બાળકોને 'મિલ્ક-બિસ્કિટ સિન્ડ્રોમ'થી કેવી રીતે બચાવવા?

સંતાનોના સ્વાસ્થ્ય માટે સુયોગ્ય સુપાચ્ય ખોરાક જે રીતે જરૂરી છે એ જ રીતે તેનો સમય પણ જાળવવો જરૂરી છે. નાસ્તા તરીકે બિસ્કિટ-દૂધ લેતાં બાળકોને માતાપિતાએ તેને સમયસર આ પોષક તત્ત્વો આપવા જોઈએ. જો આવી રીતે સમયસર પોષક તત્ત્વો આપવા જોઈએ. જો આવી રીતે સમયસર પોષક તત્ત્વો આપવા જોઈએ.
જો આવી રીતે સમયસર નાસ્તો ન આપવામાં આવે તો બાળક 'મિલ્ક-બિસ્કિટ સિન્ડ્રોમ'નો શિકાર બની શકે છે અને તેને કારણે તેને ભયાનક શરદીનો સામનો કરવો પડે છે.
પ્રમાણમાં નાના બાળકોને રાતે સૂતા પહેલાં કે મોડી સાંજે દૂધ ભરેલી બાટલી પીવા આપો કે તેની સાથે તેને બિસ્કિટ આપો તો તેને પચાવવું શરીર માટે મુશ્કેલ બને છે. એમાંય જો આવો ખોરાક તેને રાતે સૂતા પહેલાં આપવામાં આવે તો તેને પચાવવો અઘરો પડે છે. સામાન્ય રીતે બાળકો ચત્તા સૂઈ જાય છે. આથી ખોરાકને પચાવવા માટે ઝરતો પાચક રસ-અત્યંત ધીમી ગતિએ પેટમાં જવાની સાથે અન્નનળીની પાછળથી ગળા, નાકના માર્ગે ઉપલા શ્વસન તંત્રને પણ સ્પર્શે છે.
પુખ્ત વયના લોકોથી સાવ વિપરિત નાના બાળકો ક્લાસિક હાર્ટબર્ન (બળતરા)નો અનુભવ કરે છે. આ એસિડિક બળતરા શરદીનું કારણ બને છે. આમાં બને છે એવું કે બેસી ગયેલું ગળું વારંવાર સાફ-સ્વચ્છ કરવું પડે છે અને સૂકી ખાંસી પણ આવે છે. સતત નાક બંધ થવાથી વારંવાર કાન અને ગળામાં તકલીફ થાય છે. આને કારણે ઊંઘની ગુણવત્તા પણ બગડે છે અને શરીરને દિવસ ભરનો થાક પણ અનુભવવો પડે છે. આનું કારણ એ છે કે આ બધા લક્ષણો શ્વસન તંત્રની સામાન્ય સમસ્યા તરફ દોરી જાય છે અને શરદી શરૂ થાય છે.
આવી પરિસ્થિતિમાં બાળકને જ્યારે ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે ત્યારે તેઓ એલર્જી, અસ્થમા અથવા વારંવાર થતાં ચેપનું ખોટું નિદાન કરે છે અને તેને કારણે ઘણીવાર એન્ટિબાયોટિક્સ, બિનજરૂરી કોર્સ તરફ દોરી જાય છે.
શરદીનું કારણ જાણવા માટે સાઇકલને બ્રેક કરો
આ બધી બાબતમાં સૌથી મહત્ત્વ અને સાચી વાત તો એ છે કે 'મિલ્ક-બિસ્કિટ સિન્ડ્રોમ' સંપૂર્ણપણે અટકાવી શકાય છે. ટાળી શકાય છે. એમાં એ પણ જરૂરી નથી કે તબીબે હસ્તક્ષેપ કરવાની જરૂર પડે. સાંજની આદતોમાં (નાસ્તા કરવાના સમયપત્રક) ફેરફાર કરીને તેનો ઉકેલ લાવી શકાય છે. આ થોડા સમયના લક્ષણો પર ધ્યાન આપો.
અલમાં મૂકો કે બે કલાક રસોડું બંધ રાખો: બધો ખોરાક અને પીણાં (પીવાના પાણી સિવાય) સૂવાના સમયના ઓછામાં ઓછા ૯૦ મિનિટથી બે કલાક (૧૨૦ મિનિટ) પહેલાં મળી જાય જેથી પેટને ખાલી થવાનો પૂરતો સમય મળી રહે.
સૂવાના સમયે પાણી જ આપો :
રાતે દૂધ અથવા જ્યુસની બોટલોને સાદા પાણીમાં બદલો. જો તમારા બાળકને આરામદાયક પીણાંની આદત હોય તો એક અઠવાડિયા દરમિયાન ધીમે ધીમે પીણું આપી તે આદત બદલો.
નાસ્તો વહેલો કરાવો :
દૂધ, બિસ્કિટ કે અન્ય કોઈ નાસ્તો વહેલો આપો- જેમ કે શાળાથી આવ્યા પછી થોડા સમયમાં અથવા બપોરના ભોજન પછી.
માથું થોડું ઊંચુ રાખીને સુવડાવો :
જો સુવામાં મુશ્કેલી પડતી હોય તો થોડું માથું ઊંચુ રાખીને કે તકિયા પર માથું રાખીને બાળકને સુવડાવો.
સાંજના નાસ્તાના સમયનું ધ્યાન રાખીને, માતાપિતાએ શરદીનું ક્રોનિક સર્કલ તોડવાનો પ્રયત્ન કરો. બિનજરૂરી દવાઓ ન આપો, પણ શરદી થઈ હોય તો બાળકને શાંતિપૂર્ણ, સ્વસ્થ રાત્રિની ઊંઘ મળે એ માટે સુયોગ્ય પ્રયત્ન કરો. આ પ્રમાણે કરવાથી 'મિલ્ક-બિસ્કિટ સિન્ડ્રોમ'થી સરળતાથી બચી શકાય છે અને શરદીને પણ ટાળી શકાય છે.
- ભૂપેન્દ્ર પટેલ




