- અમારું વિવાહિત જીવન સુખી છે. મારી પત્નીને દરરોજ સંભોગ કરવાની ઇચ્છા થાય છે. અને હું તેની એ ઇચ્છા પૂરી પણ કરું છું. પણ તેની અન્ય હઠ મને વિચિત્ર લાગે છે.
* મને થોડા મહિના પહેલાં ચિકનપોક્સ થયા હતા. ત્યારથી મારા ચહેરા પર ડાઘા પડી ગયા છે. એવો કોઈ ઉપાય બતાવો જેથી એ ડાઘા દૂર થઈ જાય અને મારો ચહેરો ફરીથી સુંદર દેખાવા લાગે.
એક યુવતી (જૂનાગઢ)
* ત્વચા પર ચિકનપોક્સના ડાઘા વધારે ઊંડા હોતા નથી અને મોટા ભાગે ગણતરીમાં થોડા જ હોય છે. આ ડાઘાથી છૂટકારો મેળવવા માટે કોસ્મેટિક સર્જરીમાં ઘણા એવા ઉપાય મળે છે, જેમાં ચહેરાની ત્વચાને સપાટ બનાવી સુંદરતા પાછી મેળવી શકાય છે.
કાર્બનડાયોક્સાઇડ લેઝર અને ડર્માબ્રેઝન મિકેનિકલ ડિવાઇસ બંનેથી આ ધ્યેય પૂરું કરી શકાય છે. તેની મદદથી ત્વચાની ઉપરની સપાટીનું પડ કાંચળીની જેમ જુદું કરીને કાઢી શકાય છે. પરિણામે જ્યારે નીચેની નવી ત્વચા ઉપસી આવે છે ત્યારે તે કોમળ હોય છે.
આ વિષયમાં તમે કોઈ કોસ્મેટિક સર્જન પાસેથી સલાહ લઈ ચહેરાની ખોવાયેલી સુંદરતાને ડર્માબ્રેઝન ટેક્નિકની મદદથી પાછી મેળવી લો.
* મારા લગ્નને ૧૫ વર્ષ થયા છે. અમારા ૧૨ અને ૧૦ વર્ષના બે સંતાનો છે. અમારું વિવાહિત જીવન સુખી છે. મારી પત્નીને દરરોજ સંભોગ કરવાની ઇચ્છા થાય છે. અને હું તેની એ ઇચ્છા પૂરી પણ કરું છું. પણ તેની અન્ય હઠ મને વિચિત્ર લાગે છે. તે કહે છે કે તમે મને અઠવાડિયામાં ત્રણ વખત પાથીએ પાથીએ તેલ નાખી આપો અને વાળ ધોઇ પણ આપો. આમ કરવાથી તમારું આયુષેય લાંબુ થશે. હું તેની હઠ પૂરી કરવા દર અઠવાડિયે ત્રણ વખત તેના લાંબા વાળની માવજત કરું છું. પણ આ સમસ્યાનો ઉકેલ શો?
એક પુરુષ-(ઉમરેઠ)
* તમારું વિવાહિત જીવન અન્ય બધી રીતે સુખી છે. પરંતુ તમારી વાત પરથી લાગે છે કે તમારા પત્ની હઠીલા અને વહેમીલા છે. અથવા પોતાનું કામ તમારી પાસેથી કરાવવા તેઓ ખોટું બોલી રહ્યાં હોય એવું પણ બને. તેમના લાંબા વાળની આ રીતે માવજત કરવામાં તમારો ઘણો સમય વેડફાય અને તમને કંટાળો પણ આવે તે સ્વાભાવિક છે. પરંતુ તમે એ જાણવાનો પ્રયાસ કર્યો ખરો કે તેમના મગજમાં આવી (ગેર)માન્યતા ક્યાંથી આવી કે તમે તેમને વાળમાં તેલ નાખી આપીને શેમ્પૂ કરી આપશો તો તમારું આયખું વધશે? તમે પોતે જ એ જાણવાનો પ્રયાસ કરો કે તેઓ આવી વાત કરીને તમારી પાસેથી પોતાનું કામ કઢાવી રહ્યાં છે કે પછી ખરેખર તેઓ આ વાત માને છે. જો તેઓ વાસ્તવમાં આવું માનતા હોય તો એ માન્યતા તદ્ન પાયાવિહોણી છે એ વાત તેમના ગળે ઉતારવાનો પ્રયાસ કરો. શક્ય છે કે તમારા પ્રયાસો કામ આવે અને તમને તેમની હઠ પૂરી કરવામાંથી છૂટકારો મળે.
* હું ૨૬ વરસની છું. અમારો પરિવાર મોર્ડન છે. મારી મોટી બહેનનો પરિવાર પણ મોર્ડન છે. મારા જીજાજી સાથે હું ઘણી નિખાલસતાથી વાત કરું છું. હમણા જ મારા લગ્ન થયા છે. મારા પતિ જરા જૂનવાણી છે. હું મારા જીજાજી સાથે મુક્ત રીતે વાત કરું એ એમને ગમતું નથી. કેટલાક દિવસો પૂર્વે અમે જમતા હતા ત્યારે મારા જીજાજીએ મારા પગ સાથે તેમના પગ ટકરાવી મારા પતિની સંભાળ લેવાનું કહી એક 'એડલ્ટ' જૉક કહ્યો હતો. મારા પતિને આ ગમ્યું નહોતું તેમણે મને મારા જીજાજીથી અંતર જાળવવાની સલાહ આપી હતી. મને મારા જીજાજીની લાગણીઓ ધવાશે એનો ડર લાગે છે. મારે શું કરવું જોઇએ એ જણાવવા વિનંતી.
એક યુવતી (મુંબઇ)
* લગ્ન પછી તમારે થોડી મર્યાદા જાળવવાની જરૂર છે. સાળી-જીજાજી વચ્ચેનો મજાક-મશ્કરીનો સંબંધ આપણા સમાજમાં માન્ય છે. પરંતુ આ સંબંધ મર્યાદામાં રહે એ જ યોગ્ય છે. તમે કુંવારા હતા ત્યાં સુધી કોઇ વાંધો નહોતો પરંતુ હવે તમારે તમારા સાસરિયાનો ખાસ કરીને તમારા પતિનો પણ વિચાર કરવાનો છે. તમારા જીજાજી સાથેનું તમારું વર્તન હવે અલગ રીતે જોવાશે. અને તમને તમારા જીજાજીની લાગણીની પરવા છે પરંતુ તમારા પતિની લાગણીનો તમને જરા પણ વિચાર આવતો નથી. તમારા જીજાજી તમારી સાથે જે વર્તન કરે છે એમાં આધુનિક્તાનું પ્રતિબિંબ પડતુ નથી અને તમારા પતિનો વિરોધ એમને જૂનવાણીમાં ખપાવતો નથી. હવે તમારે તમારા જીજાજી સાથે અમુક અંતર રાખીને વર્તવાની જરૂર છે.
- નયના


