Get The App

આરોગ્ય સંજીવની : વેજીટેબલ્સ અને તેનાં ઔષધીય ગુણો : ભાગ-2

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
આરોગ્ય સંજીવની : વેજીટેબલ્સ અને તેનાં ઔષધીય ગુણો : ભાગ-2 1 - image

ગત અંકમાં 'ટામેટાં' અને 'પરવળ'નાં ઔષધીય ગુણો આપણે જોયા. હવે આગળ વધારે વાત કરીશું. આજનાં અંકમાં બીજા કેટલાંક વેજીટેબલ્સ અને તેમનાં ઔષધો વિશે વિગતવાર ચર્ચા કરીશું. જેમાં...

'કારેલાં': કારેલાં સ્વાદે કડવાં છે. પણ ગુણે તે ખૂબ જ મીઠાં છે. આ કારેલાં પ્રાચીનકાળથી શાક તરીકે વપરાતાં આવ્યા છે. મોટેભાગે કારેલાં અને કેરી સાથે વપરાય છે.

કારેલાં આમવાત, ત્વચારોગ, ડાયાબિટીસ, યકૃતપ્લીહા-વૃદ્ધિ, વાતરકત, જવર વગેરે રોગોમાં પરમ હિતકારી પુરવાર થયાં છે. તેમાં વીટામીન 'એ' પુષ્કળ પ્રમાણમાં તેમજ વિટામીન 'સી' ફોસ્ફરસ અને લોહતત્વો પણ રહેલ છે.

કારેલાં હલકાં, ઠંડા મળને તોડનાર અને કડવાં છે. તે વાત, પિત્ત, પાંડુ, કૃમિ, પ્રમેહા અને લોહી વિકારને હરનાર છે. ઉપરાંત કમળો અને બધી જ જાતનાં પ્રમેહો પર પરમ હિતકારી છે. તે પિત્તનું શમન કરે છે અને મૂત્રજનન પણ છે.

કારેલીનાં પાનનો રસ આપવાથી ઉલટી કે રેચ થઈ પિત્તનોં નાશ થાય છે. પછી ઘી અને ભાત ખવડાવવાથી દર્દી એકદમ સ્વસ્થ બને છે. વળી...

(૧) મેલેરિયા (વિષમજવર) : કારેલીનાં સાડા ત્રણ પાન અને મરીનાં સાડા ત્રણ દાણાં વાટીને આપવાથી મેલેરિયા મટે છે, કારેલીનાં પાનનોં રસ શરીરે લગાડવાથી પણ ફાયદો થાય છે.

(૨) બાળકોને થતી ઉલટી ઉપર : કારેલીનાં ત્રણ બી અને ત્રણ કાળા મરી પાણી સાથે ખૂબ લસોટી પીવડાવવો ગમે તેવી તીવ્ર ઉલટી પણ બંધ થાય છે.

(૩) જલોદર ઉપર : કારેલીનાં પાનનો રસ ૧ તોલ રોજ સવારે સાત દિવસ આપવો. પછી બે-બે તોલા રસ આપવો. જેથી દર્દીને પુષ્કળ પેશાબ થાય છે. એક-બે વાર ઝાડા થાય છે અને જલોદર ધીમે-ધીમે મટી જાય છે.

(૪) બરોળ કે લીવર વધ્યાં હોય ત્યારે પણ ઉપરનાં પ્રયોગથી રોગ નિર્મૂળ થાય છે.

(૫) મેલેરિયા : એક એક તોલો કારેલાનો રસ આપવાથી મેલેરિયા અને જીર્ણજવર હમેશા માટે મટે છે.

(૬) દૂઝતા હરસ ઉપર : કારેલીનાં પાનનોં અથવા ફળનોં રસ એક-એક ચમચી સાકર મેળવીને આપવાથી ઘણો જ ફાયદો હરસ ઉપર થાય છે.

(૭) ડાયાબિટીસ : કૂમળા કારેલાંને છાંયડે સૂકવી તેનું ચૂર્ણ કરી ભરી રાખવું, ૧-૧ તોલો પાવડર સવાર-સાંજ આપવાથી પેશાબ માર્ગે જતી સાંકર સદંતર બંધ થઈ જાય છે.

(૮) શીતળા ઉપર : કારેલીનાં પાનનોં રસ હળદર મેળવીને પીવડાવવાથી શીતળામાં ખૂબ જ રાહત થઈ જાય છે.

(૯) રતાંધળા-પણાં ઉપર : કારેલીનાં પાંદડાનાં રસમાં મરી ઘસીને સંધ્યાકાળે અંજન કરવાથી ત્રણ જ દિવસમાં ફાયદો દેખાવા માંડે છે.

(૧૦) બાળકોનાં પેટનાં ભાર ઉપર : કારેલીનાં પાંદડાનોં રસ એક પૈસા ભાર આપવો. તેથી ઉલટી થાય છે અને ઝાડો સાફ આવે છે.

(૧૧) મૂત્રાઘાત ઉપર : કારેલીનાં પાનનોં રસ નવટાંક અને એક પૈસા ભાર હીંગ મેળવીનેં મૂત્રાધાત ઉપર આપવાથી ખૂબ જ ફાયદો જણાય છે.

(૧૨) કૃમિ ઉપર : કારેલીનાં પાનનોં રસ ગરમ કરીને પીવડાવવાથી પેટનાં બધાં કૃમિ નીકળી જાય છે.

(૧૩) આંખનાં ફુલ્લા અને જાળાં ઉપર : લોખંડના કાટવાળા વાસણમાં કારેલીનું પાન ઘસી જે રસ નીકળે તેનું રોજ સાંજે અંજન કરવું.

રતાંધળાપણાં માં પણ આ પ્રયોગથી સુંદર લાભ જોવા મળે છે.

આજનું બીજું વેજીટેબલ 'દૂધી' છે. દૂધીનાં ગુણો ખરેખર ખૂબ જ અદ્ભૂત છે. 'યથા નામ તથા ગુણ' એ ઉક્તિ પ્રમાણે દૂધી દૂધ જેવા ગુણો ધરાવે છે. વનસ્પતિમાંથી એટલે કે દૂધી માંથી વનસ્પતિજન્ય દૂધ મળે છે. એટલે કે અતિ નિર્દોષ પાચક અને તમામ પ્રકૃતિમાં પથ્યકર શાક છે. આ શાક લગભગ બારે માસ મળે છે. દૂધીને તુંબડી પણ કહેવામાં આવે છે. તુંબડી બે જાતની આવે છે. એક કડવી તુંબડી, બીજી મીઠી તુંબડી, મીઠી તુંબડી એટલે દૂધી. કડવી તુંબડી નદી તળાવમાં તરવા માટે વાપરવામાં આવે છે. કડવી તુંબડી નદીનાં પૂર સામે તારે છે. તેમ મીઠી તુંબડી રોગોમાં મહાસાગરમાંથી તારે છે. સફેદ, કુણી, સુંવાળી, દૂધી શાક માટે અતિ ઉત્તમ ગણાય છે. તેનું રાઈતું પણ બને છે.

શાકમાં દૂધી ઘણીવાર એકલી પણ વપરાય છે. તે ગુણમાં ખૂબ શીતળ છે. ચણાની દાળ અથવા બટાકા સાથે મિશ્ર કરીને પણ તે ઉપયોગમાં લેવાય છે. દૂધી શીતળ, રેચક અને બળપૂર છે. ગરમ પ્રકૃતિવાળા એ દૂધીનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ, કારણકે દૂધી ઠંડક અને પોષણ બંને આપે છે. દૂધીનો ગર્ભ, કૂમળાવેલા અને પાનનોં ઔષધ તરીકે ઉપયોગ થાય છે. તાવમાં ગરમી મગજ પર ન ચડી જાય તે માટે દૂધીનેં છીણીનેં કપાળે અને માથે બાંધવામાં આવે છે.

દાહ ઉપર : શરીરમાં બળતા દાહ ઉપર દૂધીનોં રસ કાઢી તેમાં થોડું મધ કે સાકર મેળવીનેં આપવાથી દાહ સમી જાય છે.

લોહી વિકાર, શીળસ, ગરમી, નાક કે ગળામાંથી લોહીનું પડવું, શરીરમાં ગરમી વધી જવી, વિવિધ લોહી વિકારો થવા વગેરે બધાં જ રોગોમાં આ પ્રયોગ ખૂબ લાભદાયી છે.

માથાનો દુઃખાવો : ગરમી થી થયેલા માથાનાં દુઃખાવામાં દૂધી ને ચીરીને માથે બાંધવાથી અથવા ઘસવાથી ગરમી ઉતરી માથાનો દુઃખાવો મટી જાય છે.

પગમાં બળતરા : ગરમીનાં કારણે અથવા લુ લાગવાથી કે તાવ આવવાથી હાથ-પગનાં તળિયામાં બળતરા થતી હોય તો ઉપર દૂધીની માલિશ ઘણી જ ઉપકારક બને છે.

હરસમસા ઉપર : દૂધીનાં પાંદડાનેં વાટીને તેનો રસ ચોપડવાથી અથવા પાનની લૂગદી બાંધવાથી ત્વરિત શાંતિ થાય છે. યુનાની હકીમો ઘણાં પ્રયોગોમાં ગરમીની દવાઓ બનાવવા માટે અથવા મગજ ને શક્તિ આપનારી દવાઓની બનાવટમાં દૂધીનાં બી નોં છૂટથી ઉપયોગ કરે છે.

દૂધીનોં આકાર લાંબો અને બોટલ જેવો હોય છે, તેથી અંગ્રેજીમાં તેને ર્માાની ય્ર્િેહગ કહેવામાં આવે છે.

આમ, દૂધી સર્વ શાકભાજીઓમાં ઉત્તમ ઔષધીય ગુણો ધરાવે છે. તે સ્વાદિષ્ટ અને રૂચિકર છે તથા પુષ્ટિકર અને બલપ્રદ છે.

-  જ્હાનવીબેન ભટ્ટ