વાચકની કલમ .
Updated: Nov 20th, 2023
પ્રિયતમા
પરાયા લોકોથી નથી કોઈ શિકાયત
શિકાયત છે મને માત્ર મારી પ્રિયતમાથી
દિલને ઠેસ આપવાની
પરંપરા તો સદિયોંથી છે અસ્તિત્વમાં
તારા નયનોની પિલાવી મદિરા
બનાવી દે મને તારો પ્રિયતમ મદહોંશીમાં
તારા શ્યામલ કેશ-કલાપમાં
મને ક્ષણભર આરામ લેવો છે
તારા પ્યારમાં મને મારી જિંદગી
દાવ પર લગાવવી છે
તારી જુદાઈ બની જશે
મારા માટે જિંદગીભરની સજા
તારા વિના જિંદગીમાં
ન રહેશે કોઈ મજા
શા માટે સનમ પ્રેમાગ્નિમાં
જલાવે છે મને
આ દુનિયામાં સિર્ફ તું જ
નજર આવે છે મને મારી
એકલતાની સાથી દુનિયાના
ત્રિવિદ્ય તાપથી દૂર જઈને રહીએ
દુનિયાના દુ:ખદર્દને નઝર-અંદાઝ
કરતા રહીએ
તારા વિના જિંદગી કેમ વિતાવીશ હું?
મૃત્યુ પછી પૂર્ન- જન્મમાં જરૂર
તને મળીશ હું
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
હરકત-હકીકત
પડદો રાખે નજરને બાંધીએે
દ્રષ્ટિ બંધાશે નહીં....
બંધ બારણે પ્રકાશને ખાળીએ
સૂરજને ખળાશે નહીં....
હાથ બંધ રાખી-રેખાને ભૂલીએ
ભાગ્યને ટળાશે નહીં....
દીપ સંકોરી જયતિને ટાળીએ
દીપ ઓંલવાશે નહીં....
આંખો તો બંધ રાખીને બેસીએ
અસ્તિત્વ ભૂલાશે નહીં....
જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)
સઘળું અમારું તમે....
અમારું ઝૂંપડુંય નથી
શિરનામું અમારું તમે..
અમારું તુંબડુંય નથી
તરણ અમારું તમે..
અમારું કોડીયુંય નથી
અજવાળું અમારું તમે..
અમારું મુખડુંય નથી
સ્મિત અમારું તમે..
અમારું કશુંયે નથી
સઘળું અમારું તમે..
જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)
નારી પ્રેરણા
સારી દુનિયામાં પૂજનીય જણાય છે જ્યાં
સંસાર સાગર પાર કરવાને નારીનો સથવારો
ગામ-શહેરની શોભા છે નારીની પરિક્રમા
બાળકને સંસ્કારોનું સિંચન બક્ષે છે પ્રેમાળ વર્તાવે
મહેમાન, પરોણાગતની સરભરા કરી ઘર શોભાવે
સૌભાગ્યવતીનું બિરુદ પામે છે પતિ સેવા થકી જ્યાં
પરિશ્રમ કરી જીવનને પારસમણિસમું બનાવે
કર્તવ્ય, ફરજ, જવાબદારીઓની મિશાલ છે જગમાં
નજરોમાં સ્નેહને અમી અવિરત વહે છે નારીમાં
નરને નારાયણ બનાવી જાણે છે નારી
સારા જગનાં દુ:ખ દારિદ્રય દુર કરવાને સર્જાઈ છે
નારીને સમજવાની જરૂર છે આ ફાની જગમાં
ત્યાગ, સમર્પણને મૈત્રી ભાવ થકી પૂજાય છે જ્યાં
આદર્શોની કેડી પર ચલાવવાને માહિર છે જ્યાં
સારા જગમાં નારી થકી આદર્શપૂર્ણ પ્રેરણા માટે
પરેશ જે. પુરોહિત (કલોલ)
ઘડીભર મળું
(પૃથ્વી છંદ)
મળી જાય તો મદદ એમની ઘડીભર મળું
સમય નીકળી જશે હાથથી ઘડીભર મળું
હકીકત દર્શાવવા એમને કહેવા હવે
મદદગાર હોય તો પ્રેમથી ઘડીભર મળું
થતું કામ પણ કદીયે કમાલ લાગે નહીં
અરે જેમના થકી પ્યારથી ઘડીભર મળું
રહેવાય ના ગળે તો મળું મળે તો કદી
કરું બે વિચારના અબઘડી પહોંચી જતાં
મળે કોઈ તો મદદ તેમની ઘડીભર મળું
ભરોસો ખરો અહીં કેમનો રહેશે હજી
મને તો થતું હવે આજથી ઘડીભર મળું
હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)
ઇબાદત કરી તો જો!
પંથ સત્યનો શૃંગાર બની
ધબકતે શ્વાસે નીખરી જિંદગી
ધૈર્યની સફર સજતી ગઈ
ખુદા રહેમત આવીને ઊભી
ઈબાદત કરી તો જો!
પાનખર આવી વસંતના ઈરાદે
સ્ફોરી મંજરી આમ્ર કુંજ મ્હેકી
લીલું-છમ સ્પંદન નિસર્ગના સંગ
લહેરખી ઊર્મિની છલોછલ બધે
ઈબાદત કરી તો જો!
સ્વાર્થનું સગપણ છોડી જરા
ખુલ્લા નભની અદ્ભુત કળા
સાંજ નમણી ઢળી મારી આજ
સંગીતના સૂર હવે પડઘાય
ઈબાદત કરી તો જો!
રણની પણ એક નોખી ભવ્યતા
બાંધી રેશમની દોર વિસ્તરે બધે
પાંદડે પ્રગટયા ઊષાના ઉજાગરા
શબ્દ મેં વાવ્યા ઊર્મિના ભોમમાં
ઈબાદત કરી તો જો!
નારસિંગ આર. ચૌધરી (સુરત)
વિદ્યાધામ
શાળા અમારું વિદ્યાધામ છે રે લોલ
જીવન નૈયાનું સુકાન રે
વિદ્યાનું ધામ રૂડું શોભતું રે લોલ
રૂડું રૂપાળું મારું આંગણું રે લોલ
એથી રૂપાળું વિદ્યાધામ રે....
વિદ્યાનું ધામ
ઘરમાં ભણું છું હું તો એકલો રે લોલ
શાળામાં ભણીએ તમામ રે....
વિદ્યાનું ધામ
શિક્ષક અમારા છે દેવતા રે લોલ
શાળા છે મંદિર સમાન રે.. વિદ્યાનું ધામ
જીવતરના પાઠને ભણાવતા રે લોલ
વિદ્યાનું આપે છે દાન રે.. વિદ્યાનું ધામ
સુવિચારનું સિંચન કરાવતા રે લોલ
પ્રગતિનું પહેલુ સોપાન રે.. વિદ્યાનું ધામ
જીવન સુંદર બની જાય છે રે લોલ
માનવી બને છે મહાન રે.. વિદ્યાનું ધામ
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
જિંદગી ને ગણિત
ખાસો ખતા જો જિંદગીને ગણિતને જોડશો
માણો જિંદગી મન ભરી દરેક
'રંગ' સારા નથી
અફસોસમાં નીકળી જશે આખી જિંદગી
સ્વમાન સાચવજો બધા સંયમી નથી હોતા
સંબંધો બધા દેખાય છે
તેટલા સારા નથી હોતા
બધા સંબંધો હૂંફાળા નથી
હોતા 'સ્વાર્થ' વગરના
એવું ઘર ક્યાંય નહીં મળે
જ્યાં તકલીફ નથી!
થાય જો અવગણના તો ભૂલી જશો
ક્યારેક અહમ ક્યાંક મતલબ ટકરાશે
થંભી જાજો હવે પહેલા જેવું યૌવન નથી!
આથમતા 'સુરજ' ના કોઈ
ભાવ પૂછતું નથી!
એક દિવસ બહું 'મહત્ત્વ' હદું ભૂલી જશો
બહુ મૂલ્ય હતા તમે સૌના એક દિવસ
આજે 'શૂન્ય' થઈને આડા આવશો!
ઉંમર થતા જપી જશો
નહીં તો ખપી જશો!!
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)