્નીનો સુંદર ચહેરો તાજું બદન, આકર્ષક વેશભૂષા પતિને લોભાવનારો લાગે છે. અને પતિનો સુદ્રઢ દેહ, આકર્ષક વર્તાવ અને આરંભનો જુસ્સો  પત્નીને  આકર્ષક  લાગે  છે. પણ ૧૦-૧૨ વર્ષના ગૃહસ્થજીવન બાદ પ્રેમની ભરતીમાં ઓટઆવે છે. બાળકો  થયા બાદ  પત્નીની  ગૃહિણી અને માતા તરીકેની  જવાબદારીઓ  વધી  જાય છે. એથી એ પતિ તરફ પૂરતું ધ્યાનઆપી શક્તી નથી. એથી પતિને એમ  લાગે છે કે પત્નીને હવે પોતાના માટે  પ્રેમ રહ્યો નથી. એથી  એ પણ ઉદસીન થવા લાગે છે. આમ  બંને  વચ્ચેનું  અંતર દિવસે-દિવસે વધવા લાગે છે.

અમુક ભાગ્યશાળી દંપતીને બાદ કરતાં મોટા ભાગનાં દંપતી આઠ-દસ વર્ષના લગ્નજીવન બાદ એકબીજાથી કંટાળવા લાગે છે. એનું બાહ્ય કારણ શરીરનું  ઝાંખુ  પડતું  જતું  સૌંદર્ય પણ છે. દસ વર્ષબાદ પત્નીના ચહેરાની તાજગી ઓછી થાયછે   અને એને હવે પોતાના સૌંદર્યને શણગારવામાં બહુ રસ પણ હોતો નથી. સામે પક્ષે પુરુષ એના કુદરતી સ્વભાવ પ્રમાણે સૌંદર્યની ઝંખના ચાલુ રાખે છે. એથી નવી યુવતીઓ સાથે વાતચીત કરવા અને એમના સહવાસમાં  રહેવાની  એને વધારે ઇચ્છા રહે છે. પત્ની એમ  ઇચ્છે છે  કે પતિ હજી પહેલાની જેમ જ પોતાના સૌંદર્ય પ્રત્યે મુગ્ધ રહે અનેએનીપ્રશંસા કર્યા કરે. પણ પતિએમ કરવાના બદલે નવા નવા પુષ્પોની સુગંધ લેવા પ્રેરાય છે. સામાન્ય રીતે દરેક પુરુષમાં ઓછેવત્તે અંશે આભ્રમર વૃત્તિ હોય જછે.

આધેડ  -   ઉંંમર પતિ-પત્ની બંનેની થઇ હોય છે પણ ઉંમરની અસર પતિ કરતાં પત્ની પર વધારે થઇહોય છે. આમ છતાં પત્ની એમ ઇચ્છતી હોય છે કે પતિ લગ્નજીવનના આરંભના   દિવસોની જેમજ એના તરફ જોયા કરે .   પણ આરભમાં કે પત્નીના સૌંદર્યની એ ખુલ્લે આમ પ્રશંસા કરતો હતો એ જ પત્નીના ફૂલી ગયેલા પેટ અને ફિક્કા ચહેરાની એ ખુલ્લેઆમ મજાક કરવા લાગે છે. પત્નીનું સ્થૂળ કે માંદલુ  શરીરએને ધિક્કારવાલાયક લાગેછે.

પતિની આવી મજાક મશ્કરીથી પત્નીના કોમલ હૃદયને આઘાત લાગે એ તદ્દન સ્વાભાવિક છે. એ આઘાતથી એ પોતાના સૌંદર્ય પ્રત્યે વધારે કઠોર બનવા લાગે છે. એ ઉપરાંત પતિ ઉપર ખીજાઇને એ એની બીજા પુરષો સાથે સરખામણી કરવા લાગે છે. એના ટાલિયાપણાની  મશ્કરી  કરે છે અને એને મહેણાંટોણાં પણ મારે છે. આમ પતિ-પત્ની બંને એકબીજાને મહેણાં મારી બંને વચ્ચેની કડવાશમાં વધારો કરે છે.

ીઓમાં સહનશીલતા હોવાથી એ પતિનાં મહેણાં સહન કરી લે છે. પણ પતિ પત્નીનાં મહેણાં સહન કરી શકતો નથી. પત્નીની  ઉદાસીનતા સહનના થઈ શકવાથી એ ઘર છોડી બહાર  ફરવા લાગે છે. બહાર  એ મિત્રો સાથે સમય પસાર ક છે, અથવા તો કોઇ યુવાન ી સાથે મૈત્રી કરે છે. આવા સમયે પુરુષ એમ ઇચ્છે છે કે યુવતી પોતાના સમવયસ્ક યુવાન તરફ જોતી હોય એમ પોતાના તરફ જોવાલાગે. વાસ્તવમાં પત્નીની ઉદાસીનતાના  કારણેજ પતિના મનમાં આવી ઇચ્છા જાગે છે. પણ આવી ઇચ્છા કરતાં કરતાં જ પતિ બીજી કોઇ ીસાથે પ્રેમ કરવાલાગેછે. એનો પત્નીને ખ્યાલ પણ રહેતો નથી.

પછી તો પત્નીની સહનશીલતા પણ ખૂટી જાય છે. એપતિની પ્રેમિકાને  ચલાવી લેતી નથી. એમાંથી બંને વચ્ચે  ઝઘડા  શરૂ  થઇ જાય છે. અને   એનું   પરિણામ ઘણીવાર છૂટાછેડામાં આવે છે.

આ  સ્થિતિ  આવતાં  આફત પત્ની માટે ઊભી થાય છે. પતિએનો ત્યાગ કરે અથવા છૂટાછેડા લે તો પત્ની માટે જીવન પસાર કરવું મુશ્કેલ થઇ પડે છે. દાંપત્યની આવી કટોકટીભરી સ્થિતિમાંથી ઉગરવા માટે પત્નીએસાવચેતીથી વર્તવું જોઇએ. ીમાં પુરુષની અપેક્ષાએ વધારે ધૈર્ય, સહનશીલતા, વ્યાવહારિક બુધ્ધિ અને સૂઝ હોય છે. એથી એણે લગ્નજીવનમાં આવી પડેલા સંકટનો સામનો કરવા કટિબધ્ધ થવું જોઇએ.

સૌ પ્રથમ તો એણે પતિની બદલાયેલી વૃત્તિનો અભ્યાસ કરવો જોઇએ. એણે સમજી લેવું જોઇએ કે પતિ એના તરફ શાથી ઉદાસીન બનવા લાગ્યો છે. પતિ જો  એનામાં  અગાઉના જેવો રસ ન લેતો હોય તો એણે પોતાની ખામી શોધી કાઢવી જોઇએ પોતે પોતાનું  ક૨માયેલું  સૌંદર્ય ફરીથીતાજું  બનાવવા પ્રયાસ કરવો  જોઇએ. હળવા મેકઅપથી  નિયમિત રીતે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવાથી પત્ની આધેડ  અવસ્થામાં  પણ પતિ માટે  આકર્ષણનું કેન્દ્ર બની શકે. એને જો એમ લાગતું હોય કે પોતે બાળકો ત૨ફ વધારે ધ્યાન આપે છે એથી પતિ ખીજાયછે તો એણે  થોડો  સમય વધારે ખર્ચીનેપણ પોતાની સંભાળ રાખવા પ્રયાસ કરવો જોઇએ.

પતિ-પત્નીના સંબંધમાં જાતીય સંબંધ ઘણો મોટોભાગ ભજવેછે. ઘણીીઓ બે બાળકો થઇ ગયા પછી જાતીય વૃત્તિ તરફ ઉદાસીન બનવા લાગે છે. એથી પતિની કામેચ્છાનો તિરસ્કાર કરે છે. અથવા તો એના ઉલ્લાસનો યોગ્ય રીતે પડઘો પડતો નથી. આના પરિણામે પતિ ગુસ્સે થઇને બારફરતો થઇ જાય છે,


Gujarat